હેડલાઈન :
- પાકિસ્તાનના ચાલુ નાણાકીય વર્ષ માટે વિશ્વ બેંકે આપી મોટી ચેતવણી
- પાકિસ્તાનમાં 1 કરોડ લોકોને ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડી શકે
- વિશ્વ બેંકે પાકિસ્તાનમાં ગરીબીનું સ્તર વધવાની ધારણા પણ વ્યક્ત કરી
- આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 2.7 ટકા કર્યા બાદ વિશ્વ બેંકની ચેતવણી
- પાકિસ્તાનનો સામાજિક સુરક્ષા ખર્ચ ફુગાવા સાથે તાલ મિલાવી શક્યો નથી
વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં લગભગ 1 કરોડ લોકોને ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરવો પડી શકે છે.આ ઉપરાંત ગરીબીનું સ્તર વધવાની ધારણા છે.બુધવારે બેંકે પાકિસ્તાનના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 2.7 ટકા કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે.
– પાકિસ્તાન ત વાર્ષિક બજેટ ખાધ લક્ષ્યને ચૂકી શકે
એક અહેવાલ મુજબ વોશિંગ્ટન સ્થિત ધિરાણકર્તા (વર્લ્ડ બેંક) એ તેના મુખ્ય દ્વિવાર્ષિક પાકિસ્તાન આર્થિક અપડેટ અહેવાલમાં નોંધ્યું છે કે સરકાર તેના વાર્ષિક બજેટ ખાધ લક્ષ્યને ચૂકી શકે છે.દેશનો દેવાનો બોજ સંપૂર્ણ રીતે અને GDPના પ્રમાણમાં વધવાનો અંદાજ છે.વિશ્વ બેંકે જણાવ્યું હતું કે ચોખા અને મકાઈ જેવા મુખ્ય પાકોના એકંદર કૃષિ ઉત્પાદનને અસર કરતી આબોહવાની પરિસ્થિતિઓને કારણે નાણાકીય વર્ષ 25માં લગભગ 1 કરોડ લોકો જેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં તીવ્ર ખાદ્ય અસુરક્ષાનો અનુભવ કરે તેવી શક્યતા છે.
– પાકિસ્તાનનો સામાજિક સુરક્ષા ખર્ચ ફુગાવા સાથે તાલ મિલાવી શક્યો નથી
અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે લગભગ બે ટકાના વસ્તી વધારા સાથે આ નાણાકીય વર્ષમાં લગભગ 1.9 મિલિયન વધુ વ્યક્તિઓ ગરીબીમાં ફસાઈ જવાની ધારણા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો સામાજિક સુરક્ષા ખર્ચ ફુગાવા સાથે તાલ મિલાવી શક્યો નથી.આના કારણે, ગરીબો માટે ખોરાક,આરોગ્ય,શિક્ષણ અને અન્ય આવશ્યક વસ્તુઓ માટે ઉપલબ્ધ સંસાધનો મર્યાદિત થઈ રહ્યા છે.વિશ્વ બેંકે કહ્યું છે કે આને ટાળવા માટે,પાકિસ્તાને સંપૂર્ણપણે બજાર-નિર્ધારિત વિનિમય દર તેમજ આંતરબેંક વિદેશી વિનિમય બજારની કામગીરી પુનઃસ્થાપિત કરવી જોઈએ.