હેડલાઈન :
- બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપરાંત હિન્દુ સંસ્કૃતિ પર હુમલો
- સરકારનો હિન્દુ સંસ્કૃતિ સાથે સંબંધિત નામો બદલવા નિર્ણય
- યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત સરઘસનું નામ બદલવાનો નિર્ણય
- બાંગ્લાદેશમાં શોભાયાત્રાનું નામ અને સામગ્રી હિન્દુ સંસ્કૃતિ જેવી
- 2016માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો
- રાજકીય પક્ષો-ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠનો પરિવર્તનની માંગ હતી
બાંગ્લાદેશે બંગાળી નવા વર્ષ માટે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત સરઘસનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.ઘણા રાજકીય પક્ષો અને ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠનો પહેલાથી જ આ પરિવર્તનની માંગ કરી રહ્યા હતા કારણ કે શોભાયાત્રાનું નામ અને સામગ્રી હિન્દુ સંસ્કૃતિ જેવી જ છે.બાંગ્લાદેશમાં 14 એપ્રિલના રોજ બંગાળી નવું વર્ષ 1432 ઉજવ્યુ.તેને ‘પોહેલા વૈશાખ’ તરીકે ઓળખવામાં આવતુ.બંગાળી નવા વર્ષની શોભાયાત્રા,’મંગલા શોભા યાત્રા’નું નામ બદલીને ‘બરશવરણ આનંદ શોભા યાત્રા’ રાખવામાં આવ્યું છે.
– 2016માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો
તેને 2016માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યો હતો,અને તેને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં પણ વર્ગીકૃત કરવામાં આવ્યો છે.મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર આ ફેરફારોને ‘નવા બાંગ્લાદેશ’ની ‘સમાવેશકતા’ નીતિના ભાગ રૂપે વર્ણવી રહી છે.જ્યારે હિન્દુ સમુદાય માને છે કે સરકાર સંપૂર્ણપણે મુસ્લિમ કટ્ટરપંથીઓના હાથની કઠપૂતળી બની રહી છે.
– કટ્ટરવાદ તરફ આગળ વધી રહ્યું છે બાંગ્લાદેશ
ચર્મોનાઈના પીર મુફ્તી સૈયદ મુહમ્મદ ફૈજુલ કરીમે કહ્યું છે કે ‘મંગલ’ શબ્દ પણ હિન્દુત્વના પ્રતીકો,ખ્યાલો અને અર્થોમાં સામેલ છે અને તેને દૂર કરવું જોઈએ.હકીકતમાં આ કટ્ટરપંથીઓનું હવે બાંગ્લાદેશમાં નવી સરકાર પર નિયંત્રણ છે અને સરકાર પણ તેમની માંગણીઓ સ્વીકારે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે આક્રોશ વધ્યા બાદ ઓગસ્ટ 2024માં સરકાર પડી ભાંગી.હસીનાને દેશ છોડવો પડ્યો. હિંસક ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા.હસીનાની હકાલપટ્ટી પછી, દેશમાં હાલમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર છે. હાલમાં ભારત સાથેના સંબંધો તણાવપૂર્ણ છે.