હેડલાઈન :
- UP ના CM યોગી આદિત્યનાથને લઈ આજ કાલ ચાલતી કેટલીક અટકળો
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વધુ એક મહત્વનું નિવેદન
- હું યોગી છું,રાજકારણ મારા માટે પૂર્ણ સમયનું કામ નથી : યોગી આદિત્યનાથ
- હું રાજ્યનો મુખ્યમંત્રી છું,પાર્ટીએ મને પ્રદેશના લોકો માટે અહીં રાખ્યો : યોગી
- રસ્તા પર નમાજ પઢવા પર પ્રતિબંધનો નિર્ણય યોગ્ય : યોગી આદિત્યનાથ
- દબાણ હોય તો તેને દૂર કરવા બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે : યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈ આજ કાલ કેટલીક અટકળો ચાલી રહી છે.કે યોગી હવે દિલ્હીની રાહ પર અગ્રસર થવા જઈ રહ્યા છે.આ ચર્ચાઓ પણ એકા એક નથી ઉઠી તેનું પણ એક કારણ છે.કે તેમણે જ અક નિવેદનમાં કહ્યુ હતુ કે ભાજપનો કોઈ પણ કાર્યકર UP નો મુખ્ચમંત્રી બની શકે છે. અને ત્યારબાદ આ પ્રકારની અટકળો શરૂ થઈ છે.તેવામાં હવે યોગી આદિત્યનાથનું વધુ એક મોટુ નિવેદન સામે આવ્યુ છે જમાં તેમણે કહ્યું કે રાજકારણ મારા માટે પૂર્ણ સમયનું કામ નથી.જેને લઈ પણ અનેક વાતો ચર્ચામાં આવી રહી છે.
રાજકીય વર્તુળોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક દિવસ દેશના વડાપ્રધાન બનશે.તે વચ્ચે હવે મુખ્યમંત્રી યોગીએ આ સંબંધિત એક પ્રશ્નનો મોટો જવાબ આપ્યો છે.મુખ્યમંત્રીએ કહ્યું છે કે હું યોગી છું.રાજકારણ મારા માટે પૂર્ણ-સમયનું કામ નથી.હું હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો મુખ્યમંત્રી છું.મુખ્યમંત્રીએ કહ્યું,’જુઓ,હું રાજ્યનો મુખ્યમંત્રી છું,પાર્ટીએ મને ઉત્તર પ્રદેશના લોકો માટે અહીં રાખ્યો છે અને રાજકારણ મારા માટે પૂર્ણ-સમયનું કામ નથી.’ અત્યારે હું અહીં કામ કરી રહ્યો છું પણ ખરેખર હું યોગી છું. જ્યાં સુધી હું અહીં છું,ત્યાં સુધી કામ કરતો રહીશ.આ માટે પણ સમય મર્યાદા રહેશે.
– રસ્તા પર નમાજ પઢવા પર પ્રતિબંધનો નિર્ણય યોગ્ય
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તાઓ પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને કહ્યું કે લોકોએ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ આવેલા ભક્તો પાસેથી શિસ્ત શીખવી જોઈએ.મુખ્યમંત્રીએ કહ્યું કે ‘રસ્તાઓ ચાલવા માટે છે અને જે લોકો કહે છે કે તેઓ રસ્તા પર નમાજ પઢવા માંગે છે તેમણે હિન્દુઓ પાસેથી શિસ્ત શીખવી જોઈએ.’પ્રયાગરાજમાં 66 કરોડ લોકો આવ્યા.ક્યાંય લૂંટફાટ,આગચંપી,છેડતી કે તોડફોડ થઈ ન હતી કે કોઈ અપહરણ થયું ન હતું આ ધાર્મિક શિસ્ત છે.તેઓ ભક્તિભાવથી આવ્યા,મહાસ્નાનમાં ભાગ લીધો અને પછી પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધ્યા.તહેવારો અને ઉજવણીઓ અથવા આવા કોઈપણ કાર્યક્રમો અશ્લીલતાનું માધ્યમ ન બનવું જોઈએ. જો તમને સગવડ જોઈતી હોય તો શિસ્તનું પણ પાલન કરવાનું શીખો.
– મુખ્યમંત્રીએ બુલડોઝર પર પણ વાત કરી
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ‘બુલડોઝર મોડેલ’ને તેમની સિદ્ધિઓમાંની એક માને છે ત્યારે મુખ્યમંત્રી યોગીએ કહ્યું -આ કોઈ સિદ્ધિ નથી.ઉત્તર પ્રદેશની જરૂર હતી અને આ સંદર્ભમાં જે કંઈ જરૂરી લાગ્યું તે કરવામાં આવ્યું.જો ક્યાંક દબાણ હોય તો તેને દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે.મને લાગે છે કે અમે લોકોને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવ્યું છે.”