હેડલાઈન :
- ભારતે કાશ્મીર ખીણના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો
- ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી ઓપરેશન સિંદૂરનો અંજામ આપ્યો
- ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન ધણધણી ઉઠ્યુ,સરકાર ભય હેઠળ
- પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનો આર્મી ચીફ ડંફાસ મારતો હતો
- ભારતે ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપતા મુનીરનું જોશ ચકનાચૂર
- પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ વખતે મુનિરનો ચહેરો ઢીલો જોવા મળ્યો
- આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની કાર્યવાહીથ મુનારનો આત્મવિશ્વાસ ડગમગ્યો
ભારત પર આતંકવાદના ઘા કર્યા પછી આસીમ મુનીર ફોટો સેશન કરાવી રહ્યો હતો.હુમલા પહેલા તે ભારે ડંફાસ મારતો જોવા મળતો હતો.પરંતુ જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર થકી જડબાતોડ જવાબ આપ્યો,ત્યારે આસીમ મુનીરનું બધુ જ જોશ ચકનાચૂર થઈ ગયું.મુનીરના તાજેતરના વીડિયોથી આ સ્પષ્ટ થાય છે.આ સ્પષ્ટપણે મુનીરની માનસિક સ્થિતિ અને ડર દર્શાવે છે.
” कपिहि बिलोकि दसानन बिहसा कहि दुर्बाद।
सुत बध सुरति कीन्हि पुनि उपजा हृदयँ बिसाद। “
આ પંક્તિમાં રામાયણના પાંચમા કાંડ સુંદરકાંડનું વર્ણન છે જ્યારે રાવણ અને બજરંગ બલી હનુમાન વચ્ચે વાતચીત થઈ હતી.મતલબ કે હનુમાનજીને જોયા પછી,રાવણ ખરાબ શબ્દો વાપરતા ખૂબ હસ્યો.પણ પછી જ્યારે તેને પોતાના દીકરાની હત્યા યાદ આવી ત્યારે તેના હૃદયમાં ઉદાસી આવી ગઈ.
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર હાલમાં આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.ભારત પર આતંકવાદના ઘા કર્યા પછી આસીમ મુનીર ફોટો સેશન કરાવી રહ્યો હતો.પરંતુ જ્યારે ભારતે જવાબ આપ્યો ત્યારે આસીમ મુનીરનું બધુ ગૌરવ ચકનાચૂર થઈ ગયું.મુનીરના તાજેતરના વીડિયોથી આ સ્પષ્ટ થાય છે.આ સ્પષ્ટપણે મુનીરની માનસિક સ્થિતિ અને ડર દર્શાવે છે.
24 સેકન્ડના વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ,તેમના વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ અને પાકિસ્તાન આર્મી,એરફોર્સ અને નેવીના વડાઓ સુરક્ષા સમિતિની બેઠકમાં હાજરી આપતા દેખાય છે,જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેમેરામાં આસીમ મુનીરની નજીકની ફ્રેમ જોવા મળી રહી છે.આસીમ મુનીરની ગરદન થોડી વળેલી છે.આંખોમાં લાચારી દેખાય છે.ખભા ઢીલો પડી ગયો છે.આનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની કાર્યવાહીએ અસીમ મુનારનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે.
આ વીડિયો ઘણું બધું કહી જાય છે.વીડિયોમાં પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરાર અસીમ મુનારની સામે બેઠા છે.તેમની આંખોમાં જોઈને જ તમે સમજી શકશો કે તેઓ કંઈ પણ બોલ્યા વિના કહી રહ્યા છે કે જનરલ અસીમ મુનાર તમે કાગળ પર ફક્ત સિંહ છો.
પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે બુધવારે જણાવ્યું હતું કે દેશના સશસ્ત્ર દળોને ભારતીય સૈન્ય હુમલામાં નિર્દોષ પાકિસ્તાની લોકોના મોતનો બદલો લેવા માટે તેમની પસંદગીના સમય,સ્થળ અને રીતે બદલો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર મિસાઇલ હુમલા કર્યા.પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિ પછી પંજાબ પ્રાંત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK ના શહેરો પર નિયંત્રણ રેખા પારથી થયેલા મિસાઇલ હુમલા અને ગોળીબારમાં 31 લોકો માર્યા ગયા અને 57 અન્ય ઘાયલ થયા.
બહાવલપુરમાં સંગઠનના મુખ્યાલય પર થયેલા હુમલામાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના દસ સભ્યો અને ચાર નજીકના સહયોગીઓ માર્યા ગયા હતા.વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ NSCની બેઠકની અધ્યક્ષતા કરી,જેમાં કેબિનેટ મંત્રીઓ,મુખ્યમંત્રીઓ,તમામ સેવા વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી.NSC ના એક નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે યુએન ચાર્ટરની કલમ 51 મુજબ પાકિસ્તાનને ભારતીય હુમલાઓમાં નિર્દોષ પાકિસ્તાની લોકોના મોતનો બદલો લેવા માટે “પોતાની પસંદગીના સમયે,સ્થળ અને રીતે” સ્વ-બચાવમાં જવાબ આપવાનો અધિકાર છે.