હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન સરહદે તણાવ વચ્ચે વાયુ સેનાનો યુદ્ધાભ્યાસ
- ભારતીય વાયુસેનાએ યુદ્ધાભ્યાસ સાથે શક્તિ પ્રદરશ્ન કર્યુ હતુ
- ઉત્તર પ્રદેશના શાહજહાંપુર ખાતે ભારતીય વાયુસેનાનાનું પ્રદર્શન
- ગંગા એક્સપ્રેસવે પર બનેલી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ પ્રેક્ટિસ શરૂ કરી
- આકાશમાં મિરાજ,રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઇટર પ્લેનની ગર્જના
ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશનાં શાહજહાંપુર પર રહી જ્યાં ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ ગંગા એક્સપ્રેસવે પર બનેલી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી.
– મિરાજ,રાફેલ, સુખોઈ અને જગુઆર ફાઇટર પ્લેનની ગર્જના
આકાશમાં મિરાજ,રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઇટર પ્લેનની ગર્જનાથી દુશ્મન દેશો થરથર કાંપી ઉઠ્યા.આમ વાયુસેના ગંગા એક્સપ્રેસ વે પર પોતાની તાકાત બતાવીછે. 3.5 કિમી લાંબા રનવે પર ફાઇટર વિમાનો લેન્ડિંગ અને ટેક-ઓફનો અભ્યાસ કરી રહ્યા છે.જો યુદ્ધ જેવી કટોકટી ઊભી થાય, તો આ એક્સપ્રેસવે પટ્ટીનો ઉપયોગ વૈકલ્પિક એરપોર્ટ તરીકે થઈ શકે છે.
ગંગા એક્સપ્રેસ વે યુપીનો ચોથો એવો એક્સપ્રેસ વે છે જેમાં એરસ્ટ્રીપ છે.જોકે આ દેશનો પહેલો એક્સપ્રેસ વે છે જેમાં રાત્રિ ઉતરાણની ક્ષમતા છે.દેશમાં પહેલીવાર હાઇવે પર દિવસે લેન્ડિંગ ટ્રાયલની સાથે નાઇટ લેન્ડિંગ ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે. આ એક્સપ્રેસવે 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તે 594 કિલોમીટર લાંબો છે જે મેરઠથી પ્રયાગરાજ સુધી બનાવવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં તેનું નિરીક્ષણ કર્યું હતું. તેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
તો વળી ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલગામ હુમલાનો બદલો પસંદગીપૂર્વક લેવામાં આવશે.આને ધ્યાનમાં રાખીને, ભારતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.તે જ સમયે હવે વાયુસેના ગંગા એક્સપ્રેસવે પર રાફેલ,સુખોઈ,જગુઆર ફાઇટર પ્લેન સાથે ઉડાન અને ઉતરાણનો અભ્યાસ કરીને એક મજબૂત સંદેશ આપી રહી છે.બીજી તરફ નૌકાદળ પણ અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજો સાથે પ્રેક્ટિસ કરી રહ્યું છે.જ્યારે સેના એક પછી એક આતંકવાદીઓનો ખતમો કરવામાં વ્યસ્ત છે.
– ગંગા એક્સપ્રેસવે પર લડાકુ વિમાનો ઉતર્યા
વાયુસેનાનું AN-32 વિમાન શુક્રવારે બપોરે 12:30 વાગ્યે શાહજહાંપુરના જલાલાબાદમાં બનેલી એરસ્ટ્રીપ પર પહોંચ્યું.આ વિમાન લગભગ પાંચ મિનિટ સુધી ચક્કર લગાવતું રહ્યું.આ પછી તે રનવે પર ઉતર્યું.આ વિમાન અહીંથી લગભગ એક વાગ્યે ઉડાન ભરી.આ પછી બીજા વિમાનો આવ્યા.જોકે આ રનવે પર ફાઇટર પ્લેન માત્ર દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રે પણ ઉતરશે અને આ પહેલી વાર હશે જ્યારે એક્સપ્રેસ વે પર ફાઇટર પ્લેનનું નાઇટ લેન્ડિંગ થશે.આ સમય દરમિયાન કટરા-જલાલાબાદ હાઇવે બંધ રહેશે.
– ભારતીય વાયુસેનાના એર શોને નિહાળતા લોકો
શાહજહાંપુરનો આ વિસ્તાર સંરક્ષણ દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે નેપાળની સરહદની નજીક છે અને તેની સાથે ચીનની સરહદ પણ નેપાળ સાથે જોડાયેલી છે.આ કારણે આ વિસ્તારનું વ્યૂહાત્મક સ્થાન મહત્વપૂર્ણ બની જાય છે.આ જ કારણ છે કે અહીં દિવસ અને રાત્રિ બંને પ્રકારના ઉતરાણની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.કટોકટીની સ્થિતિમાં સેના આ પટ્ટીનો ઉપયોગ કરી શકશે.
આજે વાયુસેનાએ જે વિમાનોને ટ્રાયલ માટે ઉડાન ભરી હતી તેમાં રાફેલ,સુખોઈ-30 MKI, મિરાજ-2000, મિગ-29, જગુઆર જેવા ફાઇટર જેટ ઉપરાંત C-130J સુપર હર્ક્યુલસ, AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને MI-17 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. આ બધા વિમાનો યુદ્ધ, રાહત, બચાવ અને વિશેષ કામગીરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અગાઉ પૂર્વાંચલ એક્સપ્રેસ વે અને લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર પણ આવા કરતબો કરવામાં આવ્યા છે. પરંતુ ગંગા એક્સપ્રેસ વે પર આ પહેલી વાર થઈ રહ્યું છે અને તે પણ દિવસ અને રાત્રિ બંને સત્રોમાં થઈ રહ્યુ છે.