હેડલાઈન :
- વક્ફ સુધારા બિલ 2024 લોકસભામાં પસાર
- કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક
- લોકસભામાં બિલના સમર્થનાં 288 મત પડ્યા
- લોકસભામાં બિલના વિરોધમાં 232 મત પડ્યા
- 12 કલાકની ચર્ચા બાદ બિલ ગૃહમાંથી પસાર
- આજે રાજ્ય સભામાં વક્ફ સુધારા બિલ રજૂ થઈ શકે
બિલના પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા.વિપક્ષની સુધારાની માંગ પર મતદાન દરમિયાન વિપક્ષી નેતાઓના તમામ સુધારાઓ નકારી કાઢવામાં આવ્યા હતા.લગભગ 12 કલાક ચાલેલી ચર્ચા બાદ આ બિલ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું.
#WATCH दिल्ली | वक्फ संशोधन विधेयक लोकसभा में पारित होने पर पूर्व केंद्रीय मंत्री और भाजपा सांसद अनुराग ठाकुर ने कहा, "वक्फ (संशोधन) विधेयक एक नई उम्मीद है। गरीब मुस्लिम परिवारों को इस लाभ से वंचित रखा गया… कांग्रेस ने 2 लाख करोड़ रुपये से अधिक की संपत्ति, नौ लाख एकड़ से अधिक… pic.twitter.com/FdJAyRrq9c
— ANI_HindiNews (@AHindinews) April 2, 2025
વકફ સુધારા બિલ 2024 લોકસભામાં પસાર થઈ ગયું છે.બિલના પક્ષમાં 288 અને વિરોધમાં 232મત પડ્યા. વિપક્ષની સુધારાની માંગ પર મતદાન દરમિયાન વિપક્ષી નેતાઓના તમામ સુધારાઓ નકારી કાઢવામાં આવ્યા હતા.લગભગ 12 કલાક ચાલેલી ચર્ચા બાદ આ બિલ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું.બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.પરંતુ બાદમાં તેને બે કલાક માટે લંબાવવામાં આવ્યું.આ પછી 10 વાગ્યે તેને બીજા દોઢ કલાક માટે લંબાવવામાં આવ્યું હતુ.
શાસક અને વિપક્ષી પક્ષોના નેતાઓએ બિલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિપક્ષે તેને મુસ્લિમોના અધિકારો પર હુમલો ગણાવ્યો અને આરોપ લગાવ્યો કે સરકારની નજર એક ચોક્કસ સમુદાયની જમીન પર છે. તે જ સમયે, સરકારે વિપક્ષ પર વોટ બેંકની રાજનીતિ રમીને આ બિલનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો.
– કિરેન રિજિજુએ શું કહ્યું
લઘુમતિ બાબતના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સુધારા બિલ કાયદો બન્યા પછી ગરીબ અને પછાત મુસ્લિમોને ફાયદો થશે અને તેઓ આ ઐતિહાસિક દિવસને યાદ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રાર્થના કરશે.તેમણે કહ્યું કે બિલમાં સુધારો કરવા પર ચર્ચા કરવાને બદલે વિપક્ષ કલેક્ટરની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવતો રહ્યો. આપણે સરકારી અધિકારીમાં વિશ્વાસ રાખવો જોઈએ.
લોકસભામાં વકફ સુધારા બિલ પરની ચર્ચાનો જવાબ આપતા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ લઘુમતીઓ ભારતમાં સુરક્ષિત છે.તેમણે કહ્યું કે ભારતમાં લઘુમતીઓની સુરક્ષાનું સૌથી મોટું કારણ બહુમતીઓનું ધર્મનિરપેક્ષ વલણ છે.
#WATCH दिल्ली: AIMIM प्रमुख असदुद्दीन ओवैसी ने लोकसभा में अपने भाषण के दौरान वक्फ संशोधन विधेयक की कॉपी फाड़ी। pic.twitter.com/6IGQoGY30w
— ANI_HindiNews (@AHindinews) April 2, 2025
– ઔવૈસીએ વક્ફ સુધારા બિલની કોપી ફાડી
AlMEIM ચીફ અસદુદ્દીન ઔવૈસીએ લોકસભામાં વક્ફ સુધારા બિલની કોપી ફાડી હતી.ઓવૈસીએ કહ્યું કે આ બિલમાં વક્ફ અલ ઔલાદનો નિયમ કલમ 25નું ઉલ્લંઘન છે.જ્યારે હું મારી મિલકત અલ્લાહને સોંપી રહ્યો છું,તો તમને તેમાં શા માટે વાંધો છે? આ બિલનો એકમાત્ર હેતુ મુસ્લિમોને અપમાનિત અને જલીલ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે.મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાનો કાયદો ફાડી નાખ્યો હતો તેથી હું આ કાયદો પણ ફાડી નાખું છું.
#WATCH दिल्ली | वक्फ संशोधन विधेयक लोकसभा में पारित होने पर वक्फ पर संयुक्त संसदीय समिति के अध्यक्ष और भाजपा सांसद जगदंबिका पाल ने कहा, "…आज ऐतिहासिक दिन है। अब न केवल गरीब मुसलमानों को इसका लाभ मिलेगा, बल्कि ओबीसी और पसमांदा समुदायों के लोगों को भी वक्फ बोर्ड में प्रतिनिधित्व… pic.twitter.com/vhPkq0tACg
— ANI_HindiNews (@AHindinews) April 2, 2025
– જગદંબિકા બાલનું નિવેદન
લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થવા પર વકફ પરની સંયુક્ત સંસદીય સમિતિ JPCના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું, “આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે.હવે ફક્ત ગરીબ મુસ્લિમોને જ નહીં,પરંતુ ઓબીસી અને પાસમાંડા સમુદાયના લોકોને પણ વકફ બોર્ડમાં પ્રતિનિધિત્વ મળશે.સરકારે વકફને વધુ પારદર્શક બનાવવા માટે આ બિલ રજૂ કર્યું છે અને તેનાથી સામાન્ય મુસ્લિમોને ફાયદો થશે. વિપક્ષ ખોટું બોલી રહ્યું છે.”
#WATCH दिल्ली | वक्फ संशोधन विधेयक लोकसभा में पारित होने पर पूर्व केंद्रीय मंत्री और भाजपा सांसद अनुराग ठाकुर ने कहा, "वक्फ (संशोधन) विधेयक एक नई उम्मीद है। गरीब मुस्लिम परिवारों को इस लाभ से वंचित रखा गया… कांग्रेस ने 2 लाख करोड़ रुपये से अधिक की संपत्ति, नौ लाख एकड़ से अधिक… pic.twitter.com/FdJAyRrq9c
— ANI_HindiNews (@AHindinews) April 2, 2025
– અનુરાગ ઠાકુરે શું કહ્યું
લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થવા પર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, “વકફ (સુધારા) બિલ એક નવી આશા છે.ગરીબ મુસ્લિમ પરિવારો આ લાભથી વંચિત રહ્યા હતા.કોંગ્રેસે માત્ર 200 લોકોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની મિલકત, નવ લાખ એકરથી વધુ જમીન આપી હતી..કોંગ્રેસ વકફ બિલમાં કોઈ ફેરફાર લાવવા માંગતા ન હતા કારણ કે તેનાથીભ્રષ્ટાચારની ઘણી દુકાનો ચાલવા મળી હોત.
#WATCH दिल्ली | वक्फ संशोधन विधेयक लोकसभा में पारित होने पर केंद्रीय मंत्री और लोक जनशक्ति पार्टी (रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने कहा, "…अगर बेहतरी के लिए कुछ संशोधन किए जा रहे हैं तो विपक्ष को भी सहयोग करना चाहिए। अगर पारदर्शिता लाने का प्रयास किया जा रहा है तो… pic.twitter.com/ZHTatqADqY
— ANI_HindiNews (@AHindinews) April 2, 2025
– ચિરાગ પાસવાને શું કહ્યું,
લોકસભામાં વક્ફ સુધારા બિલ પસાર થવા પર કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું, “જો કેટલાક સુધારા સારા માટે કરવામાં આવી રહ્યા છે,તો વિપક્ષે પણ સહયોગ કરવો જોઈએ.જો પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,તો તેઓ શા માટે વાંધો ઉઠાવે છે.ફક્ત એટલા માટે કે વડાપ્રધાન એનડીએ બિલ લાવી રહ્યા છે, તેઓ (વિપક્ષ) કહી રહ્યા છે કે તે ખોટું છે. તે બિહારની ચૂંટણીમાં ખબર પડશે.આ સુધારા ગરીબ મુસ્લિમો અને મુસ્લિમ મહિલાઓના પક્ષમાં છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બિલ હવે ગુરુવારે રાજ્યસભામાં લાવવામાં આવશે.સરકાર માટે આગામી પડકાર તેને રાજ્યસભામાં પસાર કરાવવાનો રહેશે.