હેડલાઈન :
- ભારત -પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની વિદેશ સચિવ વિક્રમ મીની સત્તાવાર જાહેરાત
- ત્રણેય મોરચા જમીન,સમુદ્ર,હવાઈ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક
- ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી ત્રીજા દેશની ભૂમિકા નહીં
- આગામી 12 મે ના રોજ ફરીવાર બંને દેશોના DGMO સ્તરની વાતચીત થશે તેવી પણ જાહેરાત
- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત
ભારત અને પાકિસ્તાન સરહદ પર તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા સંમત થયા છે. આ માહિતી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીઅ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ શનિવારે બપોરે 3:35 વાગ્યે ભારતીય DGMOને ફોન કર્યો હતો અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.વાટાઘાટો દરમિયાન એ વાત પર સંમતિ સધાઈ કે 10 મે 2025 ને શનિવારે સાંજે 5 વાગ્યાથીત્રણેય મોરચા જમીન,સમુદ્ર અને હવાઈ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક લગાવવામાં આવશે.
– ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ આજે બપોરે 3:35 વાગ્યે ભારતીય DGMOને ફોન કર્યો હતો અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.વાટાઘાટો દરમિયાન,એ વાત પર સંમતિ સધાઈ કે આજે સાંજે 5 વાગ્યાથી ત્રણેય મોરચા – જમીન, સમુદ્ર અને હવાઈ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી પર સંપૂર્ણ રોક લગાવવામાં આવશે.બંને પક્ષોએ પોતપોતાના લશ્કરી અધિકારીઓને આ કરારનો અમલ કરવા માટે સૂચનાઓ પણ આપી છે.વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMOs પરિસ્થિતિનું વધુ મૂલ્યાંકન કરવા માટે 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.આ કરારને પ્રાદેશિક શાંતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
– ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈશાક ડારે આપ્યા હતા નિવેદન
ઉલ્લેખનીય છે કે વિદેશ સચિવના નિવેદન પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ યુદ્ધવિરામ અંગે નિવેદનો આપ્યા હતા.અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો બાદ,બંને દેશો સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.ટ્રમ્પે કહ્યું કે રાતભર લાંબી વાતચીત બાદ આ કરાર શક્ય બન્યો છે.દરમિયાન પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ટ્વિટ કર્યું,”પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે.”
– ભારત-પાકિસ્તાને યુદ્ધવિરામનો નિર્ણય ત્રીજા દેશની ભૂમિકા નહીં
જોકે ભારતના વિદેશ સચિવ અને ગુપ્ત માહિતી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો આ નિર્ણય બંને દેશો વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે.આમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવાનો એટલે કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોએ એકબીજા સાથે વાતચીત કર્યા બાદ લીધો છે.આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.ભારત તરફથી આ કહેવામાં આવ્યું છે.આ પહેલા આ માહિતી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ દ્વારા આપી હતી.ટ્રમ્પની પોસ્ટ મુજબ,આ નિર્ણય અમેરિકન મધ્યસ્થી હેઠળ બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.પરંતુ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને આઈ.બી મંત્રાલયે એક પોસ્ટ દ્વારા કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે.આમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.
– ભારતે યુએસ મધ્યસ્થીના દાવાને નકારી કાઢ્યો
આ પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને યુદ્ધવિરામ પર સંમત થયા છે.ભારતે એક રીતે અમેરિકાના એ દાવાને નકારી કાઢ્યો કે તેણે મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ અટકાવ્યો હતો.ખરેખર વિદેશ મંત્રાલયે શનિવારે સાંજે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે.શનિવાર 10 મે ની સાંજે 6:07 વાગ્યે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટ્વિટ કર્યું.જેમાં કહેવામાં આવ્યું હતું કે યુદ્ધવિરામનો કરાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે.એનો અર્થ એ કે અમેરિકા વચ્ચે નહોતું. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના DGMOએ શનિવારે બપોરે ફોન પર વાત કરી હતી.જે બાદ લશ્કરી કાર્યવાહી બંધ કરવા પર સર્વસંમતિ સધાઈ હતી.