હેડલાઈન :
- દેશમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 લાગુ થયો
- કેન્દ્ર સરકારે વક્ફ કાયદા અંગે જાહેરનામું બહાર પાડ્યું
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો
- વક્ફ કાયદો 8 એપ્રિલથ 2025 થી અમલમાં આવ્યો
- બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું
- કેન્દ્ર સરકારે કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી
- વક્ફના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 12 અરજીઓ દાખલ થઈ
વકફ સુધારો અધિનિયમ 2025 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં એક સૂચના જારી કરી છે.જે બાદ આ કાયદો 8 એપ્રિલથી અમલમાં આવ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર પછી વકફ કાયદો દેશભરમાં અમલમાં આવ્યો છે.
– બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું
વકફ બોર્ડની મનમાની રોકવા માટે આ બિલ 2 એપ્રિલના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.મોડી રાત સુધી શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમ ચર્ચા ચાલી અને લાંબી ચર્ચા બાદ બિલને નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું.બિલના પક્ષમાં 288 સભ્યોએ મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું.
તો વળી રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા બાદ 3 એપ્રિલે આ બિલ પસાર થયું હતું.ઉપલા ગૃહમાં, બિલના પક્ષમાં128 મત પડ્યા જ્યારે 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો.
– રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બન્યો
5 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બિલ પર હસ્તાક્ષર કર્યા.જે બાદ આ કાયદો ઘડવામાં આવ્યો છે.હવે આ કાયદો આખા દેશમાં લાગુ થઈ ગયો છે.
-કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.વકફ (સુધારા) અધિનિયમ,2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર સરકારને પહેલા સાંભળવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.આ પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે તેનો પક્ષ સાંભળ્યા વિના કાયદા પર કોઈ પ્રતિકૂળ નિર્ણય ન લેવાય.
વકફ કાયદા
– વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 12 અરજીઓ દાખલ
વકફ કાયદાને પડકારતી કુલ 12 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ વક્ફ સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વકફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.