હેડલાઈન :
PM મોદીએ હરિયાણા ખાતે વિવિધ પ્રોજેક્ટનના શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા
PM મોદીએ ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર
ડૉ.આંબેડકર બંધારણના રક્ષક હતા, કોંગ્રેસ બંધારણની ભક્ષક બની : PM મોદી
સહાનુભૂતિ હોય તો કોંગ્રેસ કોઈ મુસ્લિમને પાર્ટી અધ્યક્ષ બનાવે : PM મોદી
કોંગ્રેસે દેશમાં SC, ST અને OBC ને બીજા વર્ગના નાગરિકો તરીકે ગણ્યા : PM મોદી
કોંગ્રેસે આપણા પવિત્ર બંધારણને સત્તા મેળવવા માટે હથિયારમાં ફેરવી દીધું : PM મોદી
કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિથી મુસ્લિમ સમુદાયને ફાયદો નહીં નુકસાન થયુ : PM મોદી
વકફ મિલકતોનો લાભ જરૂરિયાતમં દોને અપાયો હોત તો તેમને ફાયદો થાત : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે હિસાર અને યમુનાગર ખાતે વિવિધ પ્રોજેક્ટનની શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી સભા સંબોધી હતી.જેમાં હિસાર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી અને હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો.
https://twitter.com/AHindinews/status/1911645690595319969
અહીં સભા સંબોધતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,કે “હિસાર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે.જ્યારે ભાજપે મને હરિયાણાની જવાબદારી સોંપી ત્યારે મેં અહીં ઘણા સાથીદારો સાથે લાંબા સમય સુધી કામ કર્યું. આ બધા સાથીઓની મહેનતથી હરિયાણામાં ભાજપનો પાયો મજબૂત થયો છે.આજે મને ગર્વ છે કે ભાજપ વિકસિત હરિયાણા અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સંપૂર્ણ ગંભીરતાથી કામ કરી રહ્યું છે.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "…आज संविधान निर्माता बाबा साहेब डॉ. भीमराव अंबेडकर जी की जयंती है। उनका जीवन, उनका संघर्ष, उनका जीवन संदेश, हमारी सरकार की 11 साल की यात्रा का प्रेरणा-स्तंभ बना है। हर दिन, हर फैसला, हर नीति, बाबा साहेब अंबेडकर को… pic.twitter.com/qMK7Roc4CO
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે.તેમનું જીવન,તેમનો સંઘર્ષ,તેમનો જીવન સંદેશ આપણી સરકારની 11 વર્ષની સફર માટે પ્રેરણારૂપ બન્યો છે.દરેક દિવસ,દરેક નિર્ણય,દરેક નીતિ બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે.અમારો ઉદ્દેશ્ય વંચિત,પીડિત,શોષિત, ગરીબ,આદિવાસી,મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાનો અને તેમના સપનાઓને પૂર્ણ કરવાનો છે.આ માટે સતત વિકાસ,ઝડપી વિકાસ એ ભાજપ સરકારનો મંત્ર છે.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "इसी मंत्र पर चलते हुए आज हरियाणा से अयोध्या धाम के लिए फ्लाइट शुरु हुई है। यानि अब श्री कृष्ण जी की पावन भूमि हरियाणा प्रभु राम की नगरी से सीधे जुड़ गई है… बहुत जल्द ही यहां से दूसरे शहरों के लिए भी उड़ाने शुरु होंगी। आज… pic.twitter.com/CW8d6jdYfb
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ મંત્રને અનુસરીને આજે હરિયાણાથી અયોધ્યા ધામ સુધી ફ્લાઇટ્સ શરૂ થઈ છે. આનો અર્થ એ થયો કે હવે શ્રી કૃષ્ણજીની પવિત્ર ભૂમિ હરિયાણા,ભગવાન રામના શહેર સાથે સીધી રીતે જોડાયેલી છે.ખૂબ જ ટૂંક સમયમાં અહીંથી અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ થશે.આજે હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.હરિયાણાની આકાંક્ષાઓને નવી ઊંચાઈ પર લઈ જવા માટેની ફ્લાઇટની આ શરૂઆત છે.”વડાપ્રધાન મોદીએ કહ્યું, “મારું તમને વચન હતું કે ચંપલ પહેરનારાઓ પણ વિમાનમાં ઉડશે અને અમે આ વચન આખા દેશમાં પૂર્ણ થતું જોઈ રહ્યા છીએ.”
https://twitter.com/AHindinews/status/1911654528245448865
કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા PM મોદીએ કહ્યું,”આપણે કોંગ્રેસે બાબા સાહેબ સાથે શું કર્યું તે ભૂલવું ન જોઈએ.કોંગ્રેસે તેમને જીવતા હતા ત્યારે અપમાનિત કર્યા.તેમણે તેમને બે વાર ચૂંટણી હારી દીધા.કોંગ્રેસે તેમની યાદશક્તિ ભૂંસી નાખવાનો પણ પ્રયાસ કર્યો.કોંગ્રેસ બાબા સાહેબના વિચારોને કાયમ માટે નષ્ટ કરવા માંગતી હતી.ડૉ.આંબેડકર બંધારણના રક્ષક હતા પરંતુ કોંગ્રેસ બંધારણનો ભક્ષક બની ગઈ છે.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "… कांग्रेस ने देश में SC, ST और OBC को दूसरे दर्जे का नागरिक माना। जबकि कांग्रेस के नेता स्विमिंग पूल जैसी सुख-सुविधाओं का आनंद लेते थे, गांवों में हर 100 घरों में से केवल 16 घरों में ही पाइप से पानी की सुविधा थी और सबसे… pic.twitter.com/U5FNpUBdnQ
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “કોંગ્રેસે દેશમાં SC, ST અને OBC ને બીજા વર્ગના નાગરિકો તરીકે ગણ્યા.જ્યારે કોંગ્રેસના નેતાઓ સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓનો આનંદ માણતા હતા ત્યારે ગામડાઓમાં 100 માંથી ફક્ત 16 ઘરોમાં જ પાઇપ લાઇન દ્વારા પાણીની સુવિધા હતી અને સૌથી વધુ અસરગ્રસ્ત SC, ST અને OBC હતા.આજે જે લોકો શેરી-શેરી ભાષણો આપી રહ્યા છે તેઓએ ઓછામાં ઓછું આપણા SC, ST અને OBC ભાઈઓના ઘરોમાં પાણી પહોંચાડવું જોઈતું હતું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “અમારી સરકારે 6-7 વર્ષમાં 12 કરોડથી વધુ ગ્રામીણ ઘરોને નળ કનેક્શન પૂરા પાડ્યા છે.આજે ગામડાઓમાં 80 ટકા ઘરોમાં નળનું પાણી છે.બાબા સાહેબના આશીર્વાદથી અમે દરેક ઘરને નળનું પાણી પૂરું પાડીશું.શૌચાલયના અભાવે SC,ST,OBC સમુદાયો સૌથી ખરાબ સ્થિતિમાં હતા.અમારી સરકારે 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને વંચિતોને ગૌરવપૂર્ણ જીવન પૂરું પાડ્યું છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “કોંગ્રેસે આપણા પવિત્ર બંધારણને સત્તા મેળવવા માટે હથિયારમાં ફેરવી દીધું છે.જ્યારે પણ કોંગ્રેસને સત્તાના સંકટનો સામનો કરવો પડ્યો ત્યારે તેમણે બંધારણને કચડી નાખ્યું.કોંગ્રેસે કટોકટી દરમિયાન બંધારણની ભાવનાને કચડી નાખી, જેથી તે કોઈક રીતે સત્તા જાળવી શકે.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "… कांग्रेस ने बाबा साहेब अंबेडकर ने जो सपना देखा था, सामाजिक न्याय के लिए संविधान में जो व्यवस्था की थी… उसको भी छुरा घोंपकर उस संविधान के प्रावधान को तुष्टिकरण का माध्यम बना दिया… कर्नाटक सरकार ने एससी, एसटी और… pic.twitter.com/E5omqnCUBp
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
PM મોદીએ કહ્યું, “કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરના સ્વપ્ન,બંધારણમાં કરવામાં આવેલી સામાજિક ન્યાયની જોગવાઈ પર છરો ભોંક્યો છે.અને તે બંધારણની જોગવાઈઓને તુષ્ટિકરણના સાધનમાં ફેરવી દીધી છે.કર્ણાટક સરકારે SC, ST અને OBC ના અધિકારો છીનવી લીધા છે અને ધર્મના આધારે અનામત આપી છે.પરંતુ બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "कांग्रेस की तुष्टीकरण की राजनीति ने मुस्लिम समुदाय को कोई फायदा नहीं पहुंचाया, बल्कि उन्हें नुकसान ही पहुंचाया। कांग्रेस ने सिर्फ कुछ कट्टरपंथियों को खुश करने का विकल्प चुना। बाकी समाज बेहाल रहा, अशिक्षित रहा, गरीब रहा।… pic.twitter.com/WQLFsJ7Rli
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિથી મુસ્લિમ સમુદાયને ફાયદો થયો નહીં,પરંતુ તેમને નુકસાન થયું. કોંગ્રેસે ફક્ત થોડા કટ્ટરપંથીઓને ખુશ કરવાનું પસંદ કર્યું. બાકીનો સમાજ દુઃખી, અશિક્ષિત, ગરીબ રહ્યો. કોંગ્રેસની આ દુષ્ટ નીતિનો સૌથી મોટો પુરાવો વકફ કાયદો છે.”
#WATCH हिसार, हरियाणा: प्रधानमंत्री मोदी ने कहा, "…वक्फ के नाम पर लाखों हेक्टेयर जमीन है। अगर वक्फ संपत्तियों का लाभ जरूरतमंदों को दिया जाता तो उन्हें फायदा होता। लेकिन इन संपत्तियों का फायदा भू-माफियाओं को मिला…इस संशोधित वक्फ कानून से गरीबों की लूट बंद होगी। अब नए वक्फ… pic.twitter.com/JxY7z8JRy6
— ANI_HindiNews (@AHindinews) April 14, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું, “વકફના નામે લાખો હેક્ટર જમીન છે.જો વકફ મિલકતોનો લાભ જરૂરિયાતમંદોને આપવામાં આવ્યો હોત તો તેમને ફાયદો થયો હોત.પરંતુ આ મિલકતોનો લાભ જમીન માફિયાઓને મળ્યો.આ સુધારેલા વકફ કાયદાથી ગરીબોની લૂંટ બંધ થશે.હવે નવા વકફ કાયદા હેઠળ આ વકફ બોર્ડ ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ આદિવાસીની જમીનને સ્પર્શી શકશે નહીં.નવી જોગવાઈઓ વકફની પવિત્ર ભાવનાનું સન્માન કરશે.મુસ્લિમ સમાજના ગરીબ અને પાસમંદા પરિવારો,મહિલાઓ,ખાસ કરીને મુસ્લિમ વિધવાઓ,બાળકોને તેમના અધિકારો મળશે અને તેમના અધિકારોનું પણ રક્ષણ થશે. આ વાસ્તવિક સામાજિક ન્યાય છે.”
તુષ્ટીકરણની નીતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.વડાપ્રધાન મોદીએ, જણાવ્યું હતું કે,કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને કેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ નથી બનાવતી.લોકસભામાં 50 ટકા ટિકિટ મુસ્લિમને કેમ નથી આપતી.તેમને આવુ કરવું નથી.કોંગ્રેસની નિયત કોઈનુ ભલુ કરવાની નહીં.પરંતુ કોંગ્રેસના તુષ્ટીકરણે રાજનીતિમાં મુસ્લિમોને ફાયદો કરવાને બદલે નુકસાન જ કર્યું છે.
હરિયાણાના
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો હેતુ ક્યારેય કોઈનું ભલું કરવાનો નહોતો. મુસ્લિમોનું કોઈ ભલું કરવાનો પણ કોંગ્રેસનો કોઈ ઈરાદો નહોતો. આ કોંગ્રેસનું સાચું સત્ય છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિથી મુસ્લિમ સમુદાયને ફાયદો તો સહેજ પણ થયો નથી, પરંતુ તેમને વધુ નુકસાન થયું છે. કોંગ્રેસે ફક્ત થોડા કટ્ટરપંથીઓને ખુશ કરવાનું પસંદ કર્યું. મુસ્લિમ સમાજનો બાકીનો ભાગ દુ:ખી, અશિક્ષિત અને ગરીબ જ રહ્યો છે.