Monday, May 19, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય પોલિસી સમિતિની સમીક્ષા બેઠક 7 થી 9 એપ્રિલ દરમિયાન યોજાશે,રેપો રેટમાં ઘટાડાની શક્યતા

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ MPC ની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે.ચાલુ નાણાકીય વર્ષમાં MPC ની કુલ 6 બેઠકો યોજાશે જેમાંથી પહેલી બેઠક 7 થી 9 એપ્રિલના રોજ યોજાશે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 3, 2025, 03:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • RBI નાણાકીય વર્ષ 2025-26 માટે MPC ની બેઠકોનું સમયપત્રક જાહેર
  • નાણાકીય નીતિ સમિતિ MPC ની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું
  • RBI ની સમીક્ષા બેઠક આગામી 7 થી 9 એપ્રિલ દરમિયાન યોજાશે
  • ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેઠક
  • રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરી શકે
  • ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય સમિતિ MPC ની કુલ 6 બેઠકો યોજાશે
  • નાણાકીય નીતિ સમિતિમાં 6 સભ્યો છે.આમાંથી 3 સભ્યો રિઝર્વ બેંકના હોય

આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ 7 થી 9 એપ્રિલના રોજ યોજાનારી ચાલુ નાણાકીય વર્ષની તેની પહેલી બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.

– RBIની બેઠકમાં રેપો રેટમાં ઘટાડો શક્ય

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ MPC ની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે.ચાલુ નાણાકીય વર્ષમાં MPC ની કુલ 6 બેઠકો યોજાશે જેમાંથી પહેલી બેઠક 7 થી 9 એપ્રિલના રોજ યોજાશે. આ વખતે પણ રિઝર્વ બેંક પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.

સૂત્રોએ અનુસાર રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં નાણાકીય વર્ષ 2025-26 ની પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બે દિવસીય સમીક્ષા બેઠક 7 એપ્રિલથી શરૂ થશે અને 9 એપ્રિલ,2025 સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર 9 એપ્રિલે MPCના નિર્ણય વિશે માહિતી આપશે.નાણાકીય વર્ષ 2024-25 ની છેલ્લી MPC બેઠકમાં RBI એ રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.5 ટકાથી 6.25 ટકા કર્યો હતો.

આર્થિક નિષ્ણાતો મુજબ રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ 7-9 એપ્રિલના રોજ યોજાનારી ચાલુ નાણાકીય વર્ષની તેની પહેલી બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.આ ઉપરાંત કેટલીક રેટિંગ એજન્સીઓએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલમાં યોજાનારી MPC બેઠકમાં RBI રેપો રેટમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.

-નાણાકીય નીતિ સમિતિ શું છે?
RBI ની નાણાકીય નીતિ સમિતિમાં 6 સભ્યો છે.આમાંથી 3 સભ્યો રિઝર્વ બેંકના હોય છે જ્યારે બાકીના 3 સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.આ 6 સભ્યોની સમિતિને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય નીતિ ઘડવા ઉપરાંત મુખ્ય નીતિગત વ્યાજ દરો નક્કી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.આ બેઠકો સામાન્ય રીતે દર બે મહિને યોજાય છે.

– રેપો રેટ શું છે?

રેપો રેટ એ પોલિસી વ્યાજ દર છે જેના પર ભારતીય બેંકો ભારતીય રિઝર્વ બેંક પાસેથી નાણાં ઉધાર લે છે.જ્યારે RBI આ દર ઘટાડે છે ત્યારે બેંકો ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન પણ આપી શકે છે.આનો અર્થ એ થયો કે લોન લેનારા લોકોએ ઓછું વ્યાજ ચૂકવવું પડશે.જો રેપો રેટ ઘટાડવામાં આવે તો હોમ લોન,કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દર ઘટશે.આ સાથે ઉદ્યોગપતિઓ માટે લોન લેવાનું પણ સરળ બનશે.

– હાલમાં MPC ના સભ્યો

રિઝર્વ બેંકમાં હાલમાં છ સભ્યો છે.આમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રા,સેન્ટ્રલ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. રાજીવ રંજન,રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એમ.રાજેશ્વર રાવ,ડૉ.નાગેશ કુમાર,ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ, ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સ્ટડીઝ,નવી દિલ્હી,સૌગત ભટ્ટાચાર્ય,અર્થશાસ્ત્રી પ્રોફેસર રામ સિંહ, ડિરેક્ટર,દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસ,દિલ્હી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે RBI એ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે MPC બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે.કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે 6 નાણાકીય નીતિ સમિતિ MPC ની બેઠકોનું આયોજન કર્યું છે.તેની પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાશે.અગાઉ નાણાકીય વર્ષ 2024-25 ની છેલ્લી MPC બેઠકમાં RBI એ નીતિગત વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો જે 6.5 ટકાથી વધીને 6.25 ટકા થયો હતો.આરબીઆઈએ લગભગ 5 વર્ષ પછી આ ઘટાડો કર્યો હતો.

સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર

Tags: Monetary CommitteeMonetary Policy CommitteeMPCRBIRBI GOVERNORrepo rateReserve Bank Of IndiaSANJAY MALHOTRASLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
આંતરરાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

“ઓપરેશન સિંદૂર”ની સફળતા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારત સરકાર અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા
ધર્મ

વિશ્વ કલ્યાણ એ ખાસ કરીને આપણા હિન્દુ ધર્મનું દૃઢ કર્તવ્ય છે,તો આપણી ઋષિ પરંપરા પણ રહી : ડો.મોહન ભાગવત

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા
આંતરરાષ્ટ્રીય

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

Latest News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપમાં ભારતીય ટીમની ભાગીદારીને લઈ મોટો નિર્ણય લીધો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી સપ્ટેમ્બરમાં રમાનાર એશિયા કપમાં ભાગ નહી લે : BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાને લઈ BCCI એ હાલ માટે લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ પોતાના નિર્ણયની જાણ કરી

એશિયા કપમાં ભારત,પાકિસ્તાન,શ્રીલંકા,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન વગેરે ટીમો લેતી હોય છે ભાગ

PM નિવાસસ્થાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી

‘ઓપરેશન સિંદૂર’ : જાણો દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓની પ્રતિક્રિયાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદથી ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નો શુભારંભ કરાવ્યો

વર્ષ-2029 સુધીમાં દેશભરમાં નવીન પ્રાથમિક સહકારી મંડળીઓ-ડેરીઓ શરૂ કરાશે : અમિત શાહ

સહકારથી સમૃદ્ધિ-વિકસિત ભારતમાં સહકારની સહકારી મંડળીઓને મજબૂત બનાવીએ : અમિત શાહ

“પ્રાથમિક સહકારી મંડળીઓ મજબૂત બનાવવાથી ગ્રામ્ય,જિલ્લા,રાજ્યનું સહકારી માળખું મજબૂત બનશે”

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.