હેડલાઈન :
- છત્તીસગઢમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ
- રૂ.68 લાખના ઈનામવાળા 13 નક્સલીઓ સહિત 50 નક્સલીઓનું સરેન્ડર
- બીજાપુર-સુકમામાં બે મોટા એન્કાઉન્ટર બાદ રવિવારેનક્સલીઓનું આત્મસમર્પણ
- મોટી સંખ્યામાં નક્સલીઓના આત્મસમર્પણથી નક્સલી સંગઠનને મોટો ફટકો
- છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિએ નક્સલવાદીઓમા આશા જગાવી
- નક્સલવાદીઓના આત્મસમર્પણ પાછળ જિલ્લામાં ચાલતા વિકાસ કાર્યો
- સંગઠનમાં વધતા આંતરિક મતભેદો તેમની શરણાગતિના મુખ્ય કારણો
છત્તીસગઢના બીજાપુર-સુકમામાં બે મોટા એન્કાઉન્ટર બાદ રવિવારે 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.આમાં કેટલીક મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે.આત્મસમર્પણ કરનારા 50 નક્સલીઓમાંથી 13 નક્સલીઓ પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ છે.તેમણે આજે બીજાપુર પોલીસ અધિક્ષક કાર્યાલય ખાતે પોલીસ અધિક્ષક, DIG,CRPF અને અન્ય પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.DRG,બસ્તરફાઇટર,STF,CRPF 85,153, 168,170,196,199,222,229 અને કોબ્રા 201,202,204,205,208,210 એ આત્મસમર્પણ કરવામાં ખાસ ભૂમિકા ભજવી છે.
– મોટી સંખ્યામાં આત્મસમર્પણથી નક્સલી સંગઠનને મોટો ફટકો
આ સંદર્ભમાં બીજાપુરના પોલીસ અધિક્ષક ડૉ.જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં નક્સલીઓના એકસાથે આત્મસમર્પણથી નક્સલી સંગઠનને મોટો ફટકો પડ્યો છે.આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં PLGA બટાલિયન નંબર એકનો એક સભ્ય,PLGA કંપની નંબર બેના ચાર સભ્યો,કંપની નંબર સાતનો એક સભ્ય,કુતુલ વિસ્તાર સમિતિ, રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર સમિતિના ત્રણ ACM સ્તરના સભ્યો,જનતા સરકાર પ્રમુખ,KAMS પ્રમુખ,લશ્કરી કમાન્ડર,લશ્કરી ડેપ્યુટી કમાન્ડર,લશ્કરી પ્લાટૂન સભ્ય,લશ્કરી સભ્ય અને સાવનાર,કોરચોલી,કમલાપુર RPCના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.આત્મસમર્પણ કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાતા તમામ નક્સલીઓને પ્રોત્સાહન તરીકે 25,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે.
– છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિએ નક્સલવાદીઓમા આશા જગાવી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓના આત્મસમર્પણ પાછળ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યો મુખ્ય કારણ હતું.ઝડપથી બનેલા રસ્તાઓ અને ગામડાઓ સુધી પહોંચતી વિવિધ સુવિધાઓએ તેને અસર કરી છે.સંગઠનના વિચારો પ્રત્યે ભ્રમ અને નિરાશા અને સંગઠનમાં વધતા આંતરિક મતભેદો તેમની શરણાગતિના મુખ્ય કારણો છે.છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિએ ઘણા નક્સલવાદીઓને નવી આશા આપી છે અને તેમને સંગઠનમાં થતા શોષણ અને ક્રૂર વર્તનમાંથી બહાર આવવા માટે પ્રેરિત કર્યા છે.આ નીતિ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અને સામાન્ય જીવન જીવવાની આશા આપે છે. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા આંતરિક વિસ્તારોમાં સતત કેમ્પ સ્થાપવા અને પ્રદેશમાં કરવામાં આવી રહેલા આક્રમક ઓપરેશનોએ પણ માઓવાદીઓને સંગઠન છોડવા માટે પ્રેરણા આપી છે.
નોંધનિય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રથમથી જ જાહેરાત કરી છે કે વર્ષ 2026 સુધીમાં દેશમાં જળ મૂળથી ખાતમો કરવામાં આવશે.અને તે દિશામાં સુરક્ષાદળોએ સક્રિય કાર્યવાહી હાથ ધરી છે.જેમાં જે નક્સલીઓ આત્મસમર્પણ કરવા માંગે છે તેમને મોકો આપવો અને જે હજુ પણ આતંક ફેલાવવાની માનસિકતા ધરાવે છે તેવા નક્સલીઓના એન્કાઉન્ટર એટલે કે સર્ચ ઓપરેશન હાથ ધરી ખાત્મો કરવામાં આવી રહ્યો છે.