હેડલાઈન :
- ત્રણેક દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ગરમીનો કહેર
- રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જાણે અગનભઠ્ઠીમાં શેકાયા
- લોકો અંગ દઝાડતી ગરમીના પ્રકોપથી આકુળ વ્યાકુળ થયા
- અસહ્ય ગરમી વચ્ચે રાજ્ય હવામાન વિભાગની મોટી આગાહી
- હજુ પણ ચાર દિવસમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રીનો વધાશે
- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે પવન ફૂંકાવાની આગાહી
- અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે પવનનું જોર વધવાના એંધાણ
થોડા વિરામ બાદ ફરી ગુજરાતમાં ગરમીનો કહેર શરૂ થયો છે.અને હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોનાં આગ ઝરતી ગરમીનો સોમનો લોકો કરી રહ્યા છે.
– હવામાન વિભાગ શું કહે છે
હવામાન વિભાગ અનુસાર ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર ગરમીનો કહેર જોવા મળે છે.ગુજરાતમાં ફરી એકવાર અગનભઠ્ઠીમાં જાણે કે શેકાઈ રહ્યું છે.આગામી ચાર દિવસ ગરમીનું ટોર્ચર થવાની છે.આગામી ચાર દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.મધ્ય ગુજરાત અને કચ્છમાં હીટવેવની આગાહી છે.સૌરાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી શકે છે.
– રાજ્યમા ફરી હીટવેવ ?
અમદાવાદ અને ગાંધીનગરમાં આકરી ગરમી પડી રહી છે.અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સના સાયક્લોનિક સરક્યુલેશન અને ટ્રફની સક્રિયતા ઘટતા ગરમીની અસર શરૂ થશે.
તો વળી સૌરાષ્ટ્રના અલગ- અલગ જિલ્લાઓમાં હાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ રાજકોટ સૌથી વધુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહ્યું છે.એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે.ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વધ્યું છે.રવિવારે રાજ્યમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી નોંધાઈ છે.રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.
– ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે પવનનું જોર વધુ રહેવાના એંધાણ છે. અંબાલાલનો દાવો છે કે ચોમાસા પહેલા રાજ્યમાં ભારે પવન ફૂંકાઇ શકે છે.અંબાલાલની આગાહી છે કે એપ્રિલમાં એક બાદ એક 30થી 50 કિલોમીટરની ઝડપે પવનના તોફાન આવશે.જેના પગલે કાચા પતરાવાળા મકાનોને નુકસાન થઇ શકે છે.એટલું જ નહીં, મે અને જૂન મહિનામાં પણ ભારે પવન મુશ્કેલી સર્જી શકે છે.
હવામાનમાં પલટા વચ્ચે દરિયામાં પણ ચક્રવાતની આગાહી અંબાલાલે કરી છે.15 જૂન પહેલા દરિયામાં તોફાન, વંટોળ સર્જાવાની શક્યતા છે તો અરબી સમુદ્રના ચક્રવાતની હવામાન પર અસર થઇ શકે સાથે જ મે મહિનામાં પણ બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે.