હેડલાઈન :
- ભરતીય સેનાનું ઓપરેશન સિંદૂર ગુરુવારે બીજા દિવસે પણ યથાવત
- ભારતે પાકિસ્તાનના મહત્વના શહેરોમાં કર્યા ડ્રોન થકી હવાઈ હુમલા
- પાકિસ્તાનના લાહોર,કરાંચી સહિતના મહત્વના શહેરોમાં કર્યા હુમલા
- ભારતના ડ્રોન હુમલાથી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય
- ભારતનો પાકિસ્તાનના રાવલપિંડિ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર ડ્રોન હુમલો
- પાકિસ્તાને ભારતમાં હવાઈ તેમજ LOC પર હુમલાનો પ્રયાસ કર્યો
- ભારતીય સેનાએ પાકિસ્તાનના આ નાપાક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
- ભારતે પહેલીવાર S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમનો પ્રયોગ કર્યો
- ગુજરાતના કચ્છ-ભૂજ સહિતના સ્થળે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા
- સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આપ્યો હતો સંકેત ઓપરેશન સિંદૂર યથાવત
ભારતીય સેનાના પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યુ હતુ કે હજુ ઓપરેશન સિંદૂર યથાવત છે,અને તેના જ ભાગ રૂપે ભારતીય સેનાએ બીજા દિવસે એટલે કે 8 મે ના રોજ પાકિસ્તાનના મહત્વના શહેરો જેવાકે લાહોર,કરાંચી સહિતના 9 જેટલા સ્થળો પર ડ્રોન થકી હવાઈ હુમલા કર્યા છે.જેમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમ નષ્ટ કરી દીધી છે.ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યાના એક દિવસ પછી,ભારતીય સેનાએ લાહોરમાં હવાઈ હુમલા કર્યા અને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દીધી.
– ભારતે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી
ભારતે પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો કર્યો છે અને લાહોરમાં તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દીધી છે.ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યાના એક દિવસ પછી સેનાએ આ માહિતી આપી છે.
સેનાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન,ભારતે તેના પ્રતિભાવને લક્ષ્યાંકિત,માપેલ અને બિન-ઉશ્કેરણીજનક ગણાવ્યો હતો.ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા.ભારતમાં લશ્કરી સ્થાપનો પરના કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે તેવો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો.
પરંતુ 7 અને 8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અવંતિપુરા,શ્રીનગર,જમ્મુ,પઠાણકોટ, અમૃતસર,કપૂરથલા,જલંધર,લુધિયાણા,આદમપુર,ભટિંડા,ચંદીગઢ,નાલ,ફલોદી,ઉત્તરલાઈ અને ગુજરાતના કચ્છ-ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આને તટસ્થ કરવામાં આવ્યા હતા. ભારત હવે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરવા માટે ઘણી જગ્યાએથી આ હુમલાઓનો કાટમાળ શોધી રહ્યું છે.
આ પછી 8 મેની સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સંરક્ષણ પ્રણાલીઓને નિશાન બનાવી.ભારતની પ્રતિક્રિયા પાકિસ્તાન જેટલી જ તીવ્ર હતી.વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે ભારતે લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દીધી છે.
– પાકિસ્તાનના હવાઈ હુમલા ભારતે નિષ્ફળ બનાવ્યા
ભારતે કહ્યું છે કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા,બારામુલ્લા,ઉરી,પૂંછ,મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીની મદદથી નિયંત્રણ રેખા પર તેના બિનઉશ્કેરણીજનક ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.અહીં પણ ભારતને હુમલો રોકવા માટે પાકિસ્તાન તરફથી મોર્ટાર અને તોપમારાનો જવાબ આપવાની ફરજ પડી હતી.ભારતીય સશસ્ત્ર દળો તણાવ ન વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે,જો પાકિસ્તાન સેના તેનું સન્માન કરે.
વધુ વિગત સામે આવી છે કે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવની ચરમસીમાએ છે.હવે ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર હુમલો કરીને તે સ્ટેડિયમનો નાશ કર્યો છે.આ કારણોસર હવે આ સ્ટેડિયમમાં યોજાનારી બધી PSLની મેચ રદ કરવામાં આવી છે.
– HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ શું છે ?
HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ વિશે વાત કરીએ તો તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે.તે ચાઇના પ્રિસિઝન મશીનરી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોર્પોરેશન CPMIEC દ્વારા વિકસાવવામાં આવ્યું છે.પાકિસ્તાને 2021 માં આ સિસ્ટમને તેની સેનામાં સામેલ કરી હતી.રાફેલ,સુખોઈ અને બ્રહ્મોસ મિસાઇલો જેવા ભારતના હવાઈ જોખમોનો સામનો કરવા માટે પાકિસ્તાનની ચીની સામગ્રી પરની નિર્ભરતા હવે ખુલ્લી પડી ગઈ છે. જોકે, તેની રેન્જ 125 થી 200 કિલોમીટર હોવાનું કહેવાય છે.તે એકસાથે 100 લક્ષ્યોને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે.
– HQ-9 વિશે સત્ય પણ જાણો
પાકિસ્તાનીઓ ચીનના HQ-9 ની તુલના ભારતના S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી સાથે કરે છે. પાકિસ્તાનીઓ ગમે તે કહે,સત્ય એ છે કે આ HQ-9 ટેકનિકલી S-400 સામે ક્યાંય ટકી શકતું નથી.HQ-9 ની રડાર સિસ્ટમ ભારતની બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલોને રોકી શકશે તેવી લગભગ કોઈ શક્યતા નથી. S-400 ની રેન્જ 400 કિલોમીટર છે અને તેને ખૂબ જ ઓછા સમયમાં કાર્યરત કરી શકાય છે.તેની સરખામણીમાં HQ-9 ને તૈનાત કરવામાં અડધા કલાકથી થોડો વધુ સમય લાગે છે.
– પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો
દરમિયાન અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બદલામાં ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.આ પહેલા ભારતે આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.