હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામમા થયેલ આતંકવાદી હુમલાથી દેશમાં રોષ
- 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયો હતો આતંકવાદી હુમલો
- આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે 5 મહત્વના પગલા લીધા
- મહત્વના પગલા લેતા ભારતે સિંધુ જળસંધિ સ્થગિત કરવાની જાહેરાત કરી
- ભારતે આયાત પર પ્રતિબંધ અને વિઝા પણ રદ્દ કરવાની કરી હતી જાહેરાત
- ભારતે જળ સ્ટ્રાઈક કરતા પાકિસ્તાનને મોટો આર્થિક તેમજ કૃષિ લક્ષી ફટકો
- ભારતે 7 મે 2025ના રોજ પાકિસ્તાન સામે આર-પારની કાર્યવાહી હાથ ધરી હતી
- ભારતીયસેનાએ પાકિસ્તામાં ઘૂસી ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકી ઠેકાણા નષ્ટ કર્યા
- ભારતીય હવાઈ હુમલાથા હચમચી ગયેલા પાકિસ્તાને સરહદ પર ગોળીબાર-ડ્રોન હુમલા કર્યા
- ભારતીયસેનાએ પાકિસ્તાનના હવાઈ હુમલા નિષ્ફળ બનાવી વળતા હુમલા કર્યા હતા
- 10 મે 2025 ની સાંજે ભારત-પાકિસ્તાન વચ્ચે સહમતી સધાતા યુદ્ધવિરામની જાહેરાત કરી
22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીર ખીણના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી શરૂ થયેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ 10 મેના રોજ યુદ્ધવિરામ સાથે સમાપ્ત થયો.ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર,ડ્રોન હુમલા,હવાઈ હુમલાથી લઈને રાજદ્વારી હસ્તક્ષેપ સુધીની 18 દિવસની સંપૂર્ણ સમયરેખા પર પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાથી શરૂ થયેલો તણાવ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત સાથે સમાપ્ત થયો. આ 18 દિવસો દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ યુદ્ધની નજીક પહોંચી ગઈ હતી.
બંને દેશો વચ્ચે સતત લશ્કરી હુમલાઓ અને બદલો લેવામાં આવતો રહ્યો.આ સમય દરમિયાન ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી.એટલું જ નહીં પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ લશ્કરી સ્થાપનોને પણ નુકસાન થયું હતું. પછી રાજદ્વારી દબાણ અને આખરે અમેરિકાની મધ્યસ્થી પછ, યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી.ચાલો જાણીએ કે 22 એપ્રિલથી 10 મે સુધીના આ 18 દિવસમાં શું થયું?
– 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ આતંકવાદી હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ઘાતક હુમલો કર્યો,જેમાં 26 લોકોનાં મોત થયાં. આ ઘટનાથી ભારતમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ.ત્યારે ભારતે મોટી જવાબી કાર્યવાહી કરતા ભારતી સેનાએ ઓપરેશન સિંદૂર હાછ ધરી અને પાકિસ્તાનના 8 મહત્વપૂર્ણ લશ્કરી ઠેકાણા નષ્ટ થયાતો પાકિસ્તાને પણ છૂટા છવાયા ડ્રોન તેમજ મિસાઈલથી હવાઈ હુમલા કરવા પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સેનાએ અ તેમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.વાત એટલા હદ સુધી પહોંચી ગઈ કે મામલો યુદ્ધ સુધી પોહોંચ્યો હતો.જોકે 10 મે ના રોજ સાંજે 5 વાગ્યે સમાચાર વહેતા થયા કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે.અને આ પ્રકારની જાહેરાત વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પત્રકાર પરીષદ યોજીને કરી હતી અને યુદ્ધ બંધ થયું.
– પહેલગામ હુમલાથી લઈ યુદ્ધવિરામ સુધીની કહાની
– 22 એપ્રિલ 2025 ના રોજ કાશ્મીર ખીણના પહેલગામમાં આતંકવાદી હુમલો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ઘાતક હુમલો કર્યો,જેમાં 26 લોકોનાં મોત થયાં. આ ઘટનાથી ભારતમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ
– 23 એપ્રિલ 2025 – યુદ્ધવિરામ ઉલ્લંઘન અને રાજદ્વારી પગલાં
પાકિસ્તાન તરફથી LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ થયું. જવાબમાં,ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સહિતના મહત્વના નિર્ણયોની જાહેહાત કરી હતી.
– 7 મે 2025 ( 1.04 AM) – ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર LOK સ્થિત આતંકવાદી લોન્ચપેડ પર સચોટ હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.
– 8 મે 2025 (રાત્રિ) – પાકિસ્તાનનો હુમલો અને ભારતનો જવાબ
પાકિસ્તાને સ્વોર્મ ડ્રોન અને ભારે તોપખાનાનો ઉપયોગ કરીને ભારતીય જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં અનેક સ્થળોએ હુમલો કર્યો.ભારતે વળતો જવાબ આપ્યો અને આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
-9 મે 2025 (સવાર) – ભારતે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ પર હુમલો કર્યો
ભારતીય વાયુસેનાએ લાહોરમાં પાકિસ્તાનની HQ-9B વાયુ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી.
– 9 મે 2025 (રાત્રે) – પાકિસ્તાન દ્વારા મોટો હુમલો
પાકિસ્તાને સ્વોર્મ ડ્રોનનો ઉપયોગ કરીને 26 ભારતીય સ્થળો પર હુમલો કર્યો,દારૂગોળો અને ફતાહ મિસાઇલો લૂંટી લીધી.
– 9 મે 2025 (મોડી રાત્રે) – ભારતનો જોરદાર જવાબ
ભારતીય સેનાએ સિયાલકોટ,આંતરરાષ્ટ્રીય સરહદ (IB) અને અનેક LoC સેક્ટરમાં મોટો હુમલો કર્યો.
– 10 મે 2025 (સવાર) – ભારતીય વાયુસેનાનો હવાઈ હુમલો
ભારતીય વાયુસેનાએ ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના 8 મુખ્ય એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા અને સ્કાર્ડુ, બોલારી અને સરગોધા સહિત 8 અન્ય એરસ્ટ્રીપ્સને નુકસાન પહોંચાડ્યું.
– 10 મે 2025 (બપોર) – રાજદ્વારી હસ્તક્ષેપ
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે વાત કરી અને સંયમ રાખવાની અપીલ કરી.
– 10 મે 2025 (સાંજે) – DGMO સ્તરની વાટાઘાટો
પાકિસ્તાની DGMO એ ભારતીય DGMOને ફોન કર્યો અને સીધી વાતચીત શરૂ કરી.
– 10 મે 2025 (સાંજે 5:૦૦ વાગ્યે) – યુદ્ધવિરામની ઘોષણા
બંને દેશોના DGMO વચ્ચે થયેલા કરાર બાદ પાણી,જમીન અને આકાશમાં તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.ભારત-પાકિસ્તાન અને અમેરિકાએ આ અંગે સકારાત્મક પ્રતિભાવ આપ્યો.જોકે 12 મે 2025ને સોમવારે ફરી બંને દેશનાં DGMO વચ્ચે વાતચીત થશે.
આ રીતે છેલ્લા 18 દિવસ દરમિયાન ભારતે આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો જ નહીં,પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું. તે જ સમયે પાકિસ્તાનને ભારે લશ્કરી નુકસાન અને રાજદ્વારી દબાણનો સામનો કરવો પડ્યો,ત્યારબાદ તે ભારતની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયો.હવે બધાની નજર 12 મે પર છે જ્યારે બંને દેશોના અધિકારીઓ ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરશે.