હેડલાઈન :
- બેંક કૌભાંડી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી
- EDએ મેહુલ ચોક્સીની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી
- કૌભાંડી મેહુલ ચોક્સીની મિલકતો કુલ 10 દેશોમાં ફેલાયેલી
- EDએ અત્યાર સુધીમાં 1,968 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી
- ED ની મેહુલ ચોકસીની વિદેશ સ્થિત મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા
- ED એ સરકારોને મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવા માટે પત્ર લખ્યો
- CBI એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણની કાર્યવાહી હાથ ધરી
દેશની જાહેર ક્ષેત્રની બેંકો સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી,પરંતુ પ્રશ્ન એ છે કે શું તેની પાસેથી13,860 કરોડ રૂપિયા વસૂલ કરી શકાય છે.આખરે બેંકો પાસેથી આટલી મોટી રકમ પડાવી લીધા પછી મેહુલે આ પૈસાનું શું કર્યું અને શું આજે તેની પાસે એટલી મિલકત છે કે બેંકો તેમના નુકસાનની ભરપાઈ કરી શકે? જો આ બધા પ્રશ્નો તમારા મનમાં ફરતા હોય તો સમજી લો કે મેહુલ પાસે આ રકમ કરતાં ઘણી વધુ સંપત્તિ હોઈ શકે છે.કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ વિશ્વના 10 દેશોમાં ફેલાયેલી મેહુલની મિલકતો જપ્ત કરવાનું કામ શરૂ કરી દીધું છે.
– મેહુલ ચોકસીની સંપત્તિ :
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ મેહુલ ચોકસીની વિદેશમાં સ્થિત મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.આ માટે EDએ 10 દેશોની સરકારોને આ મિલકતોનો કબજો લેવા માટે પત્ર લખ્યો છે.ED એ સરકારોને મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવા માટે પત્ર લખ્યો છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ દેશોની સરકારોને પત્ર લખીને મેહુલની મિલકતો જપ્ત કરવાની અપીલ કરી છે.એક અહેવાલ મુજબ ભારત સરકાર મેહુલના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સાથે વાતચીત કરી રહી છે.દરમિયાન EDએ તેમની મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.જોકે આ કાર્ય એટલું સરળ નથી કારણ કે આ મિલકતોનો કબજો મેળવવા માટે ED ને દરેક દેશની સરકાર પાસેથી યોગ્ય પરવાનગી લેવી પડશે.આ મિલકતો વેચીને ED પીડિતોને પૈસા પરત કરવાનો પ્રયાસ કરી રહી છે.
– કયા દેશોમાં મિલકત ?
ચોક્સીને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી બેલ્જિયમની જેલમાં રાખવામાં આવશે.મની લોન્ડરિંગ તપાસ એજન્સી ED ચોક્સીની મિલકતો જપ્ત કરી રહી છે જેથી તેને વેચીને તે બેંક કૌભાંડના પીડિતોને પૈસા પરત કરી શકે.બીજી તરફ CBI તેના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
- હોંગકોંગ
- સિંગાપુર
- થાઇલેન્ડ
- અમેરિકા
- બેલ્જિયમ
- ચીન
- ઇટાલી
- જાપાન
- બ્રિટન
- યુએઈ
ED એ છેલ્લા કેટલાક મહિનામાં હોંગકોંગ,સિંગાપોર,થાઇલેન્ડ,યુએસ,બેલ્જિયમ,ચીન,ઇટાલી,જાપાન,યુકે અને યુએઈને 15 થી વધુ અપીલ મોકલી છે.આમાં ચોક્સી અને તેના ગીતાંજલિ ગ્રુપ સાથે સંબંધિત કંપનીઓ,મિલકતો, બેંક ખાતાઓ અને અન્ય માહિતી માંગવામાં આવી છે.થાઇલેન્ડ,અમેરિકા,જાપાન અને અમીરાતને મોકલવામાં આવેલા પત્રોમાં ભારતીય અધિકારીઓએ ચોક્સીની 85 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાના કામચલાઉ આદેશોને લાગુ કરવા પણ અપીલ કરી છે.
– અત્યાર સુધીમાં કેટલી રકમ રિકવર થઈ ?
EDએ અત્યાર સુધીમાં મેહુલ પાસેથી છેતરપિંડીનો ભોગ બનેલા લોકો માટે 2,566 કરોડ રૂપિયાના રિકવરી ઓર્ડર મેળવ્યા છે અને આ કેસમાં લગભગ 1,968 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરવામાં આવી છે.આમાં વિવિધ રાજ્યોમાં રૂ.1600 કરોડથી વધુની કિંમતની 105 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે જ્યારે લગભગ રૂ.230 કરોડના ઝવેરાત,હીરા અને કિંમતી ધાતુઓ પણ જપ્ત કરવામાં આવી છે.દેશભરમાં કરવામાં આવેલા દરોડા દરમિયાન ED એ લગભગ 598 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ જેમાં દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.
– વિદેશમાં કઈ મિલકતો?
ED અનુસાર મેહુલની વિદેશમાં આવેલી મિલકતોમાં ઘણા ફ્લેટ,ઓફિસ અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે. ED અધિકારી અનુસાર અમારો ઉદ્દેશ્ય છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને મિલકતો પરત કરવાનો છે.મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં સમય લાગી શકે છે પરંતુ સંપત્તિની વસૂલાતમાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. મેહુલનો એક જાપાની કંપનીમાં પણ હિસ્સો છે જેને ED પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહી છે.EDના મતે, જો આ બધી મિલકતો જપ્ત કરવામાં સફળતા મળે છે તો PNB સાથે કરવામાં આવેલી છેતરપિંડીની રકમ વસૂલ કરી શકાય છે.