હેડલાઈન :
- પહેલગામ આતંકવાદી હુમલાને લઈ ભારતમાં ઘેરા પ્રત્યાઘાત
- આતંકીઓએ અંધાધુંધ ફાયરિગ કરતા 26 લોકોના મૃત્યુ થયા
- રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી
- સાંજે PM આવાસ ખાતે સુરક્ષા પર કેબિનેટ સમિતિ બેઠક મળી હતી
- CCS ની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી
- બેઠકમાં અમિત શાહ,રાજનાથસિંહ.ડો.એસ.જયશંકર વગેરે હાજર રહ્યા
- CCS ની બેઠકમાં કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા
- બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારોને આપી માહિતી
કાશ્મીર ખીણમાં પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિગ કરતા 26 લોકોના મડત્યુ થયા જેના ઘેરા પ્રત્યાઘાત દેશ અને દુનિયાભરમાં પડ્યા છે.આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા ગણાતા રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.જે બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ મોડ પર છે.પીએમ મોદી પોતે સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાત છોડીને સ્વદેશ પરત ફર્યા છે.તેમણે વિદેશ મંત્રી અને NSA અજિત ડોભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી.
ત્યાર બાદ સાંજે PM આવાસ ખાતે સુરક્ષા પર કેબિનેટ સમિતિ એટલે કે CCS ની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી હતી.જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,NSA અજીત ડોભાલ,રક્ષામંત્રી રાજનાથસિંહ,વિદેશમંત્રી ડો.એસ.જયશંકર તેમજ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.બેછક બાદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકારો સમક્ષ CCS એ લીધેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.
#WATCH दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "आज शाम प्रधानमंत्री की अध्यक्षता में सुरक्षा मामलों की कैबिनेट समिति (CCS) की बैठक हुई। CCS को पहलगाम में 22 अप्रैल 2025 को हुए आतंकवादी हमले के बारे में विस्तार से जानकारी दी गई, जिसमें 25 भारतीय और एक नेपाली नागरिक मारे गए थे। कई… pic.twitter.com/COZAXYHSsj
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ CCS ની બેઠક મળી હતી.CCS ને 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.CCS એ આ હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.”
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ દળોને ઉચ્ચ સતર્કતા જાળવવા નિર્દેશ આપ્યો.આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે.તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ ભારત આતંકવાદી કૃત્યોને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓ અથવા કાવતરું ઘડનારાઓનો પીછો કરવા માટે સતત પ્રયાસો કરશે.”
दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "इस आतंकवादी हमले की गंभीरता को समझते हुए, सुरक्षा मामलों की कैबिनेट समिति (CCS) ने निम्नलिखित उपायों पर निर्णय लिया- 1960 की सिंधु जल संधि को तत्काल प्रभाव से स्थगित रखा जाएगा, जब तक कि पाकिस्तान विश्वसनीय और अपरिवर्तनीय रूप से सीमा पार… pic.twitter.com/bAt3A2BcpI
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે,”આ આતંકવાદી હુમલાની ગંભીરતાને ઓળખીને,સુરક્ષા પરની કેબિનેટ સમિતિ CCS એ કેટલાક આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે.જેમાં વર્ષ 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવશે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.તો વળી કેન્દ્ર સરકારે ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ અટારી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે.જે લોકોએ કાયદેસર રીતે સરહદ પાર કરી છે તેઓ 1 મે, 2025 પહેલા તે માર્ગે પાછા આવી શકે છે.
તો પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.ભૂતકાળમાં પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા કોઈપણ SPES વિઝા રદ ગણવામાં આવશે.SPES વિઝા હેઠળ ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
આ ઉપરાંત દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ,લશ્કરી,નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે.તેની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.આ સાથે જ ભારતે તેના સંરક્ષણ,નૌકાદળ અને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગની પણ મદદ માંગી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી CCSની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો
1. સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી છ
2.પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
3. ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ રહેશે
4.પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવા માટે કહેવામાં આવ્યું
5. અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો .
#WATCH दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "CCS ने समग्र सुरक्षा स्थिति की समीक्षा की और सभी बलों को उच्च सतर्कता बनाए रखने का निर्देश दिया। संकल्प लिया गया कि इस हमले के अपराधियों को न्याय के कटघरे में लाया जाएगा और उनके प्रायोजकों को जवाबदेह ठहराया जाएगा। तहव्वुर राणा के… pic.twitter.com/k2WPEVMnAL
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ દળોને ઉચ્ચ સતર્કતા જાળવવા નિર્દેશ આપ્યો.આ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમના પ્રાયોજકોને જવાબદાર ઠેરવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. તહવ્વુર રાણાના તાજેતરના પ્રત્યાર્પણની જેમ, ભારત આતંકવાદી કૃત્યો કરનારાઓ અથવા તેમને શક્ય બનાવવા માટે કાવતરું ઘડનારાઓનો પીછો કરવા માટે સતત પ્રયાસો કરશે.”
સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર આવતીકાલે 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવી શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેઠકની અધ્યક્ષતા કરી શકે છે.