હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામ આતમકવાદી હુમલા મામલે સરહદ પર તણાવ
- પાકિસ્તાનની સેના નિયંત્રણ રેખા પર સતત કરી રહી છે યુદ્ધવિરામનું ઉલ્લંઘન
- પૂંછ અને કુપવાડામાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો
- ભારતીય સેનાએ પણ વળતી કાર્યવાહી કરી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો
- પાકિસ્તાન તરફથી સતત ગોળીબારથી ભારત-પાક સરહદ પર વધ્યો તણાવ
- પરિસ્થિતિને જોતા જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યુ
- ભારતે વળતી કાર્યવાહી કરતા ભારતમાં પાકિસ્તાની 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.પરંતુ આ સ્થિતિમાં પણ પાકિસ્તાન પોતાની હરકતો ચાલ જ રાખી રહ્યું છે.જેમા પાકિસ્તાને સતત ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પૂંછ અને કુપવાડામાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી ગોળીબાર કરવામાં આવ્યો છે.ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે.પાકિસ્તાની સેનાએ રવિવાર અને સોમવારે મોડી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
– પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો
પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ પછી ભારતીય સેના કાર્યવાહીમાં છે.ભારતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ઘણા કડક પગલાં લીધાં છે. ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની ગતિવિધિઓ અટકી રહી નથી. પાકિસ્તાની સેનાએ પૂંછ અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો. તેણે નાના હથિયારોથી ગોળીબાર કર્યો.પાકિસ્તાને ચોથી રાત માટે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.પાકિસ્તાને 26 અને 27 એપ્રિલની રાત્રે તુતમારી ગલી અને રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક ગોળીબાર કર્યો હતો ત્યારે પણ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી છે.ભારતે સિંધુ જળ સંધિ રદ કરી આની પાકિસ્તાન પર મોટી વિપરિત અસર પડી છે.અટારી-વાઘા બોર્ડર બંધ કરી દેવામાં આવી છે.પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
– પહેલગામ હુમલા પછી ભારતીય સેનાની કડક કાર્યવાહી
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ઘણી કડક કાર્યવાહી કરી છે.તેણે પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદ આદિલ ગુરીના ઘરને ઉડાવી દીધું.આદિલ ગુરી 2018માં પાકિસ્તાન ગયો હતો.અહેવાલો અનુસાર તેણે પાકિસ્તાનમાં આતંકવાદની તાલીમ લીધી હતી.જમ્મુ અને કાશ્મીર પ્રશાસને આતંકવાદી આસિફ શેખના ઘરને બુલડોઝરથી તોડી પાડ્યું. તેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
– જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યુ
#WATCH | जम्मू-कश्मीर विधानसभा ने #PahalgamTerroristAttack की निंदा की
उपमुख्यमंत्री सुरिंदर चौधरी ने कहा, "यह सदन इस जघन्य, कायरतापूर्ण कृत्य की स्पष्ट रूप से निंदा करता है, जिसके परिणामस्वरूप निर्दोष लोगों की जान चली गई। यह सदन पीड़ितों और उनके परिवारों के साथ पूरी एकजुटता के… pic.twitter.com/jopGM6FKRv
— ANI_HindiNews (@AHindinews) April 28, 2025
કાશ્મીર ખીણના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.અને આ બધા વચ્ચે પણ પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી કાયરતા પૂર્વકની પરકતો કરી રહ્યું છે.તો ભારત સરકાર પણ આ અંગે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાનાં સંકેત આપ્યા છે.ત્યારે આજે 28 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યુ છે.જમ્મુ-કાશ્મીર વિધાનસભાના આ ખાસ સત્રમાં નાયબ મુખ્યમંત્રીએ પહેલગામ હુમલાની નિંદા કરતો ઠરાવ રજૂ કર્યો છે.તે પણ એક મોટી કાર્યવાહીના સંકેત આપે છે.
गृह मंत्रालय की सिफारिशों पर भारत सरकार ने जम्मू-कश्मीर में दुखद पहलगाम आतंकवादी घटना की पृष्ठभूमि में भारत, उसकी सेना और सुरक्षा एजेंसियों के खिलाफ भड़काऊ और सांप्रदायिक रूप से संवेदनशील सामग्री, झूठे और भ्रामक बयान और गलत सूचना प्रसारित करने के लिए डॉन न्यूज, समा टीवी, जियो… pic.twitter.com/rb0wwpixGr
— ANI_HindiNews (@AHindinews) April 28, 2025
– ભારતમાં પાકિસ્તાની 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ
ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે કડક કાર્યવાહી કરી છે.ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો ફેલાવી રહી હતી.ભારત સરકારે પાકિસ્તાનની 16 યુટ્યુબ ન્યૂઝ ચેનલો બંધ કરી દીધી છે. આમાં ડોન,જીઓ ન્યૂઝ, સમા ટીવી અને એઆરવાય યુટ્યુબ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે.