હેડલાઈન :
- વીર સાવરકર અંગે વિવાદિત ટિપ્પણી કરી રાહુલ ગાંધી ફસાયા
- સાવરકરને લઈ કરેલ નિવેદનને સુપ્રીમ કોર્ટે બેજવાબદાર ગણાવ્યુ
- સુપ્રીમ કોર્ટો રાહુલ ગાંધીને ભવિષ્યમાં આવા નિવેદન ન આપવા કહ્યું
- રાહુલ ગાંધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓની મજાક ન ઉડાવવા કહ્યું
- સુપ્રીમ કોર્ટનો માનહાનિના કેસમાં રાહુલ ગાંધીનું સમન્સને રદ કરવા ઇનકાર
- સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે
- સુ્પ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને વકીલ અભિષેક મનુ સિંઘવીને કર્યા આકરા સવાલ
- 17 નવેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રની રેલીમાંરાહુલ ગાંધીએ કરી હતી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પરની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી અને રાહુલ ગાંધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓની મજાક ન ઉડાવવા કહ્યું.સુપ્રીમ કોર્ટે સાવરકર વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે વીર સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીને “બેજવાબદાર” ગણાવી છે.
– સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો ન આપવા ચેતવ્યા
સુપ્રીમ કોર્ટે વકીલ અભિષેક સિંઘવીને પૂછ્યું કે શું રાહુલ ગાંધી જાણે છે કે મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજો સાથેના સંદેશાવ્યવહારમાં ‘તમારા વિશ્વાસુ સેવક’ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તે આ અંગે સ્વતઃ નોંધ લઈ શકે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘તેઓએ અમને સ્વતંત્રતા આપી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો’.સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસમાં સમન્સ રદ કરવાનો ઇનકાર કરતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ સામે રાહુલ ગાંધીની અરજી પર ફરિયાદી અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે.
– શું રાહુલ જાણે છે કે તેમની દાદીએ પણ સ્વતંત્રતા સેનાનીને પત્ર મોકલ્યો હતો?
આ માનહાનિનો કેસ 17 નવેમ્બર, 2022ના રોજ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક રેલીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સાવરકર પર કરેલી ટિપ્પણીને કારણે ઉભો થયો છે.જસ્ટિસ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે આ કેસની સુનાવણી કરી.ગાંધીના વકીલે દલીલ કરી હતી કે આ નિવેદન દ્વારા દુશ્મનાવટ ભડકાવવાનો કોઈ ઈરાદો નહોતો.
જોકે બેન્ચે ગંભીર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, “શું તમારા અસીલ જાણે છે કે મહાત્મા ગાંધીએ પણ ‘તમારા વિશ્વાસુ સેવક’ શબ્દનો ઉપયોગ કર્યો હતો? શું તેઓ જાણે છે કે તેમની દાદીએ પણ સ્વતંત્રતા સેનાનીને પત્ર મોકલ્યો હતો?”કોર્ટે કોંગ્રેસના સાંસદને આવી ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવાની કડક સલાહ આપતા કહ્યું, “તમે એક રાજકીય નેતા છો. તમારે આવી ટિપ્પણીઓ કેમ કરવી જોઈએ? આવું ન કરો.જો ઉશ્કેરણી કરવાનો કોઈ ઈરાદો ન હતો તો પછી આવા નિવેદનો કેમ આપ્યા?”