હેડલાઈન :
- પંજાબના વર્ષ 2018ના મોહાલી જાતીય સતામણી કેસમાં મહત્વનો ચુકાદો
- પંજાબ મોહાલીની એક કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
- પાદરી બજિંદર સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
- કોર્ટે બે દિવસ પહેલા બજિંદરને જાતીય સતામણી કેસમાં દોષિત ઠેરવ્યો હતો
- મોહાલી જાતીય સતામણી કેસમાં 7 વર્ષ પછી આવ્યો ન્યાયિક ચુકાદો
- પીડિતાના પતિએ મોહાલી કોર્ટનાઆ મહત્વના નિર્ણયનું સ્વાગત કર્યું
સ્વયંઘોષિત ઈસુ-ઈસુ પાદરી બજિંદરને જાતીય સતામણી કેસમાં 7 વર્ષ પછી ન્યાયિક ચુકાદો આવ્યો છે.જેમાં પંજાબની મોહાલીની એક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે.કોર્ટે બે દિવસ પહેલા બજિંદરને જાતીય સતામણી કેસમાં દોષિત ઠેરવ્યો હતો.
સ્વ-ઘોષિત યેશુ-યેશુ પાદરી બજિંદરને મોહાલીની એક કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.ગયા અઠવાડિયે કોર્ટે વર્ષ 2018 ના જાતીય શોષણ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યો હતો.આ કેસમાં પીડિતે ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું,’તે એટલે કે બજિન્દર મનોરોગી છે અને જેલમાંથી બહાર આવ્યા પછી પણ તે જ ગુનો કરશે,તેથી હું ઈચ્છું છું કે તે જેલમાં જ રહે.’આજે ઘણા પીડિત જીત્યા છે.હું પંજાબના DGPને વિનંતી કરું છું કે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરે કારણ કે અમારા પર હુમલો થવાની શક્યતા છે.
તો વળી પીડિતાના પતિએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું.તેમણે કહ્યું,’અમે આ કેસ માટે સાત વર્ષ લડ્યા.ગુનેગાર કોર્ટને ગેરમાર્ગે દોરતો હતો અને વિદેશ પ્રવાસ કરતો હતો,ભલે કોર્ટના આદેશો તેને તેમ કરવાની પરવાનગી આપતા ન હતા.મારી સામે ખોટી FIR દાખલ કરવામાં આવી અમારા પર હુમલો કરવામાં આવ્યો મેં છ મહિના જેલમાં વિતાવ્યા અને પછી મેં તેને સજા કરાવવાનું નક્કી કર્યું.અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ હતો. હું ઈચ્છતો હતો કે તેને કડક સજા મળે.છ આરોપીઓ હતા,જેમાંથી પાંચ સામેના કેસ રદ કરવામાં આવ્યા છે અને પાદરી બજિંદરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
પાદરી વિરુદ્ધ આ કેસ 2018 માં ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.આ કેસ એક સગીર છોકરીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.બાદમાં પોલીસે તેને દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી.28 માર્ચે જ જિલ્લા અદાલતમાં બજિંદર સિંહને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (દુષ્કર્મ),323 (જાણી જોઈને ઈજા પહોંચાડવી) અને 506 ( અપરાધ યુક્ત ધમકી) હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.આ પછી તેને પટિયાલા જેલમાં મોકલવામાં આવ્યો.