sહેડલાઈન :
- મંગળવારે ભારતીય શેર બજારમાં પ્રારંભીક મંગળમય તેજી
- શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 1,500 પોઈન્ટ વધ્યો
- નિફ્ટી 470 પોઈન્ટ અથવા 2.06 ટકા વધીને 23,298.75 પર પહોંચ્યો
- મંગળવારે બેંક નિફ્ટીમાં 1100 પોઈન્ટથી વધુનો પ્રારંભમાં ઉછાળો આવ્યો
- RBIના રેપો રેટમાં ઘટાડો- ટ્રમ્પના ઇલેક્ટ્રોનિક્સ પર ટેરિફમાં રાહત બાદ તેજી
- એશિયન બજારથી લઈને ભારતીય શેર બજાર સુધી દરેક વસ્તુએ બૂસ્ટર ડોઝ
ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટમાં ઘટાડાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ પરના ટેરિફમાં રાહત આપવાનાઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સુધી એશિયન બજારથી લઈને ભારતીય બજાર સુધી દરેક વસ્તુએ બૂસ્ટર ડોઝ તરીકે કામ કર્યું છે.એક તરફ વોલ સ્ટ્રીટથી લઈને જાપાન સુધીના એશિયન બજારોમાં તેજી જોવા મળી તો બીજી તરફ ભારતીય શેરબજાર પણ મંગળવારે પ્રારંભીક ઉંચી ઉડાન ભરતું જોવા મળ્યું અને માત્ર 10 સેકન્ડમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો વરસાદ થયો.
– બેંક નિફ્ટીમાં 1100 પોઈન્ટથી વધુનો ઉછાળો
મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 1,500 પોઈન્ટ અથવા 2 ટકા વધ્યો.સવારે 9.27 વાગ્યે, સેન્સેક્સ 1576.45 પોઈન્ટ અથવા 2.10 ટકા વધીને 76,733.71 પર પહોંચ્યો.જ્યારે નિફ્ટી 470 પોઈન્ટ અથવા 2.06 ટકા વધીને 23,298.75 પર પહોંચ્યો.બેંક નિફ્ટીમાં 1100 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે.જે શેરોમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી તેમાં ટાટા મોટર્સ,એચડીએફસી,ભારતી એરટેલ,એલ એન્ડ ટી, એમ એન્ડ એમનો સમાવેશ થાય છે આ બધા નિફ્ટીના ટોચના લાભકર્તા છે.
– એશિયન શેર બજારમાં તેજી
મંગળવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સને ટેરિફના દાયરાની બહાર રાખવાનો નિર્ણય લીધા બાદ ટેકનોલોજી શેરોમાં ઉછાળો આવ્યો અને વોલ સ્ટ્રીટમાં ભારે ઉથલપાથલ જોવા મળી.ટ્રમ્પના કેટલાક ઓટોમેકર્સને મદદ કરવાના નિવેદન પછી,ઓટો સેક્ટરના શેરોમાં પણ વધારો જોવા મળ્યો અને રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું.અમેરિકન સરકારે ચીનથી મોટી માત્રામાં આયાત કરાયેલા સ્માર્ટફોન,કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને ટેરિફના દાયરામાં મુકિત આપી છે.જાપાનનો નિક્કી 225 પોઈન્ટ અથવા 1.15 ટકા વધ્યો જ્યારે ટોપિક ઇન્ડેક્સ 1.16 ટકા વધ્યો.ઓટો શેરોમાં સૌથી વધુ તેજી રહી.સુઝુકી મોટરના શેર 5.28 ટકા વધ્યા જ્યારે મઝદા મોટરના શેર 5.08 ટકા, હોન્ડા મોટરના શેર 5.50 ટકા અને ટોયોટા મોટરના શેર 4.48 ટકા વધ્યા હતા.
– વધારા પાછળનું કારણ
આ વધારા પાછળનું કારણ વૈશ્વિક બજારનો સકારાત્મક વલણ અને અમેરિકાની ટેરિફ નીતિમાં મોટો ફેરફાર છે. યુએસ સરકારે સ્માર્ટફોન અને કમ્પ્યુટર જેવી કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપી છે.આનાથી વૈશ્વિક વેપાર યુદ્ધનું દબાણ ઓછું થયું અને તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી.