હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની દુખતી રગ પર પગ મુક્યો
- ભારત સરકાર પાકિસ્તાન સાથેનો વર્ષો જુનો સિંધુ જળ કરાર રદ્દ કર્યો
- વર્ષ 1960 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી સિંધુ જળ સંધિ
- તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યકાળમાં થયો હતો કરાર
- સિંધિ જણ સંધિ રદ્દ થતા પાકિસ્તાનીઓ પાણી માટે વલખાં મારશે
- પાકિસ્તાનમાં જળ સંકટ સાથે કૃષિ ઉત્પાદન પર થશે માઠી અસર
ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે.આ પગલાને કારણે પાકિસ્તાનને પાણી,કૃષિ અને વીજળી સંકટ જેવા ગંભીર પડકારોનો સામનો કરવો પડી શકે છે.જાણો શું છે સિંધુ જળ સંધિ?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે.આમાંનો એક મહત્વપૂર્ણ નિર્ણય સિંધુ જળ સંધિ રદ કરવાનો છે.સરકારના આ નિર્ણયની પાકિસ્તાન પર મોટી અસર થવાની શક્યતા છે.
– સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સંધિ પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.આ કરાર હેઠળ ભારતને ત્રણ પૂર્વીય નદીઓ જેમે બિયાસ, રાવી અને સતલજનું પાણી મળે છે જ્યારે ત્રણ પશ્ચિમ નદીઓ જેવીકે સિંધુ, ચિનાબ અને ઝેલમનું મોટાભાગનું પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે.આ કરાર મુજબ ભારત સિંધુ નદી પ્રણાલી એટલે કે સિંધુ, ચિનાબ અને ઝેલમના માત્ર 20 ટકા પાણીનો ઉપયોગ કરી શકતું હતું.
– ભારતમાં પાણીની અછત અને પાકિસ્તાનમાં રેલમ છેલ ?
ભાગલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે નદીના પાણીની વહેંચણી અંગે એક કરાર થયો હતો.આ કરાર મુજબ,ત્રણ “પૂર્વીય” નદીઓ જેમાં બિયાસ,રાવી અને સતલજ નું નિયંત્રણ ભારતને આપવામાં આવ્યું હતું,અને ત્રણ “પશ્ચિમ” નદીઓ જેવીકે સિંધુ,ચિનાબ અને ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું.
પરંતુ તમને જાણીને આપ સૌને નવાઈ લાગશે કે ભારતમાં પાણીની અછત અને પંજાબ,રાજસ્થાન,હરિયાણા અને દિલ્હી વચ્ચે પાણીને લઈને સંઘર્ષ હોવા છતાં 1960 થી આજ સુધી કોઈએ પણ આ કરારને અમલમાં મૂકવા માટે રવિ બિયાસ અને સતલજ નદી પર કોઈ બેરેજ બનાવ્યો નથી.ભારતે પાકિસ્તાનની નદીઓનું પાણી કોઈપણ અવરોધ વિના પૂરું પાડવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં,પરંતુ ભારતને મળેલી ત્રણ નદીઓનું સંપૂર્ણ પાણી પણ પાકિસ્તાનને પૂરું પાડવાનું ચાલુ રાખ્યું.
વર્ષ 1960 થી લઈ વર્ષ 2019 સુધી કોઈએ વિચાર્યું ન હતું કે જ્યારે ભારતના રાજ્યો પાણી માટે એકબીજા સાથે લડી રહ્યા છે,તો પછી આપણા હિસ્સાના અબજો ક્યુસેક પાણી પાકિસ્તાનને મફતમાં કેમ આપવામાં આવી રહ્યું છે? જ્યારે કરાર મુજબ ભારતનો આ ત્રણેય નદીઓના સમગ્ર પાણી પર અધિકાર હતો.ખબર નથી કે કોંગ્રેસ પાકિસ્તાનને આટલો બધો પ્રેમ કેમ કરતી હતી કે તેણે તેના પર કોઈ કામ કેમ ન કર્યું.
જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે તેમણે 2016 માં એક ભાષણમાં કહ્યું હતું કે મેં પાકિસ્તાન અને ભારત જળ કરારનો અભ્યાસ કર્યો અને જોયું કે આપણા લાખો ક્યુસેક પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે,જ્યારે રાજસ્થાન, હરિયાણા,પંજાબ અને દિલ્હી વચ્ચે પાણી અંગે વિવાદ છે તેથી હવે કરાર મુજબ હું એક ટીપું પણ પાણી પાકિસ્તાન જવા નહીં દઉં.
ત્યાર બાદ રાવી નદી પર વિશાળ શાહપુર કાંડી બંધનું બાંધકામ શરૂ થયું અને હવે આ બેરેજ તૈયાર છે,બેરેજમાં દરવાજા લગાવવામાં આવ્યા છે અને હવે લગભગ12,000 ક્યુસેક પાણી પંજાબ તરફ વાળવામાં આવ્યું છે અને અહીં એક વિશાળ પાવર હાઉસ પણ બનાવવામાં આવી રહ્યું છે જે વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થશે.
– સંધિ રદ થતા પાકિસ્તાન પર શું અસર થશે?
ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ સર્જાઈ શકે છે.પાકિસ્તાનની લગભગ 80 ટકા ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે.જો આ નદીઓનું પાણી બંધ કરવામાં આવે તો તેની ખેતી પર વિપરીત અસર પડશે,પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે,જળવિદ્યુત પ્રોજેક્ટ બંધ કરવા પડી શકે છે,જેના કારણે ફરી વીજળીનું સંકટ જોવા મળી શકે છે.
સરકારના આ પગલાથી પાકિસ્તાનની 21 કરોડથી વધુ વસ્તી માટે પાણીની કટોકટી સર્જાઈ શકે છે.પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટ અને ભૂખમરાથી પીડાઈ રહ્યું છે,આવી સ્થિતિમાં ભારતનો આ નિર્ણય તેને વધુ ભૂખમરા તરફ દોરી શકે છે.જોકે આ પહેલી વાર છે જ્યારે ભારતે આ જળ સંધિ રદ કરી છે.આ પગલું પાકિસ્તાન પર રાજદ્વારી અને આર્થિક રીતે ભારે દબાણ લાવી શકે છે.
– પાકિસ્તાન માટે સિંધુ નદી કેમ મહત્વપૂર્ણ ?
સિંધુ નદી માનસરોવર નજીકથી ઉદ્ભવે છે અને તિબેટ થઈને જમ્મુ અને કાશ્મીરમાંથી પસાર થાય છે.આ પછી નદી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે.સિંધુ નદીનો ખૂબ જ નાનો ભાગ ભારતમાં આવેલો છે જ્યારે તેનો મોટાભાગનો પ્રવાહ પાકિસ્તાનમાં આવેલો છે.પાકિસ્તાનમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ પીવા,સિંચાઈ અને વીજળી ઉત્પાદન જેવા ઘણા મહત્વપૂર્ણ હેતુઓ માટે થાય છે.પાકિસ્તાનના ઘણા મોટા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ આ નદી પર આધારિત છે.આ નદીને પાકિસ્તાનની રાષ્ટ્રીય નદીનો દરજ્જો પણ છે.ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે જેના પાકિસ્તાન માટે ગંભીર અને વ્યાપક પરિણામો આવશે.
હજારો પાકિસ્તાનીઓ સુકાઈ ગયેલી સતલજ નદીના ફોટા પાડી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે કે કોઈ દિવસ આપણને યાદ આવશે કે આપણે આ નદીમાં તરતા હતા.અને આજે પાકિસ્તાનમાં સતલજ નદી સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે અને ઘણી જગ્યાએ પાણીનું એક ટીપું પણ બચ્યું નથી.તો બીજી તરફ રાવી નદી પણ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે.
– પાકિસ્તાનને વધુ કઈ ચિંતા ?
પાકિસ્તાન હવે ચિંતિત છે કે પાકિસ્તાનમાં કુલ 6 નદીઓ છે જેનો ઉદ્ભવ ભારતમાં છે અને એક નદી,કાબુલ નદી, અફઘાનિસ્તાનમાં ઉદ્ભવે છે અને તે નદી પાકિસ્તાનના મોટા ભાગને પાણી પણ પૂરું પાડે છે.અને પાકિસ્તાનને જ્યારે ખબર પડી કે ભારતે તાલિબાનને કહ્યું છે કે તમારે પહેલા નહેરોનું નેટવર્ક બનાવવું જોઈએ અને અમે તમને બંધ બનાવવામાં મદદ કરીશું,તો તમે તમારા ભાગનું પાણી પાકિસ્તાનને કેમ આપી રહ્યા છો?
તો હવે પાકિસ્તાન ચિંતિત છે કે તેને કાબુલ નદીનું પાણી નહીં મળે કારણ કે કાબુલ નદીના પાણીની વહેંચણી અંગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ક્યારેય કોઈ કરાર થયો નથી.અને કાયદા દ્વારા તાલિબાન કાબુલ નદીના બધા પાણીનો ઉપયોગ કરી શકે છેઅને બીજી બાજુ ભારતે સિંધુ નદી પર ત્રણ મોટા બંધ બનાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે આખું પાકિસ્તાન પોકારી રહ્યું છે કે અમે પરમાણુ બોમ્બ બનાવતા રહ્યા અને નરેન્દ્ર મોદીએ એક પણ ગોળી ચલાવ્યા વિના અમને નષ્ટ કરી દીધા છે.
– સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે તેવો ઘાટ
આપણે એક ભારતીય હોવાને નાતે વારંવાર થતા આતંકી હુમલાને લઈ આક્રોશમાં હોઈએ તે સ્વાભાવિક છે.અને લોકો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. જેમાં એર સ્ટ્રાઈક કે સર્જીકલ સ્ટ્રાઈકની માંગ કરી શકે છે. પરંતુ એવુ ઉતાવળીયુ પગલુ સરકારે ન ભરે કારણ કે દુશ્મને કમજોર કરવો હોય તે તેના રાશન પાણી બંધ કરવા જરૂરી છે અને નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પાતિસ્તાન સામે પ્રથમ હુમલો આ પ્રકારે જ કર્યો છે.જે હાલ તુરત આવશ્યક હતો.અને હવે સૌ સાથે વિચાર વિમર્શ કરી રણનીતિ ઘડ્યા બાદ આક્રમક પગલા લેવાય તેથી ભારત પર વિપરીત અસર ન થાય એટલે કે સાપ પણ મરે અને લાકડી પણ ન તૂટે તેવો ઘાટ ઘડાઈ શકે તેવી શક્યાતાઓ જોવાઈ રહી છે.