હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામમાં થયો હિચકારો આતંકવાદી હુમલો
- ભારતે પાકિસ્તાન વિરુદ્ધ દંડાત્મક રાજદ્વારી પગલાં લેવાની જાહેરાત
- સુરક્ષા પર કેબિનેટ સમિતિ CCS ની કટોકટી બેઠકમાં લેવાયો નિર્ણય
- વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદને સમન્સ પાઠવ્યું
- ભારતે આ નોંધ પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને સોંપી દીધી
- ભારત સરકારે સાદને ઔપચારિક ‘પર્સોના નોન ગ્રેટા’ નોટ સોંપી
- પાકિસ્તાની હાઈ કમિશને અઠવાડિયામાં ભારત છોડી દેવા જણાવાયુ
કાશ્મીર ખીણના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત હવે પાકિસ્તાન સામે આકરા પગલા ભરવાના શરુ કર્યા છે. અને તેમાં પાંચ જેટલા મહત્વના નિર્ણય CCS બેઠકમાં લેવાયા છે.
પર્સોના નોન ગ્રેટાનો અર્થ ફક્ત રાજદ્વારી અથવા અન્ય વિદેશી નાગરિકને કોઈ ચોક્કસ દેશમાં પ્રવેશવાનો કે રહેવાનો અધિકાર નકારવાનો થાય છે.ભારતે આ નોંધ પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને સોંપી દીધી છે.આ પછી તેણે એક અઠવાડિયાની અંદર ભારત છોડવું પડશે.
– ભારતે પાકિસ્તાની રાજદ્વારીઓને ‘પર્સોના નોન ગ્રેટા’ નોટ મોકલી
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ દંડાત્મક રાજદ્વારી પગલાં લેવાની જાહેરાત કર્યા બાદ વિદેશ મંત્રાલયે બુધવારે મધ્યરાત્રિએ પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહેમદ વારૈચને સમન્સ પાઠવ્યું હતું. ભારત સરકારે સાદને ઔપચારિક ‘પર્સોના નોન ગ્રેટા’ નોટ સોંપી છે.
– ‘પર્સોના નોન ગ્રાટા’ નોટ શું છે?
પર્સોના નોન ગ્રેટાનો અર્થ ફક્ત રાજદ્વારી અથવા અન્ય વિદેશી નાગરિકને કોઈ ચોક્કસ દેશમાં પ્રવેશવાનો કે રહેવાનો અધિકાર નકારવાનો થાય છે.ભારતે આ નોંધ પાકિસ્તાનના લશ્કરી રાજદ્વારીઓને સોંપી દીધી છે.આ પછી તેણે એક અઠવાડિયાની અંદર ભારત છોડવું પડશે.પહેલગામ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત બાદ, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ CCS ની કટોકટી બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી.બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર સહિત અન્ય વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં આતંકવાદી હુમલાને ગંભીરતાથી લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
– પાકિસ્તાની હાઈ કમિશને એક અઠવાડિયામાં ભારત છોડી દેવું જોઈએ : વિદેશ મંત્રાલય
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે મીડિયાને માહિતી આપી.તેમણે કહ્યું કે CCS એ નિર્ણય લીધો છે કે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સંરક્ષણ,નૌકાદળ અને વાયુ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે.તેમને એક અઠવાડિયાની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ સાથે ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાંથી તેના લશ્કરી સલાહકારોને પણ પાછા બોલાવશે.
સરકારે અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે.જે લોકો આ માર્ગે માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે તેમને 1 મે, 2025 સુધી આ જ માર્ગે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે.ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો પણ નિર્ણય લીધો છે.
– પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો
ભારતે એ પણ જાહેરાત કરી કે પાકિસ્તાનના નાગરિકોને હવે સાર્ક વિઝા મુક્તિ યોજના એટલે SVES હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.પહેલાથી જ જારી કરાયેલા આવા બધા વિઝા હવે અમાન્ય ગણવામાં આવશે અને આ વિઝા હેઠળ ભારતમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સ્ટાફની સંખ્યા પણ હાલની ૫૫ થી ઘટાડીને ૩૦ કરવામાં આવશે.આ નિર્ણય 1 મે, 2025થી અમલમાં આવશે.
CCS એ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો.વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું હતું કે સરકાર આ હુમલાના ગુનેગારોને સજા આપવા માટે કટિબદ્ધ છે અને તેમના સમર્થકોને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર