હેડલાઈન :
ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી ઝડપાયુ ડ્રગ્સ
ભારતીય જળ સીમા નજીકથી ફરી ઝડપાયું ડ્રગ્સ
ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી હાથ ધરાઈ વધુ કાર્યવાહી
અંદાજીત રૂ.1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયું
કોસ્ટ ગાર્ડેના જહાજને જોઈને સ્મગ્લરોએ ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું
યુવાઓને નશાની લતે ચઢાવવા ચાલતો નશાનો કારોબાર !
ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, સ્મગલરો ભાગવામાં સફળ, ATSએ જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.ગત 12-13 એપ્રિલના રોજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અને ATSએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ડ્રગ્સનો જથ્થો ATSને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. ગત 12-13 એપ્રિલના રોજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે અને ATSએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ડ્રગ્સનો જથ્થો ATSને સોંપવામાં આવ્યો છે અને ATSએ વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, જપ્ત કરાયેલો ડ્રગ્સનો જથ્થો પોરબંદર ખાતે લાવવામાં આવ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઈન્ડિયા કોસ્ટ ગાર્ડે ગત 12-13 એપ્રિલ 25ની રાત્રે ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન કર્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠે IMBL નજીકથી રૂપિયા 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડેના જહાજને જોઈને સ્મગ્લરોએ ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું હતું અને તેઓ ભાગવામાં સફળ રહ્યા હતાં. જેને દરિયામાંથી રિકવર કરી વધુ તપાસ માટે ATSને સોંપવામાં આવી છે.
ATSએ બાતમીને આધારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે મળીને એક શંકાસ્પદ બોટ ઓળખી કાઢી હતી. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતું હોવાની જાણ થતાં શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો.આ પછી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ બોટનો પીછો કરી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવા માટે અન્ય દરિયાઈ બોટ તહેનાત કરી હતી.
IMBL નજીક હોવાથી સ્મગ્લર ભાગવામાં સફળ રહ્યા હતા અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શંકાસ્પદ બોટને પકડી શક્યું નહોતું. આ પછી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે સ્મગ્લરોએ દરિયામાં ફેંકેલો ડ્રગ્સનો જથ્થો શોધીને જપ્ત કર્યો હતો.મહત્ત્વનું છે કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલો જથ્થો પોરબંદર લાવવામાં આવ્યો છે.
– ગુજરાતના દરિયાકાંઠ સહિત સરહદ પરથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.9,249થી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠાના ગામો થકી જાણકે ડ્રગ્સનું નેટવર્ક ગોઠવાયું છે.તેવું પોલીસનું માનવું છે.ગજરાત સહિત દેશના યુવાઓને નશાના રવાડે ચઢાવવાનું આ એક નેવર્ક ચાલી રહ્યુ હોવાનું પણ માનવામાં આવે છે.
– 25 એપ્રિલ 2022 : રૂ. 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS, ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડના એક સંયુક્ત ઑપરેશન અંતર્ગત 205 કિલોગ્રામ હેરોઇન પોલીસે જપ્ત કર્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ પ્રમાણે આ કેસનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનના કરાચીમાં રહેતો મુસ્તફા નામનો શખ્સ છે.પોલીસ અધિરકારી અનુસાર આ હેરોઇન દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડ્યા બાદ ઉત્તર ભારત તરફ મોકલવાનું હતું. ATSના અધિકારી ભાવેશ રોજિયાની બાતમીને આધારે કોસ્ટ ગાર્ડની મદદથી આ ઑપરેશન પાર પાડ્યું હતું,જે બૉટમાં હેરોઇન હતું તે બૉટ પર પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. હાલ આ પકડાયેલા નવ લોકો પોલીસ કસ્ટડીમાં છે.
– 23 એપ્રિલ 2022 : વડોદરામાંથી રૂ.7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ SOG એ હિમાંશુ પ્રજાપતિ અને વીરલ પ્રજાપતિ નામના બે લોકોને સાત લાખના એમડી ડ્રગ સાથે પકડી પાડ્યા હતા.આ કેસમાં હાલોલમાં રહેતી મોહમ્મદ યુસૂફ મકરાણી નામની વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. પોલીસ પ્રમાણે આ લોકો MD ડ્રગનો નેટવર્ક વડોદરા શહેરમાં ચલાવતા હતા.હાલમાં પોલીસે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
– 21 એપ્રિલ 2022 : કંડલા પૉર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATS અને ડાઇરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે DRI દ્વારા આ સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે આપેલી માહિતી પ્રમાણે DRI એ સીઝ કરેલા શંકાસ્પદ કન્ટેનરમાંથી એક કન્ટેનરમાં આશરે 250 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ હેરોઇનની ઇન્ટરનેશનલ માર્કેટમાં આશરે 2500 કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી હતી.આ કન્ટેનર કંડલા પૉર્ટ પર સીઝ કરવામાં આવ્યાં હતાં ત્યારબાદ પોલીસની બાતમીને આધારે ડોગ સ્કવૉડની મદદથી કન્ટેનરને ચેક કરવામાં આવ્યાં હતાં.પોલીસ પ્રમાણે આ કન્ટેનરમાં ચિરોડી એ એક પ્રકારનો પથ્થર છે તેવું પોલીસને કહેવામાં આવ્યું હતું,પરંતુ તે ચિરોડીની આડમાં રૂ.2500 કરોડનું હેરોઇન ગુજરાતના દરિયાઈ માર્ગ થકી દેશના બીજા ભાગોમાં પહોંચાડવામાં આવતું.
– 3 માર્ચ 2022 : અમદાવાદ ઍરપૉર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
માત્ર દરિયાઈ માર્ગ જ નહીં પરંતુ ગુજરાતના ઍરપૉર્ટ પર પણ ડ્રગની હેરાફેરી સામે આવી છે. માર્ચ મહિનામાં DRI એ કેન્યાના બે નાગરિકોને પકડીને તેમની પાસેથી આશરે 60 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું. આ બન્ને લોકો અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમના ઓથ હેઠળ આવ્યા હતા.તેમની ખાલી બૅગ જ્યારે વજનદાર લાગી ત્યારે DRI ના અધિકારીને શંકા ગઈ અને વધુ તપાસ કરતા આ બૅગની અંદર છૂપાં ખાનાં બનાવેલાં છે તેવી ખબર પડી હતી. તે ખાનાંમાં હેરોઇન મળી આવતા આ બે નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.
– 13 ફેબ્રુઆરી 2022 : અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતના દરિયાઈ માર્ગે 750 કિલો ડ્રગની હેરાફેરી કરતી એક શિપને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઇન્ડિયન નેવીના એક સંયુક્ત ઑપરેશન અંતર્ગત સીઝ કરવામાં આવી હતી.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું આ પ્રકારનું પહેલું ઑપરેશન હતું, જેમાં અધિકારીઓએ મધદરિયે આ પ્રકારે ડ્રગ સીઝ કર્યું હોય.આ ડ્રગની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયા 2000 કરોડની આંકવામાં આવી હતી.
– 15 નવેમ્બર 2021 : મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
આશરે 120 કિલો હેરોઇન જેની ગ્લોબલ માર્કેટમાં રૂ.600 કરોડની કિંમત આંકવામાં આવે છે તે ડ્રગ ગુજરાત ATS ટીમે મોરબીના ઝીંઝુડા ગામના એક અન્ડર કન્સ્ટ્રકશન મકાનમાંથી જપ્ત કર્યું હતું.પોલીસ અનુસાર આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ ડીલર ઝાહીદ બલોચ નામની એક વ્યક્તિ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું.ગુજરાતમાં તેમની સાથે કામ કરનારા લોકોમાં મુક્તાર હુસૈન અને સમસુદ્દીન સૈયદનાં નામ બહાર આવ્યાં હતાં.આ ડ્રગ નવેમ્બર 2021માં જપ્ત કરવામાં આવ્યો હતો પરંતુ તેનું કન્સાઇન્મેન્ટ આ બન્ને લોકોને ઑક્ટોબર મહિનામાં મધદરિયેથી મળી ચૂક્યું હતું.આ ડ્રગના પૅકેટ્સને તેમણે દેવભૂમિ દ્વારકાના સલાયા ગામમાં સંતાડીને રાખ્યાં હતાં.પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી અને ઝાહીદ બલોચને ભાગેડુ જાહેર કરેલો.
– 10 નવેમ્બર 2021 : દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
ચોક્કસ બાતમીને આધારે ગુજરાત પોલીસે સજ્જાદ ઘોષી નામની એક વ્યક્તિની મુંબઈના થાણે વિસ્તારથી ધરપકડ કરી હતી.તેમની પાસેથી એક પૅકેટ મળ્યું હતું જેમાં આશરે 11.4 કિલો હેરોઇન હતું. સજ્જાદની પૂછપરછ કર્યા બાદ વધુ માહિતી મળતા પોલીસે સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા નામના બે લોકોની દેવભૂમિ દ્વારકા પાસેના સલાયા ગામથી ધરપકડ કરી હતી અને તેમનાથી 46 પૅકેટમાં પૅક કરેલું હેરોઇન મળી આવ્યું હતું. આ હેરોઇનની કિંમત ગ્લોબલ માર્કેટમાં આશરે રૂ.300 કરોડની આંકવામાં આવી હતી.હાલમાં આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે.
– 10 નવેમ્બર 2021 : સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા 5.85 લાખનું એમડી ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે રાજસ્થાન અને ગુજરાતના એક-એક શખ્સની ધરપકડ કરી હતી.આ કેસમાં સુરતમાં જ રહેતી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમડી ડ્રગ સુરત શહેરના અલગઅલગ વિસ્તારોમાં વેચવામાં આવતું હતું.
– 16 સપ્ટેમ્બર 2021 : કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
કચ્છના પૉર્ટ પાસેથી 2988 કિલો હેરોઇન જપ્ત થતા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. DRI એ આ ડ્રગ બે કન્ટેનરમાંથી જપ્ત કર્યું હતું.પોલીસથી મળતી મહિતી પ્રમાણે આ ડ્રગ ગુજરાતના દરિયાઈ માર્ગેથી દિલ્હી સુધી પહોંચાડવાનું હતું અને ત્યાર બાદ તેને દુનિયાના અલગ-અલગ દેશોમાં પહોંચાડવાનું હતું.
ગુજરાત પોલીસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG એ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી 710 કિલો દારૂ જપ્ત કર્યો છે.નવીનતમ સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદ વિરોધી ટુકડી ATS અને ICG પેટ્રોલિંગ જહાજ સજગના ક્રૂ સાથે જોડાયા અને 28 એપ્રિલના રોજ ગેરકાયદે ડ્રગ્સ વહન કરતી શંકાસ્પદ બોટને અટકાવી હતી.
– આ સિવાય અન્ય શહેરોમાંથી ડ્રગ પકડાયું :
- 24 ઑક્ટોબર 2021 : અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 12 ઑક્ટોબર 2021 : બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
- 10 ઑક્ટોબર 2021 : સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
- 27 સપ્ટેબર 2021 : બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
- 24 સપ્ટેબર 2021 : સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
- 23 સપ્ટેબર 2021 : પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
-ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું હતું
આ સમગ્ર મામલે ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં અસરકારક પોલીસિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં રૂ.9,600 કરોડની કિંમતના 87,000 કિલોથી વધુ માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે જેના પરિણામે 2,600 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની પહેલ,નાર્કોટિક્સ સામેના અભિયાન પર એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.ગુજરાતને “દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય” ગણાવતા તેમણે કહ્યું,”આ એટલા માટે છે કારણ કે આપણે અન્ય રાજ્યોની જેમ ડ્રગ્સ જપ્ત કરીએ છીએ.એ સાચું છે કે ડ્રગ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે.ડ્રગના કન્સાઇન્મેન્ટની ધરપકડ તેનો અર્થ એ નથી કે ડ્રગનું વ્યસન વધ્યું છે,”
– નેટવર્ક થી નેટવર્ક :
પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ઘણા માછીમારો મધદરિયે માછીમારી માટે જાય છે.ગુજરાતમાં હાલમાં 3000 ફિશિંગ બૉટ્સ રજિસ્ટર્ડ છે અને તે બૉટ્સ મધદરિયે ફિશિંગ કરવા જાય છે.આ બૉટ્સમાંથી અમુક બૉટ આ નેટવર્કનો ભાગ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.પાકિસ્તાન બાજુથી કોઈ બોટ આ બાજુના પોતાના સહયોગીને બૉટમાં કન્સાઇન્મેન્ટ પહોંચાડે છે અને તે ડ્રગનું કન્સાઇન્મેન્ટ કિનારા પર લાવવામાં આવે છે. ત્યાં તેને કોઈ ગામમાં સંતાડીને રાખવામાં આવે છે અને જ્યાં સુધી ઉત્તર ભારતથી કોઈ વ્યક્તિ તે કન્સાઇન્મેન્ટ લેવા ન આવે ત્યાં સુધી તે પૅકેટ સંતાડી રાખવામાં આવે છે.જેમ કે બી.એસ.એફ ના જવાનો અને સમગ્ર ગુજરાત પોલીસની મદદથી છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ 9,679.96 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા માર્ગો થકી અને ખાસ કરીને દરિયાઈ માર્ગો દ્વારા ઘણીવાર ડ્રગ્સ પકડાયું છે.