હેડલાઈન :
- ગુજરાત ‘Space tech Policy’ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું,
- સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત રાજ્યની હવેનવી સિદ્ધિ
- પોલિસી થકી ગુજરાત રાજ્યમાં હવે અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને મળશે નવી ઉડાન
- INSPACe,ઇસરો ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી કરશે ગુજરાત સરકાર
- ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 જાહેર કરી
- PM રમોદીના નેતૃત્વમાં વર્ષ 2020 માં ખાનગી ભાગીદારી માટે સ્પેસ ક્ષેત્ર ખૂલ્લું મુક્યુ
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે.ભારતનું સેમિકન્ડક્ટર હબ બન્યા બાદ ગુજરાત હવે Space tech Policy થી નવા આયામો સર કરશે.સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની આ તૈયારી છે.
– INSPACe,ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી કરશે ગુજરાત સરકાર
ગુજરાત સરકારે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 જાહેર કરી છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાત હવે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રમાં પણ નવી સિદ્ધિઓ મેળવવા તૈયાર છે.
– IN-SPACe,ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે ભાગીદારી
આ પોલિસી અંતર્ગત IN-SPA Ce ,ISRO અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ એટલે DoS સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં સહાયતા મળશે.વર્તમાન સમયમાં સંરક્ષણ,નેવિગેશન,આરોગ્ય સેવા,ઈન્ટરનેટ,ડેટા ટ્રાન્સફર,હવામાનના અંદાજ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં સ્પેસ ક્ષેત્ર અનિવાર્ય બન્યું છે.ચંદ્રયાન,મંગળયાન અને SpaDeX જેવા મિશનોથી આપણા દેશની પ્રસિદ્ધિ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ 2020 માં ખાનગી ભાગીદારી માટે સ્પેસ ક્ષેત્ર ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું અને ખાનગી ક્ષેત્રો માટે સિંગલ વિન્ડો તરીકે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરની IN-SPACe રચના કરવામાં આવી હતી.ત્યારબાદ આ મહત્વાકાંક્ષી કામગીરીને વેગ આપવા માટે ભારત સરકારે ઇન્ડિયન સ્પેસ પોલિસી 2023 અને FDI માં જરૂરી સુધારા જાહેર કર્યા હતા.
– અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના
સ્પેસટેક નીતિ સેટેલાઇટ પેલોડ્સ અને ભાગોના ઉત્પાદનથી લઈને સંદેશાવ્યવહાર અને પ્રોપલ્શન સિસ્ટમ્સ, ગ્રાઉન્ડ સ્ટેશનો,સેટેલાઇટ નિયંત્રણ કેન્દ્રો અને અવકાશ-આધારિત એપ્લિકેશન ડિઝાઇન સહિત અવકાશ ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે નાણાંકીય અને બિન-નાણાંકીય સહાય પૂરી પાડશે.ગુજરાત સરકાર આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ,સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
– ગુજરાત સ્પેસટેક પોલિસીના મુખ્ય અંશો
1. સ્પેસટેક મેન્યુફેક્ચરિંગ – ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ (2022-2028) હેઠળ સહાય ઉપરાંત, લૉન્ચ ખર્ચ અને પેટન્ટ ફાઇલિંગ માટે વધારાની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે.
2. ગ્રાઉન્ડ સેગમેન્ટ,સ્પેસ એપ્લિકેશન્સ અને ડિઝાઇન – આ ક્ષેત્રોમાં સામેલ સાહસો ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ પ્રોત્સાહનો માટે પાત્ર રહેશે.
3. સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ – ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ ICT અને ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામ દ્વારા સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવશે.
– સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કનાં નિર્માણ માટે કામગીરી કરાશે
આ પહેલ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં નિર્માણ અને સંચાલન કરવા માટે સશક્ત બનાવશે. ગુજરાત સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે INSPACe, અવકાશ વિભાગ અને ભારત સરકાર સાથે મળીને કામ કરશે,જેમાં સામાન્ય તકનીકી સુવિધાઓ સહિત માળખાગત સુવિધાઓ હશે અને તે અવકાશ ક્ષેત્રમાં સાહસોને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત પ્લેટફૉર્મ પૂરું પાડશે.આ નીતિ ગુજરાતના સ્પેસટેક સાહસો માટે સરકારની પ્રતિબદ્ધતા અને મજબૂત સમર્થન સૂચવે છે.ઇલેક્ટ્રોનિક્સ,સેમિકન્ડક્ટર્સ, IT/ITeS અને GCC માટે કેન્દ્રિત નીતિઓના તાલમેલ સાથે આ સ્પેસટેક નીતિનો ઉદ્દેશ ગુજરાતને હાઇ-ટેક ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાનો અને ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં આગળ વધવાનો છે.
– ભારતની સ્પેસ પોલિસીથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રભાવિત થયા હતા
ભારતે અવકાશ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનવા અને અવકાશ ઉદ્યોગમાં ખાનગી ભાગીદારી વધારવા માટે સ્પેસ પોલિસી 2023 લોન્ચ કરી છે,G20 સમિટ માટે ભારત આવેલા તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પણ તેની પ્રશંસા કરી હતી.વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ચંદ્રયાન-3ની સફળતાથી ભારતે દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે,અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જો બાઇડન પોતે તેનાથી પ્રભાવિત થયા હતા,જૉ બાઇડન G-20 સમિટ દરમિયાન દિલ્હી આગમન સમયે પીએમ મોદી સાથેની મુલાકાતમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને ચંદ્રયાન – 3 ની સફળતા માટે પણ અભિનંદન. પાઠવ્યા હતા. આ સિવાય જો બાઇડન ભારતની સ્પેસ પોલિસી 2023ની પણ પ્રશંસા કરી હતી.
વ્હાઇટ હાઉસમાંથી જાહેર સંયુક્ત નિવેદનમાં ભારતની સ્પેસ પોલિસી 2023 નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં નાસા દ્વારા ભારતીય અવકાશયાત્રીઓની પરસ્પર સહયોગ અને તાલીમ વધારવાના નાસા અને ઈસરોના નિર્ણયની પણ પ્રશંસા કરવામાં આવી હતી.આ સંયુક્ત નિવેદનમાં વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અવકાશ અર્થતંત્રમાં યુએસ અને ભારતીય ખાનગી ક્ષેત્રો વચ્ચે વ્યાપારી સહયોગ વધારવામાં આવશે.
– શું છે ભારતની સ્પેસ પોલિસી 2023
ભારતે અવકાશ માટે એક નિર્ધારિત યોજના તૈયાર કરી છે,જેનો ઉદ્દેશ્ય અવકાશ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાનો અને ISRO દ્વારા હાથ ધરવામાં આવતા અવકાશ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ,જનજાગૃતિ અને વૈજ્ઞાનિક શોધનો રોડમેપ પણ નક્કી કરવામાં આવ્યો છે,વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની મદદથી સ્પેસ પોલિસી તૈયાર કરવામાં આવી છે,જેને કેબિનેટની સુરક્ષા અંગેની સમિતિએ મંજૂરી આપી છે.