હેડલાઈન :
- પહેલગામ આતંકવાદી હુમલા સામે દેશ ઉપરાંત વિદેશમાં પણ વિરોધ પ્રદર્શન
- લંડનમાં વસતા ભારતીયોએ પહેલગામ આતંકી હુમલા સામે કર્યુ વિરોધ પ્રદર્શન
- લંડન સ્થિત પાકિસ્તાની દૂતાવાસ સમક્ષ ભારતીયોનો સૂત્રોચ્ચાર સામે વિરોધ
- પ્રદર્શન કરતા ભારતીયો સામે પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓની બેશરમી
- પાકિસ્તાની દૂતાવાસની અધિકારીએ ભારતીયો સામે ગળુ કાપવા ઈશારો કર્યો
- પાકિસ્તાની દૂતાવાસના અધિકારીની આ હરકત કેમેરામાં કેદ વીડિયો સામે આવ્યો
કાશ્મીર ખીણના પહેલગામ આતંકી હુમલા સામે દેશ ઉપરાંત વિદેશોમાં પણ ભારતીયોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે લંડનમાં પણ ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.ત્યારે લંડન સ્થિત પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓની બેશરમી પણ કેમેરામાં કેદ થઈ છે.તેઓએ પ્રદર્શનકારીઓ સામે ગળુ કાપવાનો ઈશારો કરતા જોવા મળ્યા હતા અટલું જ નહી તેમના હાથમાં અભિનંદન વર્ધમાનનો ફોટો પણ જોવા મળતો હતો.
– લંડનમાં પાકિસ્તાની અધિકારીનું બેશરમ કૃત્ય
લંડનમાં પહેલગામ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે વખતે પાકિસ્તાની દૂતાવાસના બેશરમ અધિકારીનું કૃત્ય સામે આવ્યુ છે.જેમાં લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના એક અધિકારીએ જાહેરમાં ભારતીય વિરોધીઓ તરફ ઈશારો કરીને તેમના ગળા કાપી નાખવાની ધમકી આપી હતી.જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા સામે આખો દેશ હોબાળો મચાવી રહ્યો છે.આવી સ્થિતિમાં લંડનમાં પાકિસ્તાની દૂતાવાસ એટલે લંડન પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીએ બેશરમીની દરેક હદ વટાવી દીધી.
– પાકિસ્તાની દૂતાવાસના અધિકારીનો ધમકીભર્યો ઈશારો
પહેલગામમાં 26 લોકોની હત્યાના વિરોધમાં લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનની બહાર ભારતીયો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.આ દરમિયાન એક પાકિસ્તાની અધિકારી તેને ઈશારા દ્વારા ધમકી આપી રહ્યો હતો કે તે તેનું ગળું કાપી નાખશે.એટલું જ નહીં આ દરમિયાન તેમણે ચા સાથે અભિનંદન વર્ધમાનનો ફોટો પણ પકડ્યો હતો જેને તેઓ વારંવાર બતાવી રહ્યા હતા.તેના આ બેશરમ કૃત્યને ત્યાં હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધું.
– લંડનમાં પહેલગામ હુમલાનો વિરોધ
તમને જણાવી દઈએ કે લંડનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં ભારતીયો હાથમાં પ્લેકાર્ડ અને ધ્વજ લઈને એકઠા થયા હતા.આ લોકો નિર્દોષ લોકોની હત્યા પર શોક વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.આ સાથે આ લોકો પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા.પરંતુ કદાચ પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી કર્નલ તૈમૂર રાહતને આ ગમ્યું નહીં. તેણે એટલું શરમજનક કૃત્ય કર્યું કે તેની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે.
– પાકિસ્તાની અધિકારી કર્નલ તૈમૂર રાહતની ધમકીઓ
જ્યારે ભારતીયો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મોતનો શોક મનાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની આર્મી એટેચી કર્નલ તૈમૂર રાહતે પ્રદર્શનકારીઓના ગળા કાપી નાખવાની ધમકી આપી હતી.તેમના આ પગલાથી સાબિત થયું છે કે પાકિસ્તાન આતંકવાદનું મજબૂત સમર્થક છે.તે તે આતંકવાદીઓ સાથે છે જેમણે 26 લોકોની હત્યા કરી છે.જોકે તેમના સંરક્ષણ પ્રધાને પણ બ્રિટિશ મીડિયા સમક્ષ આતંકવાદીઓને આશ્રય આપવાની વાત સ્વીકારી છે.