હેડલાઈન :
- રામ નવમીએ પશ્ચિમ બંગાળમાં 2000થી વધુ રેલી નિકળશે
- રામ નવમીએ શ્રી રામ શોભાયાત્રા માટે હિન્દુ સંગઠનોની તૈયારી
- અધિકારીઓની સાંપ્રદાયિક હિંસા અટકાવવા માટે વ્યાપક વ્યવસ્થા
- હાવડામાં સાંપ્રદાયિક હિંસાનું કાવતરું ઘડવાના આરોપમાં બે ની ધરપકડ
આગામી 6 એપ્રિલ 2025 ને રામ નવમી પર પશ્ચિમ બંગાળમાં બે હજારથી વધુ શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 20 હિન્દુ સંગઠનોએ આ યોજના તૈયાર કરી છે.અધિકારીઓએ સાંપ્રદાયિક હિંસા અટકાવવા માટે વ્યાપક વ્યવસ્થા કરવી પડી છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભગવાન રામની જન્મજયંતિ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાની ઘટનાઓ બની છે.
– અધિક પોલીસ મહાનિર્દેશકે શું કહ્યું ?
આ અંગે કાયદો અને વ્યવસ્થા વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક જાવેદ શમીમે જણાવ્યું હતું કે, “આગામી 10 દિવસ મહત્વપૂર્ણ છે.અમે લોકોને સાવચેત રહેવા વિનંતી કરીએ છીએ.કોઈએ પણ સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાના ઉદ્દેશ્યથી ઉશ્કેરણી કે અફવાઓનો શિકાર ન બનવું જોઈએ.”શનિવારે હાવડામાં સાંપ્રદાયિક હિંસાનું કાવતરું ઘડવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં શ્રી રામ નવમી સમિતિના સભ્ય વિકર્ણ નાસ્કરે જણાવ્યું હતું કે 43 સ્થળોએ તેમની શોભાયાત્રાઓ પર હુમલો કરવાના કાવતરાની માહિતી મળ્યા બાદ તેઓ ગયા અઠવાડિયે શમીમને મળ્યા હતા.તેમણે કહ્યું કે જો કોઈ અમારી રેલીઓ પર હુમલો કરશે તો અમે ચૂપ નહીં બેસીએ.પ્રતિબંધિત આદેશો છતાં રેલીઓમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો લઈ જવામાં આવશે કે કેમ તે અંગેના પ્રશ્નોના જવાબ આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો. સંઘ મહાસચિવ (દક્ષિણ બંગાળ) જિષ્ણુ બસુએ જણાવ્યું હતું કે જો પોલીસ નક્કી કરે કે હથિયારો લઈ જઈ શકાતા નથી તો આ નિયમ મોહરમ અને રામ નવમી બંને સરઘસો પર લાગુ થવો જોઈએ.તેમણે કહ્યું કે અમે બધા ધર્મના લોકોને ભારતીય માનીએ છીએ.