હેડલાઈન :
- સોમવારના ધબડકા બાદ ભારતીય શેર બજાર મંગળમય ખુલ્યું
- ટ્રમ્પ ટેરિફના ભયમાંથી બહાર આવ્યું શેરબજાર હવે રિકવરી મોડમાં
- સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટીમાં 350 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર
- એશિયન બજારોના વધારાનો પ્રભાવ ભારતીય શેરબજાર પર જોવા મળ્યો
- બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો
મંગળવારે શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર શરૂ થયો અને સેન્સેક્સ-નિફ્ટી બંને ઇન્ડેક્સ વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યા.એશિયન બજારોમાં થયેલા વધારાનો પ્રભાવ ભારતીય શેરબજાર પર પણ જોવા મળ્યો છે.
ટ્રમ્પ ટેરિફના ડરને દૂર કરીને ભારતીય શેરબજાર રિકવરી મોડમાં જોવા મળ્યું.સોમવારે મોટા ઘટાડાનો સામનો કર્યા પછી બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો,જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ 350 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે વેપાર શરૂ કર્યો. દરમિયાન,ટાટા સ્ટીલ,ટાટા મોટર્સથી લઈને અદાણી પોર્ટ્સ સુધીના શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા.
સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત રિકવરી
મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 73,137.90 ની સરખામણીમાં 74,013.73 પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે 74,265.25 ના સ્તરે કૂદી ગયો અને ટ્રેડિંગ જોવા મળ્યું. NSE નિફ્ટીની વાત કરીએ તો, આ ઇન્ડેક્સ 22,446.75 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 22,161.60 થી વધીને 22,577.55 ના સ્તરે પહોંચી ગયો.
– TATA સહિત આ 10 શેરોએ બજારને હચમચાવી નાખ્યું
શેરબજારમાં તેજી વચ્ચે, લાર્જ-કેપ કેટેગરીના 10 શેરોમાં તોફાની વધારો જોવા મળ્યો. તેમાંથી, ટાઇટન (5.01 ટકા ), અદાણી પોર્ટ્સ (3.64 ટકા ), બજાજ ફિનસર્વ (3.05 ટકા ), ટાટા સ્ટીલ (3.02 ટકા), એક્સિસ બેંક (3 ટકા), ટાટા મોટર્સ (3.24 ટકા), SBI (2.79 ટકા ), ઝોમેટો (2.22 ટકા ), ઇન્ડસઇન્ડ બેંક (2.06 ટકા), રિલાયન્સ (1.20 ટકા ) ના શેરોમાં ઉછાળો જોવા મળ્યો.