હેડલાઈન :
- ઓપરેશન સિંદૂર હેઠળ ચોથા દિવસે ભારતીય સેનાએ કરેલ કાર્યવાહીનું બ્રિફિંગ
- ભારતીય વિદેશ મંત્રાલય અને સેનાની ત્રીજી સંયુક્ત પત્રકાર પરીષદ યોજાઈ
- ઓપરેશ સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનના હવાઈ હુમલા નિષ્ફળ બનાવ્યા
- ભારતીય સેનાનો સરહદ ક્ષેત્રમાં પાકિસ્તાનની બદમાશીનો જડબાતોડ જવાબ
- પાકિસ્તાન જૂઠ ફેલાવવા સાથે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ : MEA
- પહેલગામ આતંકવાદી હુમલા સામે ભારતનું ઓપરેશન સિંગૂર સફળતાના શિખરે
- આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં સેનાએ શરૂ કર્યુ ઓપરેશન સિંગૂરનું તાંડવ
- પાકિસ્તાન લાજવાને બદલે ગાજી રહ્યુ છે તેનો ભારતીય સેનાએ કર્યો પર્દાફાશ
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે.ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા બાદ પાકિસ્તાન લાજવાને બદલે ગાજવાનો પ્રયાસ કરી રહ્યું છે.અને ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.જેની વિગતો સત્યતાપૂર્ણ રીતે દેશ અને વિદોશો સુધી પહોંચે તે માટે ભારતીય વિદેશ મંત્રાલય અને સેના સંયક્ત પત્રકાર પરીષદ યોજે છે.આજે 10 મે ને શનિવારના રોજ ત્રીજી સંયુક્ત પત્રકાર પરીષદ યોજાઈ જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી તેમજ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિક સિંહે સંબોધન કર્યુ હતુ.
#WATCH दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "मैंने पहले भी कई मौकों पर कहा है कि पाकिस्तान की कार्रवाइयां उकसावे और तनाव बढ़ाने वाली हैं। जवाब में भारत ने पाकिस्तान की ओर से की गई इन उकसावे और तनाव बढ़ाने वाली कार्रवाइयों का जिम्मेदाराना और संतुलित तरीके से बचाव किया है और… pic.twitter.com/VI8LQNulnr
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પાકિસ્તાન પર જૂઠાણાની બધી હદો પાર કરવાનો અને ખૂબ જ નીચલા સ્તરે જવાનો આરોપ લગાવ્યો.તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાના હુમલાઓમાં આપણા ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા છે.ઊલટું, તેઓ અમારા પર અમારા ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે.તે જ સમયે તે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.
#WATCH दिल्ली: कर्नल सोफिया कुरैशी ने बताया, "पाकिस्तानी सेना ने पश्चिमी सीमाओं पर लगातार आक्रमक गतिविधियां जारी रखी हैं। उसने ड्रोन, लंबी दूरी के हथियार, युद्धक हथियार और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया…अंतरराष्ट्रीय सीमा और LoC पर 26 से अधिक… pic.twitter.com/239SByz7Uk
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધતો જાય છે. શુક્રવાર અને શનિવારે રાત્રે પાકિસ્તાને ફરી એકવાર ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસવાની હિંમત કરી. ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) અને સેનાએ બંને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ અંગે ફરીથી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી. આ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સતત ઉશ્કેરણીજનક પગલાં લઈ રહ્યું છે. આ પ્રેસ બ્રીફિંગમાં સેનાએ કહ્યું કે અમે પાકિસ્તાનના તમામ હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા છે.
#WATCH दिल्ली: विंग कमांडर व्योमिका सिंह ने कहा, "एक त्वरित और सुनियोजित प्रतिक्रिया में भारतीय सशस्त्र बलों ने केवल चिन्हित सैन्य लक्ष्यों पर सटीक हमला किया…पाकिस्तान ने लगातार दुर्भावनापूर्ण गलत सूचना अभियान चलाने का प्रयास किया है, जिसमें भारतीय एस-400 प्रणाली को नष्ट करने,… pic.twitter.com/RDWiqFKJf3
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
ઓપરેશન સિંદૂર અંતર્ગત ચોથા દિવસે પાકિસ્તાનની બદમાશીનો સેનાએ કેવી રીતે જવાબ આપ્યો તેને લઈ આ 10 મહત્વના મુદ્દાઓ સમજવા પ્રયાસ કરીએ.
1. સેનાએ આ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે.યુ-કેબ ડ્રોન,લાંબા અંતરના શસ્ત્રો અને ફાઇટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતના લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.નિયંત્રણ રેખા પર પણ ડ્રોન ઘૂસણખોરી કરવામાં આવી હતી.ભારે હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો.
2. શ્રીનગરથી નલિયા સુધી નિયંત્રણ રેખા પર 26 થી વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા.બધા હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા.
3. વાયુસેના સ્ટેશન ઉધમપુર,પઠાણકોટ,આદમપુર,ભૂજ,ભટિંડા સ્ટેશનના સાધનો અને સૈનિકોને નુકસાન થયું હતું.પાકિસ્તાને સવારે 1:40 વાગ્યે પંજાબના એરબેઝ સ્ટેશન પર હાઇ-સ્પીડ મિસાઇલ છોડવાનો પ્રયાસ કર્યો.
4. પાકિસ્તાને શ્રીનગર,અવંતિપુર અને ઉધમપુરમાં વાયુસેનાના ઠેકાણાઓ પર તબીબી કેન્દ્રો અને શાળા પરિસરને નિશાન બનાવ્યા.
5. પાકિસ્તાને પ્રચારનો ઉપયોગ કર્યો.આદમપુર S-400 સિસ્ટમ,સુરતગઢ અને સિરસા એરપોર્ટ,નાગરોટા બ્રહ્મોસ બેઝ,ચંદીગઢ દારૂગોળો કેન્દ્રના વિનાશ અંગે અફવાઓ ફેલાવવામાં આવી છે.ભારત આ વાતનો ઇનકાર કરે છે.
6. પાકિસ્તાની સેનાના આગળના વિસ્તારોમાં સૈન્યની તૈનાતી વધી રહી હોય તેવું લાગે છે.આ પરિસ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ છે.ભારતે અત્યાર સુધી પાકિસ્તાનની કાર્યવાહીનો સંપૂર્ણ સંયમ સાથે યોગ્ય જવાબ આપ્યો છે.
7. ભારતે આયોજિત હુમલો કર્યો.રડાર સ્થળો અને શસ્ત્રોના ડેપો પસંદ કરવામાં આવ્યા અને ચિહ્નિત કરવામાં આવ્યા.હવાઈ પ્રક્ષેપણ અને લડાયક વિમાનોએ રફીકી,મુરીદ,ચકલાલા,રહેમાનયાર ખાન,શુકુર, ચુનિયામાં પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો.
8. ભારતીય સેના દ્વારા પાસૂર રડાર સાઇટ અને સિયાલકોટ એવિએશન બેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા.આ કાર્યવાહીથી ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન સુનિશ્ચિત થયું.
9. લાહોરથી ઉડતા નાગરિક વિમાનોની આડમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો. જેથી તેઓ પોતાની પ્રવૃત્તિઓ છુપાવી શકે.
10. બદલામાં ભારતે પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો, જેમાં ચાર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા.