હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટની ઘટના
- શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો હોવાની ઘટના
- સ્થાનિક પોલીસ અને વાયુસેનાની ટીમ સમગ્ર ઘટનાના તપાસના કામે લાગી
- ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છમાં ડ્રોન વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
- શંકાસ્પદ ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે નહીં તે અંગે હાલ સુધી કોઈ પુષ્ટિ નહીં
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતના કચ્છમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે.એક શંકાસ્પદ ડ્રોન હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો છે.
– ગુજરાત સરહદ નજીક ડ્રોન પડતા વિસ્ફોટ
ગુજરાતના કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એક શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાયું છે,જેના કારણે વિસ્ફોટ થયો છે.આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ ખાવડા ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની હતી.
– સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની
મળતી માહિતી અનુસાર આ ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં સવારે 6 વાગ્યે બની હતી.પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે.ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે. જોકે ડ્રોન સરહદ પારથી આવ્યું છે કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં બ્લાસ્ટ, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પહેલગામમાં આંતકી હુમલાનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.ત્યારે આજે સવારે કચ્છના સરહદીય વિસ્તારમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે.
– તપાસ હાથ ધરવામાં આવી
પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે.સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.આ ડ્રોન પાકિસ્તાન તરફથી સરહદ પારથી આવ્યું છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.તેનો કાટમાળ એકઠો કરવામાં આવ્યો છે અને તેનો સ્ત્રોત ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે.આવી સ્થિતિમાં આ ડ્રોન પાકિસ્તાનથી આવ્યું છે કે નહીં તે પણ આ દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.
– ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક વલણ અપનાવી રહ્યું છે.ભારતે મંગળવાર-બુધવારની રાત્રે પાકિસ્તાન અને POK માં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો,જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.ભારતના આ હુમલાથી પાકિસ્તાન ગુસ્સે છે અને સતત ધમકીઓ આપી રહ્યું છે.
– પાકિસ્તાન તરફથી LOC પર સતત ગોળીબાર
પાકિસ્તાન LOC પર સતત ગોળીબાર કરી રહ્યું છે.ગુરુવારે પણ પાકિસ્તાને નિયંત્રણ રેખા એટલે LOC પર ગોળા અને મોર્ટાર છોડ્યા હતા.ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા.ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.આ પહેલા 6-7 મેની રાત્રે ભારતે મિસાઇલ હુમલામાં પાકિસ્તાનમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 જેટલા સભ્યો પણ માર્યા ગયા છે.આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના સભ્યો ઉપરાંત 4 નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા.