હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન વચ્ચે વધતો જતો તણાવ પાક માટે ઘાતક બની શકે
- ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી ધ્રુજી ઉઠેલુ પાકિસ્તાન હવાતિયા મારતુ થયુ
- ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાનનું આત્મસમર્પણ દુનિયા પાસેથી લોન રૂપી ભીખ માંગી
- પાકિસ્તાન સરકારના આર્થિકવિભાગ અનુસાર ભારતીય હુમલામાં ભારે નુકસાન થયુ
- ભારતના હુમલાથી પાકિસ્તાન સરકાર ફરી દુનિયા પાસેથી ભીખ માંગતી જોવા મળી
- ભારત સાથેનું યુદ્ધ પાકિસ્તાન માટે મુશ્કેલ બની રહ્યું માત્ર બે દિવસમાં આર્થિક સ્થિતિ કથળી
- પાકિસ્તાનને આપવામાં આવતી સહાય અંગે ભારત IMF સમક્ષ ચિંતા વ્યક્ત કરી શકે
ભારતીય સેનાએ બે દિવસથી પાકિસ્તાનમાં આતંકવાદીઓની છાવણીનો નષ્ટ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ છે.તો પાકિસ્તાને LOC પર ગોળીબાર સહિત ભારતના 11 શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરતા ભારતીય સેનાએ વળતો જવાબ આપતા પાકિસ્તાનના લાહોર,કરાંચી,રાવલપિડી સહિતના શહેરોના મહત્વના સ્થળો પર હવાઈ હુમલા કર્યા અને તબાહી મચાવી છે.ત્યારે ઓપરેશન સિંગૂરના બે દિવસમાં જ જાણે કે ઘૂંટણીએ પડી ગયુ છે.કારણ કે પાકિસ્તાન સરકાર ફરી એકવાર દુનિયા પાસેથી ભીખ માંગતી જોવા મળી.એક પોસ્ટમાં પાકિસ્તાન સરકારે અન્ય દેશો પાસેથી લોન માંગી છે.
– પાકિસ્તાન દુનિયા પાસેથી લોન માંગી
ભારત પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.આ દરમિયાનપાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.તાજેતરમાં પાકિસ્તાન સરકારે દુનિયા સમક્ષ ભીખ માંગવાનું શરૂ કર્યુ છે.પાકિસ્તાન સરકારના આર્થિક બાબતોના વિભાગ અનુસાર,ભારતીય હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.આ સ્થિતિમાં હવે પાકિસ્તાન સરકારે વિશ્વભરના તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માંગણી કરી છે.
आर्थिक मामलों के मंत्रालय, आर्थिक मामलों के प्रभाग – पाकिस्तान सरकार के आधिकारिक अकाउंट ने एक ट्वीट पोस्ट किया,"पाकिस्तान सरकार ने दुश्मन द्वारा किए गए भारी नुकसान के बाद अंतर्राष्ट्रीय साझेदारों से अधिक ऋण की अपील की है। बढ़ते युद्ध और स्टॉक में गिरावट के बीच, हम अंतर्राष्ट्रीय… pic.twitter.com/03VPPCO5pj
— ANI_HindiNews (@AHindinews) May 9, 2025
પાકિસ્તાન સરકારના આર્થિક બાબતો વિભાગની એક પોસ્ટ સામે આવી છે.”દુશ્મન દ્વારા ભારે નુકસાન થયા બાદ પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરે છે.યુદ્ધમાં વધારો અને સ્ટોકમાં ઘટાડો વચ્ચે,અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ.રાષ્ટ્રને મક્કમ રહેવા વિનંતી કરવામાં આવે છે,”સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ વાંચવામાં આવી.પાકિસ્તાને આ પોસ્ટમાં વિશ્વ બેંકને પણ ટેગ કર્યું છે.
જોકે હવે પાકિસ્તાન આ અંગે પોતાનો લૂલો બચાવ કરતુ હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે આ બાબતની X એકાઉન્ટ પર પોસ્ટ મામલે હવે પાકિસ્તાન સરકારે ખુલાસો કર્યો છે.કે અમારુ એકાઉન્ડ હેન્ડલ હેક થયું હોવાથી આ પોસ્ટ ફેક છે.
– પીએમ મોદી અને શાહબાઝ શરીફ
ભારતભારત સાથેનું યુદ્ધ પાકિસ્તાન માટે હવે મુશ્કેલ બની રહ્યું છે.યુદ્ધના માત્ર બે દિવસમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે.અને તેને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ભીખ માંગવાની નોબત આવી છે. ગુરુવારે સવારે, પાકિસ્તાન સરકારના આર્થિક બાબતો વિભાગના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક મહત્વપૂર્ણ ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વ બેંક પાસેથી તાત્કાલિક લોનની માંગ કરવામાં આવી હતી.
સરકારી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “દુશ્મન દ્વારા ભારે નુકસાન સહન કર્યા પછી પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે.વધતા યુદ્ધ અને ઘટતા સ્ટોક વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઘટાડવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને મક્કમ રહેવા વિનંતી કરવામાં આવે છે
– પાકિસ્તાનને નવી નાણાકીય સહાય સામે ભારત IMFને ચેતવણી આપી શકે
ભારત એ સંદેશ આપી રહ્યું છે કે પાકિસ્તાનને ફક્ત પૈસા આપવાથી ગંભીર સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, ખાસ કરીને જ્યારે આતંકવાદ અને ભૂતકાળના ભંડોળના નબળા સંચાલનની ચિંતાઓ રહે છે.ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને IMF તરફથી લગભગ 24 બેલઆઉટ પેકેજ મળ્યા છે.
– પાકિસ્તાનને આપવામાં આવતી સહાય અંગે ભારત IMF સમક્ષ ચિંતા વ્યક્ત કરી શકે
– વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારતની સ્થિતિ સ્પષ્ટપણે સમજાવશે
– પાકિસ્તાનને નાણાકીય સહાય ચાલુ રાખવામાં જોખમોની ભારતે ચેતવણી આપી
વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF ની મહત્વપૂર્ણ બેઠકના એક દિવસ પહેલા,ભારતે સંકેત આપ્યો છે કે તે પાકિસ્તાનને વધુ નાણાકીય સહાય પૂરી પાડવા અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ પોતાની ચિંતાઓ ઉઠાવી શકે છે, ગુરુવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે IMF ખાતે ભારતના પ્રતિનિધિઓ દેશના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરશે. “મને ખાતરી છે કે અમારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભારતનો પક્ષ રજૂ કરશે,” તેમણે મીડિયા બ્રીફિંગ દરમિયાન પત્રકારોને જણાવ્યું.તેમણે કહ્યું કે બોર્ડનો નિર્ણય અલગ હોવા છતાં, જે લોકો પાકિસ્તાનને નાણાકીય સહાય પૂરી પાડવાનું ચાલુ રાખે છે તેમણે તેમાં રહેલા જોખમોને સંપૂર્ણપણે સમજવું જોઈએ.
મિસરીએ એ પણ નિર્દેશ કર્યો કે પાકિસ્તાનને ભૂતકાળમાં IMF તરફથી લગભગ 24 બેલઆઉટ પેકેજ મળ્યા છે પરંતુ તેમાંથી ઘણા યોગ્ય પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે.ભારત એ સંદેશ આપી રહ્યું છે કે ફક્ત પાકિસ્તાનને પૈસા આપવાથી ઊંડા મુદ્દાઓ ઉકેલાશે નહીં,ખાસ કરીને જ્યારે આતંકવાદ અને ભૂતકાળના ભંડોળનું નબળું સંચાલન ચિંતાનો વિષય રહે છે.
– 7 અબજ ડોલરના પેકેજની પ્રથમ સમીક્ષા
IMFની આજની બેઠકમાં, વિસ્તૃત ભંડોળ સુવિધા એટલે EFF હેઠળ પાકિસ્તાનને આપવામાં આવી રહેલી 7 બિલિયન ડોલર એટલે કે લગભગ 59 હજાર કરોડ રૂપિયાની સહાયની પ્રથમ સમીક્ષા પણ થવાની છે.આ પેકેજનો આગામી હપ્તો પાકિસ્તાનને આપવો કે નહીં તે બેઠકમાં નક્કી કરવામાં આવશે.જુલાઈ 2024 માં, પાકિસ્તાન અને IMF ત્રણ વર્ષના US$7 બિલિયન સહાય પેકેજ પર સંમત થયા જે હેઠળ પાકિસ્તાનના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમોનો ઉપયોગ કરવામાં આવશે.37 મહિનાના EFF કાર્યક્રમમાં તમામ ભંડોળ પ્રાપ્ત થાય ત્યાં સુધી છ સમીક્ષાઓ યોજવાનું સુનિશ્ચિત થયેલ છે.પાકિસ્તાનના પ્રદર્શનના આધારે લગભગ $1 બિલિયનનો આગામી હપ્તો જાહેર કરવામાં આવશે.
– પાકિસ્તાનનો ઝડપથી થઈ ખાલી રહેલો ખજાનો
પોતાના આતંકવાદી ઠેકાણાઓના વિનાશથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને યુદ્ધ શરૂ કર્યું,પરંતુ તેને એવા પરિણામોનો સામનો કરવો પડશે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર આવવામાં દાયકાઓ લાગશે.પાકિસ્તાન પર નાદારીનો ખતરો મંડરાઈ રહ્યો છે તેને થોડા મહિના જ થયા છે.તેની પાસે લોનનું વ્યાજ ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નહોતા.બીજી બાજુ વિદેશી હૂંડિયામણ અનામત થોડા દિવસની આયાતને પહોંચી વળવા માટે પૂરતું બચ્યું હતું. યુદ્ધ શરૂ થયું ત્યારે પાકિસ્તાન આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું..પાકિસ્તાનનો ખજાનો ઝડપથી ખતમ થઈ રહ્યો છે જો યુદ્ધ થોડા વધુ દિવસ ચાલુ રહેશે તો ખાદ્યપદાર્થોની અછત સર્જાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે.તોપો, ફાઇટર પ્લેન, ડ્રોન, મિસાઇલ જેવા મુખ્ય શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે.પહેલેથી જ ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહેલ પાકિસ્તાન લાંબા યુદ્ધનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નથી.પરિસ્થિતિ એવી છે કે આ સંઘર્ષનો ફક્ત ત્રીજો દિવસ છે અને પાકિસ્તાને વિશ્વ બેંક પાસેથી લોન માંગવાનું શરૂ કર્યું છે.પાકિસ્તાન સરકાર સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ દુનિયા પાસેથી પૈસા માંગી રહી છે. “દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન બાદ, પાકિસ્તાન સરકાર આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરે છે,
પાકિસ્તાન 2022 માં ડિફોલ્ટ થવાની નજીક પહોંચી ગયું હતું. આ વર્ષે માર્ચમાં જ પાકિસ્તાનને IMF તરફથી 2 બિલિયન ડોલરની લોન સાથે બેલઆઉટ પેકેજ મળ્યું. આનાથી પાકિસ્તાની અર્થતંત્રને થોડી રાહત મળી હતી પરંતુ વર્તમાન સંઘર્ષે બધું જ બગાડી નાખ્યું છે.ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ કહ્યું છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. મૂડીઝે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ પાકિસ્તાનના વિદેશી દેવાની પહોંચમાં નોંધપાત્ર ઘટાડો કરશે.આ ઉપરાંત દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર ઘણું દબાણ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.ઘણી વિદેશી એરલાઇન્સે પણ પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરવાનું બંધ કરી દીધું છે.આના કારણે પાકિસ્તાનને વિદેશી ચલણના રૂપમાં થતી કમાણીનું મોટું નુકસાન થયું છે.પાકિસ્તાન દેવાના બોજ નીચે દબાયેલું છે.પાકિસ્તાનનું બાહ્ય દેવું $131.1 બિલિયનની નજીક પહોચ્યુ છે.પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણ ભંડારની વાત કરીએ તો,તે ફક્ત $15.48 બિલિયન છે.પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર ખાલી થતાં તે ઝડપથી ઘટી રહ્યું છે.
– પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ તેની લશ્કરી તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો
પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ તેની લશ્કરી તૈયારીઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.દારૂગોળાની અછત અને આર્થિક કટોકટીને કારણે જો ભારત સાથે સંઘર્ષ થાય છે,તો પાકિસ્તાની સેના ટૂંક સમયમાં ઘૂંટણિયે પડી જશે કારણ કે તેની પાસે ફક્ત ચાર દિવસ સુધી અસરકારક રીતે લડવા માટે દારૂગોળો છે.એક ગુપ્તચર રિપોર્ટ સામે આવ્યો છે.જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે.રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની પાસે માત્ર 4 દિવસ યુદ્ધ કરી શકે તેટલો દારુ ગોળો છે.ત્યારે મિસાઈલથી હુમલો કરનાર પાકિસ્તાન થોડા દિવસોમાં જ ઘુંટણીયે પડી શકે છે.
પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ આ પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. 2 મે 2025 ના રોજ યોજાયેલી ખાસ કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબુ યુદ્ધ લડવા માટે ન તો દારૂગોળાની ક્ષમતા છે અને ન તો આર્થિક સંસાધનો.