હેડલાઈન :
- સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે નાગપુર ખાતે પુસ્તક વિમોચન કર્યુ
- પુસ્તક વિમોચન સમારોહમાં સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે સંબોધન કર્યુ
- મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ અંગે ડો.મોહનજી ભાગવતનું નિવેદન
- “એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયથી ઇસ્લામના મોટા આક્રમણો સુધી ભારત યુદ્ધો હારતું રહ્યું “
- “ભારતમાં સતત હારતા યુદ્ધોનો યુગ શિવાજી મહારાજના ઉદય સાથે જ સમાપ્ત થયો “
- “17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનારા શિવાજી મહારાજ પહેલા યોદ્ધા હતા”
- છત્રપતિ શિવાજી મહારાજે વિદેશી મુઘલ આક્રમણોનું ચક્ર તોડ્યું : ડો.મોહનજી ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનજી ભાગવતે કહ્યું કે મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ ભારતમાં વિદેશી આક્રમણોથી હારવાની સદીઓ જૂની પરંપરાના ઉકેલ તરીકે ઉભરી આવ્યા હતા. નાગપુરમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં બોલતા ભાગવતે કહ્યું કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયથી લઈને ઇસ્લામના પ્રસારના નામે થયેલા મોટા આક્રમણો સુધી ભારત યુદ્ધો હારતું રહ્યું અને તેની વ્યવસ્થાઓનો નાશ થયો. તેમણે કહ્યું “આ પરંપરા સદીઓથી ચાલુ રહી કોઈ ઉકેલ મળ્યો નહીં ન તો વિજયનગર સામ્રાજ્ય કે ન તો રાજસ્થાનના શાસકોએ તેનો ઉકેલ શોધી કાઢ્યો.”
– ભારતમાં સતત હારતા યુદ્ધોનો યુગ શિવાજી મહારાજના ઉદય સાથે સમાપ્ત
સરસંઘચાલક ડો.ભાગવતજીએ ભાર મૂક્યો કે 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરનારા શિવાજી મહારાજ પહેલા યોદ્ધા હતા જેમણે આ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો.તેમણે કહ્યું “શિવાજી મહારાજ પહેલા શાસક હતા જેમણે વિદેશી આક્રમણો સામે મજબૂત ઉકેલ આપ્યો.” તેમણે ઉલ્લેખ કર્યો કે ભારતમાં સતત હારતા યુદ્ધોનો યુગ શિવાજી મહારાજના ઉદય સાથે સમાપ્ત થયો.તેમણે કહ્યું,”શિવાજી મહારાજે આ ચક્ર તોડ્યું અને પોતાની રણનીતિથી ભારતને સ્વ-બચાવમાં એક નવી દિશા આપી.”
– શિવાજી મહારાજના રાજ્યાભિષેક પછી વિદેશી આક્રમણકારોનો યુગ સમાપ્ત
છત્રપતિ શિવાજી મહારાજને ‘યુગપુરુષ’ ગણાવતા ભાગવતએ કહ્યું કે તેમણે મુઘલ આક્રમણ સહિત દેશ પર સતત થઈ રહેલા હુમલાઓને રોકવા માટે કામ કર્યું. તેમણે યાદ કર્યું કે કેવી રીતે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા આગ્રામાં કેદ હોવા છતાં શિવાજી મહારાજ ત્યાંથી ભાગી છૂટવામાં અને પોતાના પ્રદેશો પર ફરીથી નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યા.તેમણે કહ્યું કે શિવાજી મહારાજના રાજ્યાભિષેક પછી વિદેશી આક્રમણકારોનો યુગ સમાપ્ત થવા લાગ્યો. ભાગવતે શિવાજી મહારાજથી પ્રેરિત થઈને અન્ય પ્રદેશોમાં થયેલા સ્વતંત્રતા સંગ્રામોનો પણ ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું,”મહારાજાએ દક્ષિણ ભારત પર વિજય મેળવ્યો અને તેમના સંઘર્ષથી પ્રેરિત થઈને બુંદેલખંડમાં છત્રસાલ, રાજસ્થાનમાં દુર્ગાદાસ રાઠોડ અને કૂચ બિહારમાં ચક્રધ્વજ સિંહના નેતૃત્વમાં રાજપૂત શાસકોએ મુઘલોને પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું.”