હેડલાઈન :
- પહેલગામમાં પર્યટન સ્થળ પર આતંકવાદીઓના હુમલો
- આતંકી હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એલર્ટ
- પહેલગામ હુમલા પછી ભારતીય સેનાનું રાજ્યભરમાં ઓપરેશન
- બારામુલ્લામાં સેનાના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા
- બારામુલ્લામાં LoC નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
- સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી બે રાઇફલ,એક IED જપ્ત કર્યો
પહેલગામમાં એક પર્યટન સ્થળ પર આતંકવાદીઓના હુમલા પછી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં એલર્ટ થઇ ગયેલી ભારતીય સેનાએ બારામુલ્લામાં LoC નજીક ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સાથે સુરક્ષા દળોની ટીમે આતંકવાદીઓ પાસેથી બે રાઇફલ અને એક IED જપ્ત કર્યો છે.માહિતી આપતાં સુરક્ષા દળોએ જણાવ્યું કે બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ટીમે આતંકવાદીઓ પાસેથી 2 AK શ્રેણીની રાઇફલો અને એક IED બોમ્બ જપ્ત કર્યો છે.
– બારામુલ્લાના ઉરી નાલ્લામાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી નિષ્ફળ
આ અંગે માહિતી આપતાં સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે બુધવારે 2-3 UI આતંકવાદીઓ બારામુલ્લાના ઉરી નાલ્લાના સામાન્ય વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.ત્યારબાદ નિયંત્રણ રેખા પર એલર્ટ TPS એ તેમને રોકી દીધા ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળની ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો.સુરક્ષા દળની ટીમે વળતો જવાબ આપ્યો અને ઓપરેશન શરૂ કર્યું અને એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.ચાલુ કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો,દારૂગોળો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા,જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા જેઓ અહીં રજાઓ ગાળવા આવ્યા હતા.
– વડાપ્રધાન મોદી દિલ્હી પાછા ફર્યા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા. દિલ્હી એરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે તેમને પહેલગામ હુમલા વિશે માહિતી આપી.એક તરફ દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે,તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર સાથે મુલાકાત કરી શાંત્વના પાઠવી હતી.