હેડલાઈન :
- PM નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક મળી
- બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર હાજર રહ્યા
- NSA અજિત ડોભાલ,CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા
- ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુ સેનાનું મોટુ નિવેદન સામે આવ્યુ
- ભારતીય વાયુ સેનાએ સોશ્યલ મીડિયા હેન્ડલથી ટ્વીટ કર્યું કે ઓપરેશન હજુ યથાવત
- ભારતીય વાયુ સેનાએ કહ્યું યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ કરવામાં આવશે
- સૌને અટકળો -અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવા વાયુ સેનાની વિનંતી
ભારત અને પાકિસ્તા વચ્ચે યુદ્ધવિરામ કરારથી પાકિસ્તાન તરફથી હવાઈ હહુમલા કરી યુદ્ધવિરામ ભંગ સુધીની મહત્વની ઘટનાઓ પર આપણે આજે નજર કરીએ.
10 મેના રોજ સાંજે 5 વાગ્યે ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારી મધ્યસ્થી પછી બંને દેશો યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આ માહિતી આપી હતી.પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામ લાગુ થયાના માત્ર 3 કલાક પછી જ તેનો ભંગ કર્યો.
– ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે.ભારતે 6-7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.જે બાદ બધાએ ભારતીય સેનાની હિંમત અને બહાદુરીને સલામ કરી. આ પછી,પાકિસ્તાન ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવા માંગતું હતું. જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. ભારતની S-400 સહિતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ પાકિસ્તાનના તમામ ડ્રોનને તોડી પાડી રહી છે અને પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો જોરદાર જવાબ આપી રહી છે. જે પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે લશ્કરી સંઘર્ષ ચાલુ રહે છે.
– ભારત પાકિસ્તા વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયો
તમને જણાવી દઈએ કે 10 મેના રોજ સાંજે 5 વાગ્યે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારી મધ્યસ્થી પછી બંને દેશો યુદ્ધવિરામ લાગુ કરવા સંમત થયા છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પણ આ માહિતી આપી હતી. પરંતુ પાકિસ્તાને યુદ્ધવિરામ લાગુ થયાના માત્ર 3 કલાક પછી જ તેનો ભંગ કર્યો.
– યુદ્ધ વિરામ બાદ પણ પાકિસ્તાન તરફથી હવાઈ હુમલા
પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર,ગુજરાત,રાજસ્થાન અને પંજાબમાં ડ્રોન હુમલા કર્યા હતા,જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતા.વિદેશ સચિવે રાત્રે 11 વાગ્યે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો. વિક્રમ મિશ્રીએ કહ્યું કે સેનાને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
#WATCH | दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "सशस्त्र बल स्थिति पर कड़ी निगरानी रख रहे हैं और उन्हें अंतरराष्ट्रीय सीमा के साथ-साथ नियंत्रण रेखा पर सीमा उल्लंघन की किसी भी पुनरावृत्ति की घटना से सख्ती से निपटने के निर्देश दिए गए हैं।" pic.twitter.com/Bkwr0oV9gO
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
– ઓવૈસીએ યુદ્ધવિરામ પર સવાલો ઉઠાવ્યા
AIMIMના વડા ઓવૈસીએ પાકિસ્તાનના યુદ્ધવિરામ પર સવાલો ઉઠાવ્યા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી? આપણે ત્રીજા પક્ષનું કેમ સાંભળ્યું? આપણે વાટાઘાટો માટે શા માટે સંમત થયા? શું આપણે આતંકવાદી હુમલાઓને રોકવામાં સફળ થયા? શું અમારો ઉદ્દેશ્ય ફક્ત યુદ્ધવિરામ લાવવાનો હતો?
– કોંગ્રેસના સાંસદ શશી થરૂર પાકિસ્તાન પર ગુસ્સે થયા
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કાવ્યાત્મક શૈલીમાં કહ્યું. પોતાના શબ્દોથી ફરી જવું એ તેનો સ્વભાવ છે, હું તેના વચન પર કેવી રીતે વિશ્વાસ કરી શકું?
– વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7,LKM ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,વિદેશ પ્રધાન ડૉ.એસ. જયશંકર,NSA અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने 7, LKM में एक बैठक की अध्यक्षता की। बैठक में रक्षा मंत्री राजनाथ सिंह, विदेश मंत्री डॉ. एस जयशंकर, एनएसए अजीत डोभाल, सीडीएस, तीनों सेनाओं के प्रमुख मौजूद रहे। pic.twitter.com/rHtCmisrX6
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
– વાયુ સેનાએ કહ્યુ ઓપરેશન હજુ યથાવત
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું, “…કારણ કે ઓપરેશન હજુ પણ ચાલુ છે, તેથી યોગ્ય સમયે વિગતવાર બ્રીફિંગ આપવામાં આવશે. ભારતીય વાયુસેના દરેકને અટકળો ટાળવા માટે વિનંતી કરી રહી છે.”
भारतीय वायुसेना ने ट्वीट किया, "…चूंकि ऑपरेशन अभी भी जारी है, इसलिए समय आने पर विस्तृत ब्रीफिंग की जाएगी। भारतीय वायुसेना सभी से अटकलों और असत्यापित सूचनाओं के प्रसार से बचने का आग्रह करती है।" pic.twitter.com/CIJWN0gh8t
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
#WATCH जम्मू, जम्मू-कश्मीर: राइफलमैन सुनील कुमार का पार्थिव शरीर त्रेवा गांव स्थित उनके घर लाया गया, जिन्होंने आरएस पुरा सेक्टर में सीमा पार से होने वाली गोलीबारी में अपनी जान गंवा दी थी। pic.twitter.com/fToLr1BVzE
— ANI_HindiNews (@AHindinews) May 11, 2025
– શહીદ રાઇફલમેનનો પાર્થિવ દેહ જમ્મુ અને કાશ્મીરના ત્રેવા ગામ પહોંચ્યો
રાઇફલમેન સુનીલ કુમારના પાર્થિવ શરીરને જમ્મુના ત્રેવા ગામમાં તેમના ઘરે લાવવામાં આવ્યું. આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન તેઓ ફરજ બજાવતી વખતે શહીદ થયા હતા.