હેડલાઈન :
- ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
- વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી જાહેરાત
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું ટેસ્ટ ક્રિકેટના એક યુગનો અંત
- રોહિત શર્મા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યુ અલવિદા
- ભારતીય ક્રિકેટર કિંગ કોહલીએ કેરીયરમાં 123 ટેસ્ટ મેચ રમી
- વિરાટ કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી
દેશના રમત-ગમત જગતના મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને બાય બાય કહી નિવૃત્તિની જાહેરાત કરી છે.ત્યારે ક્રિકેટ ચાહકોમાં નિરાશા જેવા મળી રહી છે.
विराट कोहली ने टेस्ट क्रिकेट से संन्यास की घोषणा की।
विराट कोहली ने अपने इंस्टाग्राम पोस्ट में कहा, "14 साल हो गए हैं जब मैंने पहली बार टेस्ट क्रिकेट में बैगी ब्लू पहना था। ईमानदारी से कहूं तो मैंने कभी नहीं सोचा था कि यह प्रारूप मुझे किस सफर पर ले जाएगा। इसने मेरी परीक्षा ली,… pic.twitter.com/Aw2ATCn5Wj
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
– સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે.ભારતીય ક્રિકેટને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો લાગ્યો છે.રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.તેમણે સફેદ જર્સીમાં પોતાના 14 વર્ષને “શાંત મહેનત અને જીવનભરના પાઠ”ના અનુભવ તરીકે વર્ણવ્યા.કોહલીએ લખ્યું,“મેં આ ફોર્મેટમાં મારું બધું જ આપી દીધું અને તેણે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે.”
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ રમી હતી.અહીં અમને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો.તેણે પહેલી મેચમાં સદી ફટકારી હતી.પરંતુ આ પછી તે સારી બેટિંગ કરી શક્યો નહીં.
– ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ભારતીય ક્રિકેટર અને બેટ્સમેન કિંગ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે.આ સમયગાળા દરમિયાન તેણે 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા.તમને જણાવી દઈએ કે કોહલીએ ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે.
– BCCI એ કહ્યું ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે “ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ વારસો હંમેશા ચાલુ રહેશે.ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.ભારતીય ટીમમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”
भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (BCCI) ने ट्वीट किया, "टेस्ट क्रिकेट में एक युग का अंत हो गया लेकिन विरासत हमेशा जारी रहेगी। टीम इंडिया के पूर्व कप्तान विराट कोहली ने टेस्ट क्रिकेट से संन्यास ले लिया है। टीम इंडिया में उनके योगदान को हमेशा याद रखा जाएगा।" pic.twitter.com/sApahPkihd
— ANI_HindiNews (@AHindinews) May 12, 2025
– કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ યોગદાન
36 વર્ષીય વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 123 મેચ રમી અને 9230 રન બનાવ્યા.તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી.કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ નવ સદી ફટકારી છે,જ્યારે બાંગ્લાદેશ સામે સૌથી ઓછી બે સદી ફટકારી છે.તેની ટેકનિક જુસ્સો અને માનસિક શક્તિએ તેને વિશ્વના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક બનાવ્યો છે. આમ કોહલી દેશ માટે ‘બેગી બ્લુ’ ગૌરવ યોદ્ધા રહ્યા છે.
– સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન
વિરાટ કોહલીએ 2014 માં ભારતની ટેસ્ટ કેપ્ટનશીપ સંભાળી હતી અને 2022 માં તેમાંથી રાજીનામું આપ્યું હતું.તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે 68 માંથી 40 ટેસ્ટ મેચ જીતી હતી જે કોઈપણ ભારતીય કેપ્ટન માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.તેમણે ભારતને ફક્ત ઘરે જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી જીત અપાવી.
– ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચનાર પ્રથમ એશિયન કેપ્ટન
2018-19 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં,વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 2-1થી હરાવ્યું.તે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વિદેશી ધરતી પર મળેલી સૌથી મોટી ટેસ્ટ જીતમાંની એક હતી.આ પહેલી વાર હતું જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી.
– વેસ્ટ ઈન્ડિઝ,દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો પણ ખરાબ પરાજય
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2019 માં વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરઆંગણે 2-0 થી હરાવ્યું.વર્ષ 2015 માં ભારતે નંબર-1 દક્ષિણ આફ્રિકાને 3-0 થી હરાવ્યું.આ ઉપરાંત ભારતે 2016-17માં ઇંગ્લેન્ડને 4-0થી હરાવીને પોતાની સ્થાનિક તાકાતનું પ્રદર્શન પણ કર્યું હતું.
– આક્રમક માનસિકતાની શરૂઆત
કોહલીના વિરાટ નેતૃત્વમાં ભારતીય ટેસ્ટ ટીમમાં આક્રમકતા,ફિટનેસ અને લડાઈની ભાવનાની એક નવી વ્યાખ્યા બનાવવામાં આવી.તેમણે ખેલાડીઓને માનસિક રીતે મજબૂત તો બનાવ્યા જ પરંતુ ટીમમાં આત્મવિશ્વાસનું એક નવું વાતાવરણ પણ ઉભું કર્યું જે ક્યારેય કોઈપણ પડકારથી પાછળ હટશે નહીં.
– આ વિદાય નથી પણ વારસો
વિરાટ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય થવું એ ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત સમાન છે.પરંતુ તેમણે સ્થાપિત કરેલી સંસ્કૃતિ,સિદ્ધિઓ અને વિચારો આવનારી પેઢીઓ માટે પ્રેરણા તરીકે જીવંત રહેશે.કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું,”હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.”આ સ્મિત ફક્ત તેમનું જ નહીં પરંતુ લાખો ભારતીયોનું પણ હશે,જેમણે આ ‘બેગી બ્લુ’ યોદ્ધાને સુવર્ણ યુગમાં રૂપાંતરિત થતા જોયો.