હેડલાઈન :
- પહેલગામ આતંકી હુમલા વચ્ચે અમરનાથ યાત્રાને લઈ ચિંતા
- જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રીનું અમરનાથ યાત્રા અંગે નિવેદન
- જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રીની અમરનાથ યાત્રાળુઓને અપીલ
- “કોઈ પણ યાત્રાળુએ જમ્મુ અને કાશ્મીર આવતા ડરવાની જરૂર નથી”
- “આપ સૌ નિર્ભય બની અમરનાથ યાત્રાએ આવો તેવી કરી અપીલ”
- “અમે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ”
કેન્દ્રશાસિત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર કુમાર ચૌધરીએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે આવું ન થવું જોઈતું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો એક મોટા ષડયંત્રનો ભાગ છે અને સુરક્ષા દળો ટૂંક સમયમાં આ ષડયંત્રને નિષ્ફળ બનાવશે.
– તમે નિર્ભય રીતે અમરનાથ આવો’
તેમણે કહ્યું, “આગામી દિવસોમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે.હું બધા શ્રદ્ધાળુઓને ભૂતકાળની જેમ યાત્રા માટે આવવા વિનંતી કરું છું. અમારી સરકાર હંમેશા બધા યાત્રાળુઓની પડખે ઉભી છે.” તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે આપણા સુરક્ષા દળો ટૂંક સમયમાં આ આતંકવાદીઓને શોધી કાઢશે અને ખતમ કરશે.કોઈપણ યાત્રાળુએ જમ્મુ અને કાશ્મીર આવતા ડરવાની જરૂર નથી,અમે તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
– આવું ન થવું જોઈતું હતું : સુરિન્દર કુમાર
સુરિન્દર કુમારે કહ્યું, “જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ ન થવું જોઈતું હતું અને આપણે આ હુમલાની ગમે તેટલી નિંદા કરીએ, તે ક્યારેય પૂરતી નહીં હોય. જે કંઈ થયું તેની નિંદા કરવા માટે મારી પાસે શબ્દો ઓછા છે. આ લોકો અમારા મહેમાનો હતા, ફક્ત પહેલગામથી જ નહીં પરંતુ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાંથી. આ પ્રવાસીઓના આગમનથી જમ્મુ અને કાશ્મીરની આર્થિક સ્થિતિને ફાયદો થાય છે. આ હુમલો અમારા આતિથ્ય પર નથી થયો, પરંતુ અમારા અર્થતંત્રને નિશાન બનાવવામાં આવ્યું છે. હું આ ઘટનાની નિંદા કરું છું.”
– જમ્મુ અને કાશ્મીરના લોકો તમારી સાથે
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “જો હું કાયદો અને વ્યવસ્થાની વાત કરું છું, તો તે કેન્દ્ર સરકારની જવાબદારી છે. પરંતુ, અમારી સરકાર આ મુદ્દા પર કેન્દ્ર સરકારની સાથે સંપૂર્ણપણે ઉભી છે. કેટલીક શક્તિઓ છે જે ભારતને નબળું પાડવા માંગે છે, અને અમે તેમને બક્ષીશું નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું લોકોને અપીલ કરીશ કે તેઓ ગભરાશો નહીં અને મોટી સંખ્યામાં અહીં પહોંચે. જમ્મુ અને કાશ્મીરના લોકો તમારી સાથે ઉભા છે. ઓમર અબ્દુલ્લા સરકાર તેના મહેમાનો સાથે ઉભી છે અને આવી શક્તિઓનો જવાબ આપવામાં આવશે.”