હેડલાઈન :
- પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે એક્શન મોડમાં
- ડરપોક પાકિસ્તાને ભારતીય સરહદે નિયંત્રણ રેખા પર નાપાક હરકત શરૂ કરી
- પાકિસ્તાન સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો જોકે ભારત પક્ષે કોઈ નકસાન નહી
- પાકિસ્તાન સેનાની નિયંત્રણ રેખા પર નાપાક હરકત સામે ભારતીય સેનાનો જબાતોડ જવાબ
- ભારત અને પાકિસ્તાન નિયંત્રણ રેખા પર કેટલાક વિસ્તારમાં રાતભર ચાલ્યુ ફાયરિંગ
રાતભર LoC પર ગોળીબાર ચાલુ રહ્યો પાકિસ્તાને ઉશ્કેરણી કરી અને ભારતે યોગ્ય જવાબ આપ્યો
પાકિસ્તાની સેના દ્વારા આખી રાત નિયંત્રણ રેખા પર આ ગોળીબાર કરવામાં આવ્યો. જોકે, આ હુમલામાં ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું નથી.
– ભારતીય સરહદે પાકિસ્તાનની નાપાક હરકત
જમ્મુ-કાશ્મીરમાં Loc પર પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે.પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાના કેટલાક ભાગોમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો છે.ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો છે.આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.ગુરુવારે અગાઉ ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયા હતા.સૈનિકોએ સરહદ પર પોઝિશન લીધી છે અને પાકિસ્તાની સૈનિકોની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
– ભારતીય સેનાનો વળતો જવાબ
લશ્કરી સૂત્રો અનુસાર ગુરુવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ પાકિસ્તાની સેનાના ગોળીબારનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે કોઈ જાનહાનિના સમાચાર નથી.પહેલગામ આતંકવાદી હુમલાને લઈને બંને પક્ષો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે.
– પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં ગુસ્સો
પહેલગામ આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે.આ દરમિયાન પાકિસ્તાની સેનાએ આખી રાત નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ રાખ્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો.એક અધિકારી અનુસાર પાકિસ્તાની સેનાએ નાના હથિયારોથી સરહદ પર હુમલો કર્યો હતો.આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો.હાલમાં આ મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
હાલમાં કોઈ નુકસાન થયું નથી.ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર હુમલો કર્યો હતો,જેનો ભારતે જવાબ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો,જેમાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ પછી, ભારત અને પાકિસ્તાન હાઇ એલર્ટ પર છે.