હેડલાઈન :
- બનાસકાંઠાના ડીસામાં ગોઝારી ઘટનાથી અરેરાટી
- ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 15થી વધુના મૃત્યુ
- ડીસા નજીક આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ
- ભીષણ આગને કારણે તૂટી પડતાં ઘણા કામદારો ફસાયા હતા
- ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો
- ઘાયલ કામદારોને હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મંગળવારે 1 એપ્રિલે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી 15થી વધુ લોકોના મોત થયા છે.ડીસા ગ્રામીણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરની નજીક આવેલી ફેક્ટરીના કેટલાક ભાગો શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને આગને કારણે તૂટી પડતાં ઘણા કામદારો ફસાયા હતા.આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
– વિસ્ફોટ શક્તિશાળી હતો
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક વિસ્તારમાં એક મોટા વિસ્ફોટની માહિતી મળી હતી.ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.10 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.ઘણા ઘાયલ કામદારોને વિવિધ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા હતા.વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીનો સ્લેબ તૂટી પડ્યો હતો.
– મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા
મળતી માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આરસીસીવાળું ગોડાઉન ધરાસાઈ થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા.બાજુના ખેતરમાંથી પણ તેમના અવશેષ મળી આવ્યા હતા.જેથી ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
– ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.પરંતુ 10થી વધુ મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે અનેક ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે.ઘટના સ્થળે ડીસા નાયબ કલેકટર નેહાબેન પંચાલ,ડીસા DYSP સી.એલ.સોલંકી,મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.