હેડલાઈન :
- ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરના મળી ધમકી
- ભાજપના નેતા અને પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને મારી નાંખવાની ધમકી
- ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી
- ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સુરક્ષાની માંગ કરી
- પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે કડક શબ્દોમાં નિંદા કરી હતી
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ભાજપના પૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.બુધવારે તેમણે ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી
– પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમે ગંભીર નિંદા કરી હતી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપશે.ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેઓ મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે.જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.ભારત હુમલો કરશે.
– 22 એપ્રિલે પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો
22 એપ્રિલના રોજ પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો.આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું.લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી પાંખ,રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.જોકે ખુલાસા થયા પછી પણ પાકિસ્તાન હજુ પણ કહી રહ્યું છે કે આ આતંકવાદી હુમલામાં તેની કોઈ ભૂમિકા નથી.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ હુમલામાં અમારો કોઈ હાથ નથી.જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે.તેમણે પૂછપરછ માટે સેંકડો લોકોને અટકાયતમાં લીધા છે.
– પાકિસ્તાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી
પહેલગામ આતંકવાદી હુમલાના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય સીસીએસ બેઠકની અધ્યક્ષતા કર્યાના કલાકો પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.આ બેઠક આજે એટલે કે 24 એપ્રિલના રોજ છે.આ જાહેરાત પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી જેમાં તેમણે પુષ્ટિ આપી હતી કે રાષ્ટ્રીય સુરક્ષા ચર્ચાનો મુખ્ય વિષય રહેશે.તેમણે લખ્યું કે “ભારત સરકારના નિવેદનનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોહમ્મદ શાહબાઝ શરીફે 24 એપ્રિલ ગુરુવાર સવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.”