હેડલાઈન :
- ભારતનું પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદૂર
- ભારતીય સેનાનું 9 આતંકવાદી છાવણાઓ પર ઓપરેશન સિંદૂર
- એર સ્ટ્રાઈક દર મિયાનભારતીય જેટ તોડી પાડ્યાની પાકિસ્તાનની ડંફાસ
- પાકિસ્તાની યુવકે જ વીડિયો વાયરલ કરી પાકિસ્તાનની પોલ ખોલી
- યુવકે કહ્યુ ભારતે ઘરમાં ઘૂસી હવાઈ હુમલા કર્યા અમે કશુ ન કરી શક્યા
- પાકિસ્તાન સરકાર અને સ્થાનિક ચેનલોના પ્રોપગેન્ડાને પણ ખુલ્લો પાડ્યો
કાશ્મીર ખીણના પહેલગામમાં 22 એપ્રિલના રોજ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ધર્મ પુછીને 26 નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓ મારી હતી.ત્યારથી ભારતમાં એક જ વાત હતી કે આનો જવાબ ભારત સરકાર આપે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતુ કે જે કોઈ દોષિત છે તેમને તેમની કલ્પનાથી પણ વધુ સજા આપવામાં આવશે.
– ઓપરેશન સિંદૂર સફળતા પૂર્વક થયુ
6 અને 7 મેની મધ્યરાત્રી બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ અને 25 મિનિટમાં જ પાકિસ્તાનમાં ઘૂસી 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરી આતંકીઓના ઠેકાણા નેસ્ત નાબૂદ કરી નાંખ્યા હતા.ત્યારે દેશભરમાંથી લોકોએ સેના અને સરકારને અભિનંદન આપી સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો તેનો પણ આભાર માની ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી,એટલું જ નહી પણ પક્ષ અને વિપક્ષ સહિત રાજકીય,સામાજિક,સાંસ્કૃતિક સંગઠનો અને વિશ્વના ઘણા દેશોએ ભારતના કાર્યવાહીનું સમર્થન કરી તેને યોગ્ય ઠેરાવી હતી.
– ભારતમાં લોકોએ ઓપરેશન સિંદૂરને સન્માન આપ્યુ
એક તરફ ભારતીય સેનાની સંયમિત અને સાહસ ભર્યા કાર્યથી ભારતમાં અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં અનેક ધાર્મિક મંદિરોમાં યજ્ઞ અને પૂજા થઈ રહ્યા છે.ત્યાં બીજી તરફ પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.અને પાકિસ્તાનના જ નાગરિકો સ્થાનિક સરકાર પર જાણે કે ફિટકાર વરસાવી રહ્યા છે.લોકો પાક સરકારને કહી રહ્યા છે.કે ભારતે ઘરમાં ઘૂસાને માર્યા અને આપણે તેમને રોકી ન શક્યા.
– પાકિસ્તાનના પોકળ દાવાને સ્થાનિક નાગરિકે જ પોલ ખોલી
પહલગામ ઈસ્લામી આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાં ઉડાડ્યા બાદ હવે પાડોશમાં ફફડાટ પેસી ગયો છે.દરમ્યાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની નાગરિક જ પોતાની સેનાની પોલ ખોલતો જોવા મળે છે.વીડિયોમાં તે કહે છે કે,“ભારતે પાકિસ્તાન પર 24 મિસાઈલ હુમલા કર્યા અને લગભગ તમામ મિસાઈલ ટાર્ગેટ પર જઈને પડી છે અને ભારતે જે ટાર્ગેટ નક્કી કર્યા હતા એ પૂરા કર્યા. આપણી ડિફેન્સ સિસ્ટમ એક પણ હુમલો રોકી ન શકી.આપણે નિષ્ફળ રહ્યા.ભારતે ખરેખર ઘૂસીને માર્યા અને આપણે તેમને રોકી ન શક્યા.”
આગળ તે યુવક ઈરાન અને ઇઝરાયેલનું ઉદાહરણ આપીને કહે છે કે,ઈરાન હજારો મિસાઈલ છોડે પણ તેમાંથી માંડ એકાદ-બે જ જઈને પડે છે,બાકીની તમામ ઇન્ટરસેપ્ટ થઈ જાય છે.પણ પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ જ સાવ નકામી છે,જે ભારતની એક પણ મિસાઈલ ન રોકી શકી.
વીડિયોમાં યુવકે કહે છે કે,ભારતે હજુ સૈન્ય ઠેકાણાં કે નાગરિકોને નિશાન બનાવ્યાં નથી,જો તેમ કર્યું હોત તો શું-શું થયું હોત.આપણે તો એક પણ મિસાઈલ રોકી શકતા નથી.પાકિસ્તાને ભારતનાં જેટ તોડી પાડ્યાં હોવાની અફવાઓ પર તેણે કહ્યું કે,“રાત્રે પાકિસ્તાની મીડિયા લાગ્યું હતું કે ભારતનાં જહાજ તોડી પાડ્યા.પણ મેં જોયું એ તમામ ફોટા જૂના છે.ભારતનું હેડક્વાર્ટર તોડી પાડ્યું એમ પણ કહે છે,એ પણ સદંતર ફેક ન્યૂઝ છે.આવી કોઈ વાત નથી.”
– પાકિસ્તાની પ્રત્યક્ષદર્શીએ ઘણા દાવા કર્યા
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા.આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.ઉપરાંત,મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યોના મોત થયા છે,ત્યારબાદ મસૂદ અઝહરે પોતાનું દુઃખ વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું અને પછી ભારતને ધમકી આપી.આ હુમલા બાદથી પાકિસ્તાની સેના સરહદ પારથી સતત ગોળીબાર અને તોપમારો કરી રહી છે.તેમજ પાકિસ્તાની સેના નિર્દોષ ભારતીયોને નિશાન બનાવી રહી છે.દરમિયાન લાહોરમાં એક કવાયત દરમિયાન તેમની એક મિસાઇલ પાકિસ્તાનની અંદર વિસ્ફોટ થઈ.આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની નાગરિક દ્વારા ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે.
– પાકિસ્તાન એક પણ મિસાઈલ રોકી શક્યું નહીં: પ્રત્યક્ષદર્શી
તમને જણાવી દઈએ કે ભારતીય મિસાઈલો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાનની સંરક્ષણ પ્રણાલી પર ઘણા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.આ અંગે પાકિસ્તાનના એક પ્રત્યક્ષદર્શીએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.પાકિસ્તાની પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ભારતે ગઈકાલે રાત્રે પાકિસ્તાન પર 24 મિસાઈલ હુમલા કર્યા. આશ્ચર્યજનક વાત એ છે કે બધી મિસાઇલોએ પોતાના લક્ષ્યોને નિશાન બનાવ્યા.ભારતે પોતાના લક્ષ્યો હાંસલ કર્યા.પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આપણી સેના એક પણ મિસાઈલને રોકી શકી નહીં.અમે એક પણ મિસાઈલ રોકી શક્યા નહીં.અમે બધા હુમલા રોકવામાં નિષ્ફળ ગયા.ભારત ખરેખર આપણામાં ઘૂસી આવ્યું છે અને હુમલો કર્યો છે. આપણે ભારતની મિસાઇલને રોકી શકતા નથી.
– પ્રત્યક્ષદર્શીએ કહ્યું- ભારતે અમારા ઘરમાં ઘૂસીને માર્યા
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે આપણે ભારતની મિસાઇલ રોકી શકતા નથી.આ વાસ્તવિકતા છે જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતા છે.આપણે સાંભળીએ છીએ કે ઈરાન 1000 મિસાઈલ છોડે છે પણ ફક્ત 1 કે 2 મિસાઈલ જ ઈઝરાયલમાં પડે છે.આ સંરક્ષણ પ્રણાલી છે.અમે એક પણ મિસાઈલ રોકી શક્યા નહીં.ભારતે હજુ સુધી કોઈ છાવણી કે કોઈ શહેરી વિસ્તાર પર હુમલો કર્યો નથી.જો ભારતે આ મિસાઇલ છાવણી પર બીજે ક્યાંય પણ છોડી હોત,તો આપણે બરબાદ થઈ ગયા હોત.અમે એક પણ મિસાઈલ રોકી શક્યા નહીં.પાકિસ્તાન વારંવાર દાવો કરતું રહ્યું કે અમે ભારતના ફાઇટર જેટ તોડી પાડ્યા છે અને કેમ્પને ઉડાવી દીધો છે.જ્યારે મેં તપાસ કરી ત્યારે ખબર પડી કે બધા ફોટા જૂના હતા અને પાકિસ્તાની સરકાર અને મીડિયાના બધા દાવા ખોટા હતા.