હેડલાઈન :
- વક્ફ સંશોધન કાયદા સામે દેશભરમાં વધી રહ્યો છે વિરોધ
- વિરોધ કરનારો પક્ષો અને સંગઠનો લોકોને દોરે છે ગેરમાર્ગે
- સરકારે વક્ફ સંશોધન કાયદા અંગે વારંવાર કરી છે સ્પષ્ટતા
- ગરીબ,જરૂરિયાતમંદ અને વંચિત મુસ્લિમ લોકો માટે કાયદો : સરકાર
- કેટલાક તત્વો વક્ફ કાયદા અંગે લોકોમાં ગેરસમજ ઉભી કરે છે : સરકાર
- સરકારના હેતુ અને દાવાને સાચો ઠેરવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો
- ગુજરાતમાં અમદાવાદથી વક્ફ બોર્ડમાં ખોટા ટ્રસ્ટી બની આચર્યુ કૌભાંડ
- અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સામે આવી ઘટના બાદ કાર્યવાહી
- વક્ફની મિલકતો ભાડે આપી ભાડા વસુલવા સામે નોંધાઈ ફરિયાદ
- ફરિયાદ આધારે પોલીસે ગુનો આચરનારા પાંચ લોકોની કરી ધરપકડ
વક્ફ સંશોધન કાયદો બન્યા બાદ ખાસ કરીને વિપક્ષો અને કેટલાક સંગઠનો તેનો જોર શોરથી વિરોધ કરી રહ્યા છે.ત્યારે ગુજરાતથી એક એવો કિસ્સો સામે આવ્યો જે વક્ફ કાયદાનો વિરોધ કરનારના ગાલ પર તમાચા સમાન છે.જી,હા અમદવાવાદમાં એક મસ્જિદ પાસે આવેલ વક્ફ બોર્ડમાં ખોટા ટ્સ્ટીઓ બની વક્ફની મિલકતોના ભાડા વસુલતા પાંચ લોકો સામે ફરિયાદને પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે.
– શું છે વક્ફ કાયદાનો હેતુ ?
કેન્દ્ર સરકાર વિરોધીઓને ગાઈ વગાડીને કહી રહી છે કે વક્ફ કોયદો ગરીબ,જરૂરિયાતમંદ મુસ્લીમો જે વક્ફના લાભથી વંચિત રહી ગયા છે અને ખોટા લોકો તેનો લાભ લઈ ગયા છે તેમની સામે લડત આપવા માટે આ કાયદો છે.અને અમદાવાદનો આ કિસ્સો સરકારની વાતને સાચી ઠેરવતો કિસ્સો છે.
વક્ફ સંશોધન અંગેના નવા કાયદા મુજબ કોઇએ મિલકત પડાવી લીધી હોય કે મિલકતોનો ગેરકાયદે કબ્જો કરીને ભાડા વસુલતા હોય તેવા તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
– બોર્ડના ખોટા ટ્રસ્ટી બની છેતરપિંડી
જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ પાસે આવેલી વક્ફ બોર્ડની જગ્યામાં બોર્ડના ખોટા ટ્રસ્ટી બની છેતરપિંડી કરનારા સામે પોલીસે ગુનો નોંધ્યો છે.વક્ફ બોર્ડે કોર્પોરેશનને આપેલી સ્કૂલની જગ્યા ઉપર આરોપીઓએ ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવી દીધું હતું.આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાન જુમ્મા ખાન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.
– વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆત પાસેથી ભાડુ વસુલતાve
અમદાવાદ કોર્પોરેશનની સંકલન સમિતિમાં ધારાસભ્યએ કાચની મસ્જિદ આગળ આવેલી મનપાની સ્કૂલ અંગે ફરિયાદ કરી હતી.આ સાથે આરોપી સલીમ ખાનની કરતૂત બહાર આવી હતી.આરોપીઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆત પાસેથી ભાડુ વસુલતા હતા.વક્ફ બોર્ડે અમદાવાદ મહાનગરપાલિકાને સ્કૂલ ચાલવવા માટે ભાડાપટ્ટે જગ્યા આપી હતી.જ્યાં મનપાએ ઉર્દુ શહદ નંબર 7 અને 9 ચાલતી હતી.વર્ષ 2002ના ભૂકંપમાં શાળા જર્જરિત થતા બંધ કરાઈ હતી.આ જગ્યા ઉપર પર શાળા તોડી સલીમખાને કોમ્પ્લેક્ષ ઉભું કર્યું હતું.
– પાંચ લોકો સામે ફરિયાદ બાદ ધરપકડ
સલીમ ખાન અને આરોપીઓ વક્ફ બોર્ડના ખોટા દસ્તાવેજ બનાવી ટ્રસ્ટી બન્યા હતા.100 કરોડની જગ્યા પર બનેલા 150થી વધુ મકાનનાં ભાડુઆત પાસેથી ભાડું વસુલતા હતા.ખોટા ટ્રસ્ટી બની ભાડું ઉઘરાવતા સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મહમદ યાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફેઝ મોહમદ ચોબદાર, સાહીદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચેય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે વક્ફ બોર્ડ અને મનપાનો અભિપ્રાય માગ્યો ત્યારે સામે આવ્યું કે ટ્રસ્ટી ખોટા બન્યા છે.
સલીમખાન જુમ્માખાન પઠાણ જમાલપુરનો કુખ્યાત વ્યક્તિ છે. સલીમ ખાન કાચની મસ્જીદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો દાવો કરતો હતો. સલીમ ખાને વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું આપ્યું હતું. સલીમ ખાન અને તેની ટોળકી એક મકાનનું 2 હજારથી લઈ 8 હજાર રૂપિયા ભાડું વસૂલતા હતા.જ્યાં સ્કૂલની જગ્યાએ દુકાનો બનાવી હતી, તેનું ભાડું 10 હજાર વસૂલતો હતો.મકાનના ભાડુઆતો જયારે પણ પૂછતા કે આ ભાડું વક્ફ બોર્ડ સુધી પહોંચે છે કે નહીં તો સલીમ ખાન અને તેની ટોળકી તેમને ધમકાવી ડરાવતા હતા.
– સ્કૂલની જગ્યાએ કોમ્પ્લેક્ષ બનાવ્યું
સ્કૂલની જગ્યાએ કોમ્પ્લેક્ષ બનાવ્યું ત્યાં એક દુકાનમાં સલીમે સોદાગર કન્સ્ટ્રક્શન નામે પોતાની ઓફિસ પણ ખોલી હતી.વક્ફના નામે ખોટી રીતે જગ્યા પચાવી છેતરપિંડી કરી મનપા અને વક્ફ બોર્ડને નુકસાન કરનારા સલીમ સામે અગાઉ અનેક ગુના નોંધાયેલ છે.પોલીસે આરોપીઓને સાથે રાખી કાચની મસ્જિદમાં આવેલી ઓફિસમાં પણ તપાસ કરી હતી.સલીમે અન્ય કેટલી સરકારી જમીનો અને ગેરકાયદે બાંધકામ ઉભા કર્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
– AMCની જમીન પર દુકાનો બનાવાઇ
અમદાવાદના જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ નજીકના ચોબદારના ડહેલામાં રહેતા મોહંમદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમનું મકાન કાચની મસ્જિદના ટ્રસ્ટની માલિકીનું છે અને તેનો કબ્જો વક્ફ બોર્ડ પાસે છે.જે મકાન 80 વર્ષ પહેલા પચ્ચીસ પૈસાના ભાડેથી મોહંમદ રફીકના પિતાને મળ્યું હતું.જમાલપુરમાં કાંચની મસ્જિદ ટ્રસ્ટની સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ પણ આવેલું છે.આ બંને ટ્રસ્ટ મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડમાં નોંધાયેલા છે.આ બંને ટ્રસ્ટની કુલ 27 જેટલી મિલકતોનું ભાડુ બને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવવામાં આવે છે.નિયમ મુજબ આ આવકના સાત ટકા વક્ફ બોર્ડમાં જમા કરાવવા પડે છે.
– કેવી રીતે કરી છેતરપીંડી
જેમાં એક દુકાનમાં સલીમખાન પઠાણ નામના વ્યક્તિએ એક દુકાનમાં સોદાગર કન્ટ્ર્ક્શનનની ઓફિસ ખોલીને અન્ય નવ દુકાનો ભાડે આપી દીધી હતી.જે ભાડાની રકમ મ્યુનિલિપલ કોર્પોરેશનમાં કે ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવી નહોતી.એટલુ જ નહીં કાચની મસ્જિદ પાછળ સલીમ ખાનની નજીકમાં રહેતા મંહમદયાસર શેખ,મેહમુદખાન પઠાણ,ફૈઝ મોંહંદમ ચૌબદાર અને સાહિલ યાકુબ શેખના નામ વક્ફ બોર્ડના ટ્રસ્ટી તરીકે દાખલ થયા ન હોવા છતાંય,તેમણે 25થી 30 દુકાનો અને 200 જેટલા મકાનોના ભાડા વસુલ્યા હતા.આ ઉપરાંત છ માળના બે ગેરકાયદે એપાર્ટમેન્ટ પણ તૈયાર કરીને નાણાં પડાવ્યા હતા.આમ,સલીમ ખાન અન્ય ચાર માથાભારે શખસોએ વક્ફ બોર્ડની મિલકતો પર ગેરકાયદે કબ્જો કરીને મોટાપાયે છેતરપિંડી કરી હતી.