હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન સરહદે હાલ જોવા મળતો તણાવનો માહોલ
- કાશ્મીર ખીણના પહેલગામ આકંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો
- આતંકવાદીઓએ ધર્મ પૂછીને પૂરુષોને આતંકીઓએ લોકોને ગોળી મારી
- કેન્દ્રની નરેન્દ્ર મોદી પહેલગામ આતંકવાદી હુમલા બાદ એક્શન મોડમાં
- ભારતીય સેનાની ત્રણેય પાંખ દેશમાં કોઈ પણ સ્થિતિ માટે સજ્જ થઈ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર મોટા યુદ્ધ થયા
- પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન યુદ્ધ વર્ષ 1947–1948 માં થયું હતુ
- ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965 માં બીજી વખત યુંદ્ધ થયુ હતુ
- 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું તો ચોથુ કારગીલ યુદ્ધ 1999માં થયુ
કાશ્મીર ખીણના પહેલગામમાં થયેલા આકંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે.અને તેમાં પણ ધર્મ પૂછીને પૂરુષોને આતંકીઓએ લોકોને ગોળી મારી તેથી સમગ્ર વિશ્વના દેશોમાં ઘોરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો માત્ર હિન્દુઓ જ નહી પણ ભારતના મુ્સ્લિમો પણ આ ઘટનાને વખોડી રહ્યા છે.તો કેન્દ્રની નરેન્દ્ર મોદી પણ આતંકી હુમલા બાદ એક્શન મડમાં જોવા મળે છે સેનાના ત્રણેય પાંખ કોઈ પણ સ્થિતિ માટે સજ્જ થઈ છે.અને દેશભરમાં લોકોની તાલિમ માટે મોકડ્રીલ પણ યોજવા નિર્ણય કરાયો છે.ત્યારે પાકિસ્તાને સ્વિકારી લીધું છે કે ભારત યુદ્ધ કરશે.
– ભારત પાકિસ્તાન સરહદે હાલ તણાવની સ્થિતિ
ભારત સરકારે અત્યાર સુધીમાં બેઠકોનો દોર ચલાવી પાકિસ્તાન સામે ડિજીટલ સ્ટ્રાઈક,વોટર સ્ટ્રાઈક જેવા પગલા લીધા છે.તો પાકિસ્તાન સાથેના વ્યાપારીક સંબંધો પણ કાપી નાખ્યા છે.તેથી પાકિસ્તાનમાં ભય જોવા મળી રહ્યો છે.કારણ કે જો પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરશે તો તેને માટુ આર્થિક નુકસાન વેઠવું પડશે.એક તરફ પાકિસ્તાન પહેલેથી જ ભૂખમરાનો સામનો કરી રહ્યુ છે.
હવે આપણે જાણવા પ્રયાસ કરીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચ અત્યાર સુધીમાં કુલ કેટલા યુદ્ધ થયા છે.અને તેમાં સૌથી લાંબો સમય કયું યુદ્ધ ચાલ્યુ અને સૌથી ટૂંકા સમય માટે કયું યુદ્ધ ચાલ્યુ આ સાથે જ કયુ યુદ્ધ કેટલા સમય માટે ચાલ્યુ તે અંગે વિગત જાણવા પ્રયાસ કરીએ.
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર યુદ્ધો થયા છે.તેમાં મુખ્ય મુદ્દો મોટાભાગે કાશ્મીર જ રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે.પાકિસ્તાને સ્વીકાર્યું છે કે હવે ભારત તેને છોડશે નહીં અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.અહીં ભારતમાં પણ બેઠકો ચાલી રહી છે.ત્રણેય સેનાઓ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વખતે પણ મુદ્દો કાશ્મીર જ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર યુદ્ધો થયા છે.તેમાં મુખ્ય મુદ્દો મોટા ભાગે કાશ્મીર જ રહ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો છે.પાકિસ્તાને સ્વીકાર્યું છે કે હવે ભારત તેને છોડશે નહીં અને ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.અહીં ભારતમાં પણ બેઠકો ચાલી રહી છે.ત્રણેય સેનાઓ તૈયારીઓમાં વ્યસ્ત છે.આ વખતે પણ મુદ્દો કાશ્મીર જ છે.
– ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ
પ્રથમ વખત ભારત-પાકિસ્તાન યુદ્ધ વર્ષ 1947–1948 માં થયું હતું. આ યુદ્ધ 22 ઓક્ટોબર 1947 થી 1 જાન્યુઆરી 1949 સુધી ચાલ્યું હતું. કુલ દિવસો લગભગ 1 વર્ષ 2 મહિના એટલે કે 436 દિવસ હતા.આ યુદ્ધ જમ્મુ અને કાશ્મીરના વિવાદને લઈને થયું હતું. તેનું કારણ એ હતું કે જમ્મુ અને કાશ્મીરના રાજ્ય પર કબજો મેળવવા માટે થયું હતું. તેનું પરિણામ એ આવ્યું હતું કે UN દ્વારા સીઝફાયર અને કાશ્મીરનું વિભાજન થયું હતું.
– ભારત-પાકિસ્તાન વચ્ચે બીજુ યુદ્ધ
વર્ષ 1965માં બીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેનો સમયગાળો 5 ઓગસ્ટ 1965થી 23 સપ્ટેમ્બર 1965 સુધી એટલે લગભગ 50 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. તેનું કારણ ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા પાકિસ્તાનની ઘૂસણખોરી કરી હતી તેથી થયું હતું. તેનું પરિણામ એ આવ્યું કે યુએન સીઝફાયર અને તાશકંદ કરાર થયા હતા.આ યુદ્ધ કાશ્મીરના મુદ્દાને લઈને થયું હતું.
– ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજુ યુદ્ધ
વર્ષ 1971માં ત્રીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું. તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી એટલે કે 13 દિવસ ચાલ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી મુક્તિ આંદોલનને ભારતનો ટેકો મળ્યો હતો.પરિણામે પૂર્વ પાકિસ્તાનના સ્વતંત્ર બંગલાદેશ તરીકે રચના થઈ હતી.તેમનો સમયગાળો 3 ડિસેમ્બર 1971થી 16 ડિસેમ્બર 1971 સુધી એટલે કે 13 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ બંગલાદેશની મુક્તિ માટે થયું હતું.
– ભારત-પાકિસ્તાન વચ્ચે ચોથુ કારગીલ યુદ્ધ
વર્ષ 1999 કારગિલ યુદ્ધ થયું હતું. તે 3 મે 1999 થી 26 જુલાઈ 1999 સુધી એટલે લગભગ અઢી મહિનાથી વધુ સમય સુધી ચાલ્યું હતું. તેનું કારણ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા કારગિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી.તેનું પરિણામ એ આવ્યું કે ભારત દ્વારા તમામ ઘૂસણખોરીઓને પાછા હટાવવામાં આવ્યા હતા.લગભગ 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ એટલે 85 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. તેની વિશેષતા આ યુદ્ધ કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની ઘૂસણખોરીને લઈને થયું હતું. સૌથી લાંબું યુદ્ધ પ્રથમ કાશ્મીર યુદ્ધ જે લગભગ 14 મહિના સુધી ચાલ્યુ હતું અને સૌથી ટૂંકું યુદ્ધ 1971નું યુદ્ધ હતું. જે 13 દિવસ ચાલ્યુ હતુ.