હેડલાઈન :
- કેન્દ્ર સરકાર 2 એપ્રિલે વક્ફ સુધારા બિલ સંસદમાં રજૂ કરવા સજ્જ
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યુ હતુ આ અંગે નિવેદન
- સત્રના બીજા તબક્કામાં બિલ ગૃહમાં રજૂ કરાશેનું કર્યુ હતુ નિવેદન
- કેન્દ્રીય લઘુમતિ કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ કરી હતી આ વાત
- કિરેન રિજિજુએ ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં બિલ રજૂ કર્યું હતુ
- વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ JPCને મોકલવામાં આવ્યું
- જગદંબિકા પાલના નેતૃત્વની JPCએ આ અહેવાલ લોકસભામાં મુક્યો હતો
- લોકસભા અકધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ રજૂ કર્યો હતો JPC નો અહેવાલ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે બજેટ સંત્રના બીજા તબક્કામાં જ વક્ફ સુધારા બિલ ગૃહમાં રજૂ કરાશે.તો કેન્દ્રીય લઘુમતિ કલ્યાણ વિભાગના મંત્રી કિરેન રિજિજુએ પણ કહ્યુ હતુ કે સરકાર આ સત્રમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા સજ્જ છે.તેવામા હવે કેન્દ્ર સરકાર 2 એપ્રિલ 2025 ના રોજ સંસદમાં આ બિલ રજૂ કરવા જઈ રહી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 2 એપ્રિલે લોકસભામાં વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે.બજેટ સત્રના બીજા તબક્કાના અંતના બે દિવસ પહેલા રજૂ કરવામાં આવી રહેલ આ બિલ સંસદમાં કેવું રહેશે? નંબર ગેમ શું કહે છે તેના પર એક અહેવાલ.
– વકફ બિલ અને JPC
સરકાર સંસદના વર્તમાન બજેટ સત્રના બીજા તબક્કામાં વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે.આ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે.સંસદીય બાબતો અને લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેને વિપક્ષના હોબાળા બાદ સંયુક્ત સંસદીય સમિતિ JPCને મોકલવામાં આવ્યું હતું.જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની JPCના અહેવાલ પછી આ સંબંધિત સુધારેલા બિલને કેબિનેટ દ્વારા પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.જો સરકાર આ બિલ સંસદમાં લાવે છે તો તેને પસાર કરાવવું ઓછું પડકારજનક નહીં હોય.આ બિલ પહેલાથી જ JPC દ્વારા આવી રહ્યું છે.
– લોકસભામાં નંબર ગેમ
લોકસભાની વર્તમાન સંખ્યા 542 છે અને ભાજપ 240 સભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે.ભાજપના નેતૃત્વ હેઠળના શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ પાસે 293 સભ્યો છે જે બિલ પસાર કરવા માટે જરૂરી 272 ના જાદુઈ આંકડા કરતા વધુ છે.વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસના 99 સભ્યો છે અને જો આપણે ઇન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ બધા પક્ષોને ઉમેરીએ તો પણ આ સંખ્યા ફક્ત 233 સુધી પહોંચે છે.આઝાદ સમાજ પાર્ટીના એડવોકેટ ચંદ્રશેખર, શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ પણ એવા સાંસદ છે જેમના પક્ષો NDA કે ઇન્ડિયા બ્લોક કોઈપણ ગઠબંધનમાં નથી.કેટલાક અપક્ષ સાંસદો પણ છે જે ખુલ્લેઆમ કોઈપણ ગઠબંધન સાથે નથી.
– રાજ્યસભામાં નંબર ગેમ
ઉપલા ગૃહ રાજ્યસભાની વાત કરીએ તો હાલમાં ગૃહની સંખ્યા 236 સભ્યોની છે.આમાં ભાજપની સંખ્યા 98 છે. જો આપણે ગઠબંધનો પર નજર કરીએ તો NDA સભ્યોની સંખ્યા લગભગ 115 છે.જો આપણે સામાન્ય રીતે સરકારની તરફેણમાં મતદાન કરતા છ નામાંકિત સભ્યો ઉમેરીએ તો NDA સંખ્યાના રમતમાં 121 સુધી પહોંચી જશે જે બિલ પસાર કરવા માટે જરૂરી 119 કરતા બે વધુ છે.રાજ્યસભામાં કોંગ્રેસના 27 સભ્યો અને ઈન્ડિયા બ્લોકના અન્ય ઘટક પક્ષોના 58 સભ્યો છે.કુલ મળીને વિપક્ષ પાસે 85 સાંસદો છે.રાજ્યસભામાં YSR કોંગ્રેસના નવ,BJDના સાત અને AIADMKના ચાર સભ્યો છે.નાના પક્ષો અને અપક્ષો સહિત ત્રણ સભ્યો એવા છે જે ન તો શાસક ગઠબંધનમાં છે કે ન તો વિપક્ષી ગઠબંધનમાં.
– બિલ પર સરકાર વિરુદ્ધ વિપક્ષ કેમ?
શાસક પક્ષનું કહેવું છે કે વકફ સુધારા બિલ દ્વારા તેની મિલકતો સંબંધિત વિવાદોનું સમાધાન કરવાનો અધિકાર પ્રાપ્ત થશે.વકફ મિલકતનો વધુ સારી રીતે ઉપયોગ થશે અને તેનાથી મુસ્લિમ સમુદાયની મહિલાઓને પણ મદદ મળશે.ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની JPC એ NDA ના ઘટક પક્ષો દ્વારા રજૂ કરાયેલા 14 સુધારાઓ સાથે સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.JPC એ વિપક્ષ દ્વારા પ્રસ્તાવિત 44 સુધારાઓને નકારી કાઢ્યા હતા.
– વકફ બિલ સામે મુખ્ય વાંધા
1. હવે કોઈપણ વકફ મિલકત વિવાદના નિર્ણય માટે હાઈકોર્ટમાં જઈ શકાય છે.જોકે અગાઉ વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય અંતિમ માનવામાં આવતો હતો.
2. હવે વકફ દાન આપ્યા વિના કોઈપણ મિલકત પર અધિકારનો દાવો કરી શકતો નથી પરંતુ અગાઉ કોઈપણ મિલકત ફક્ત દાવા સાથે વકફની મિલકત બની જતી હતી.
3. વક્ફ બોર્ડમાં એક મહિલા અને અન્ય ધર્મના બે સભ્યો હોવા જોઈએ. પરંતુ અગાઉ બોર્ડમાં કોઈ મહિલા કે અન્ય ધર્મના સભ્યો નહોતા.
4. કલેક્ટર વકફ મિલકતનો સર્વે કરી શકશે અને તેમને મિલકત નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે
– કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલનું વકફ સુધારા બિલને ખુલ્લુ સમર્થન
કેરળના તમામ બિશપના સંગઠન સાથે જોડાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કે જે આલ્ફોન્સે કહ્યું કે આ બિલ ખૂબ જ તાર્કિક છે.જો તમે ભારતમાં વક્ફ બોર્ડના ઇતિહાસ પર નજર નાખો તો તમને ખબર પડશે કે તે સંપૂર્ણપણે અતાર્કિક હતું.આનો ફાયદો ફક્ત થોડા લોકોને જ થયો છે.આનાથી તે ફક્ત કોમી બોર્ડ ભરી રહ્યું છે. એટલા માટે અમારી સરકારે વકફ બોર્ડમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમાં પ્રવર્તતી ભૂલોને દૂર કરી શકાય.
ભાજપના નેતા કે.જે .આલ્ફોન્સે મુનામ્બમમાં વક્ફ બોર્ડના મનસ્વી પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ખરીદવામાં આવેલી સેંકડો એકર જમીન પર વક્ફ બોર્ડ દ્વારા મનસ્વી રીતે દાવો કરવામાં આવ્યો છે. જો આ ચાલુ રહ્યું તો કાલે તેઓ સંસદ ભવન પહોંચી શકે છે અને તેને વકફ મિલકત હોવાનો દાવો કરી શકે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે હાલના વક્ફ બોર્ડમાં અનેક પ્રકારની વિસંગતતાઓ છે જેને સરકાર સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
– અજમેર દરગાહના ચિશ્તી વકફ બિલના સમર્થનમાં આવ્યા
નોંધનિય છે કે અખિલ ભારતીય સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક વડાના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ પણ વક્ફ સુધારા બિલને સમર્થન જાહેર કર્યુ છે.તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સુધારા પછી વકફના કામકાજમાં પારદર્શિતા આવશે અને વકફ મિલકતનું રક્ષણ થશે અતિક્રમણ દૂર થશે અને વકફનું ભાડું વધશે જે સમુદાય માટે ઉપયોગી થશે.તેમણે એમ પણ કહ્યુ કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ.વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે અને આ આપણી તાકાત છે.
– TDP અને JDU એ ચિંતા વધારી
આમ તો કેન્દ્ર સરકારના સહયોગી પક્ષ TDP એટલે ચંદ્રાબાબુ નાયડુ અને JDU એટલે કે નીતિશ કુમારે આ અંગે થોડી ચિતા વધારી હતી.પરંતુ હવે TDP એ વક્ફ બિલને સમર્થન જાહેર કર્યું છે.તો નીતિશ કુમારે હાલ સુધી કોઈ ફોડ પાડ્યો નથી પરંતુ તે પણ સમર્થનમાં આવશે તેવી ધારણા છે.
આમ આ બધી જ બાબતો વચ્ચે કેન્દ્ર સરકાર હવે જ્યારે સંસદ સમક્ષ વક્ફ બિલ બાદ વક્ફ સુધાર બિલ રજૂ કરવા જઈ રહી છે.ત્યારે હાલની સ્થિતિએ તો બંને ગૃહમાં સરળતાથી આ બિલ પસાર થઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.પરંતુ તેના રજૂ કર્યા બાદની ચર્ચા માટે સમય મળશે કે કેમ કારણ કે બજેટ સત્રના બીજા તબક્કાના અંત ભાગમાં એટલે કે બે દિવસ બાકી છે અને આ બિલ રજૂ વા જઈ રહ્યુ છે.