હેડલાઈન :
- દેશની સૌ પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણાથી દોડશે
- હરિયાણા-જીંદ-સોનીપત રૂટ પર દોડશે હાઇડ્રોજન ટ્રેન
- વિશ્વની સૌથી લાંબી આ ટ્રેન હાઇડ્રોજન ટ્રેનોમાં શામેલ
- સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય
- હાઈડ્રોજન ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ
દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન આજે હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર દોડશે. પર્યાવરણીય રીતે સુરક્ષિત ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે.આ 89 કિમી લાંબા રૂટ પર આજથી તેની ટ્રાયલ શરૂ થઈ રહી છે.આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે.
– વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાં શામેલ
1200 હોર્સપાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન એક સાથે 2638 મુસાફરોને લઈ જઈ શકશે. રેલ્વે મંત્રાલયે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટ્રેનોના ઉત્પાદન માટે 2,800 કરોડ રૂપિયા ફાળવ્યા હતા જે હેઠળ આવી 35 ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે.8 કોચવાળી અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ હાઇડ્રોજન ટ્રેન વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક હશે. ગ્રીન ટેકનોલોજી પર આધારિત આ પહેલ કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને શૂન્ય કાર્બન લક્ષ્ય તરફ આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ટ્રાયલ દરમિયાન, ટ્રેનની ટેકનિકલ ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ પરીક્ષણ પછી, તેને નિયમિત કામગીરીમાં લાવવાનું આયોજન છે.
– સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય
ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ઉત્પાદિત, આ ટ્રેન સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવાની દિશામાં ભારતીય રેલ્વેનું એક મહત્વપૂર્ણ પગલું છે. રેલ્વેનો ઉદ્દેશ્ય સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવાની સાથે દેશના વારસાગત માર્ગોને નવી ઓળખ આપવાનો છે. ભારતીય રેલ્વે તેના ખાસ પ્રોજેક્ટ ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ’ હેઠળ હેરિટેજ અને પહાડી માર્ગો પર 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં 2800 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન સંબંધિત માળખાગત સુવિધાઓના વિકાસ માટે 600 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે.