હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી વખત તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે
- PM મોદીએ કાશીમાં રૂ.3884.18 કરોડના 44 પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા
- UPની યોગી સરકારના આઠ વર્ષ પૂર્ણ થયા પછી PM મોદીની આ પહેલી કાશી મુલાકાત
- PM મોદીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને રૂપિયા 106 કરોડની બોનસનું વિતરણ પણ કર્યું
- PM મોદીની વારાણસીના પોલીસ કમિશનર,વિભાગીય કમિશનર ,જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત
- વડાપ્રધાન મોદીએ તાજેતરમાં બનેલી ગુનાહિત દુષ્કર્મની ઘટના વિશે માહિતી મેળવી
- ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા પગલાં ભરવા નિર્દેશ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા સાથે સભાને સંબોધન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 એપ્રીલને શુક્રવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી.આ તેમની 50 મી મુલાકાત છે.તો વળી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકારે સત્તામાં 8 વર્ષ પૂર્ણ કર્યા પછી વારાણસીની આ વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 3884.18 કરોડ રૂપિયાના 44 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.
વારાણસી પહોંચીને એરપોર્ટ પર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના પોલીસ કમિશનર,વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી શહેરમાં તાજેતરમાં બનેલી ગુનાહિત દુષ્કર્મની ઘટના વિશે વિગતવાર માહિતી મેળવી.તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં અમલમાં મૂકવા નિર્દેશ આપ્યો.
સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ઘરેથી ગુમ થયેલી પીડિતા પર 23 યુવાનોએ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.તેઓ છ દિવસ સુધી તેનો શિકાર કરતા રહ્યા.આ દિવસો દરમિયાન સ્થળો અને ચહેરા બદલાતા રહ્યા.યુવતીએ આપેલી માહિતી બાદ પોલીસે અનેક હોટલ અને હુક્કા બાર પર દરોડા પાડ્યા હતા અને નવ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.
તો વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું,”કાલે હનુમાન જન્મોત્સવનો પવિત્ર દિવસ છે.આજે મને સંકટ મોચન મહારાજના કાશીમાં તમને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. હનુમાન જન્મોત્સવ પહેલા, કાશીના લોકો વિકાસની ઉજવણી કરવા માટે એકઠા થયા છે. છેલ્લા 10 વર્ષમાં, બનારસના વિકાસને એક નવી ગતિ મળી છે. કાશીએ આધુનિક સમયમાં નિપુણતા મેળવી છે, વારસાનું જતન કર્યું છે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મજબૂત પગલાં લીધાં છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે સામાજિક ચેતનાના પ્રતીક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ પણ છે. મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ તેમના જીવનભર મહિલાઓના કલ્યાણ,તેમના આત્મવિશ્વાસ અને સામાજિક કલ્યાણ માટે કામ કર્યું.આજે આપણે તેમના વિચારો,તેમના સંકલ્પો અને મહિલા સશક્તિકરણ માટેના તેમના આંદોલનને આગળ વધારી રહ્યા છીએ અને તેને નવી ઉર્જા આપી રહ્યા છીએ.”
વડાપ્રધાન મોદીએ કહ્યું,”મહાત્મા જ્યોતિબા ફૂલે જેવા મહાપુરુષોથી પ્રેરિત થઈને,દેશની સેવા કરવાનો અમારો મંત્ર ‘સબકા સાથ,સબકા વિકાસ’ રહ્યો છે.અમે દેશ માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના વિચાર સાથે કામ કરીએ છીએ.જે લોકો સત્તા મેળવવા માટે દિવસ-રાત રમત રમે છે, તેમનો સિદ્ધાંત ‘પરિવારનો ટેકો, પરિવારનો વિકાસ’ છે.”
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે તમે અમને ત્રીજી વખત આશીર્વાદ આપ્યા ત્યારે અમે પણ સેવકો તરીકેની અમારી ફરજ પ્રેમથી નિભાવી છે.મારી ગેરંટી હતી કે વૃદ્ધોની સારવાર મફત થશે તેનું પરિણામ આયુષ્માન વય વંદના યોજના છે.આ યોજના ફક્ત વૃદ્ધોની સારવાર માટે જ નહીં પરંતુ તેમના સન્માન માટે પણ છે.હવે સારવાર માટે જમીન વેચવાની જરૂર નથી, હવે સારવાર માટે લોન લેવાની જરૂર નથી, હવે સારવાર માટે ઘરે ઘરે ભટકવાની જરૂર નથી.કારણ કે હવે સરકાર આયુષ્માન કાર્ડથી તમારી સારવારનો ખર્ચ ઉઠાવશે.”
વડાપ્રધાન મોદીએ આગણ કહ્યું, કે “આપણે જાણીએ છીએ કે 10-11 વર્ષ પહેલાં સમગ્ર પૂર્વાંચલમાં સારવારને લગતી સમસ્યાઓ શું હતી.આજે પરિસ્થિતિ અલગ છે મારી કાશી હવે આરોગ્યની રાજધાની બની રહી છે.આજે દિલ્હી-મુંબઈની મોટી હોસ્પિટલો તમારા ઘરની નજીક આવી ગઈ છે.આ વિકાસ છે જ્યાં લોકોને સુવિધાઓ મળે છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,”આજે, જે કોઈ કાશી જાય છે તે તેના માળખાગત સુવિધાઓ અને સુવિધાઓની પ્રશંસા કરે છે.દરરોજ લાખો લોકો બનારસ આવે છે બાબા વિશ્વનાથના દર્શન કરે છે,મા ગંગામાં સ્નાન કરે છે.દરેક પ્રવાસી કહે છે કે બનારસ ઘણું બદલાઈ ગયું છે.”