હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામ ક્ષેત્રમાં મોટો આતંકવાદી હુ્મલો
- પહેલગામમાં ફરવા આવેલા પ્રવાસીઓને ધર્મ પુછી ગોળી મારી
- આતંકવાદીઓએ ધર્મ પુછી માત્ર હિન્દુ પુરુષોને ગોળી મારી હતી
- પહેલગામ આતંકવાદી હુમલાને દેશ-દુનિયાએ કાયરતાપૂર્ણ બતાવ્યો
- આતંકીઓના આ ક્રૂર કૃત્યથી ભારતમાં ભારે રોષ જોવા મળ્યો હતો
- આતંકી હુમલા બાદ PM મોદીની અધ્યક્ષતામાં CCS ની બેઠક મળી હતી
- પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે પાંચ આકરા નિર્ણયો લીધા
- પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો
22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કાશ્મીરની મુલાકાતે આવેલા 25 હિન્દુ પ્રવાસીઓની હત્યા કરી.આ આતંકી હુમલો દેશની આત્મા પર પ્રહાર સમો બની રહ્યો હતો.
– જમ્મુ-કાશ્મીર ફરવા આવેલા પ્રવાસીઓ પર ગોળીબાર
આતંકવાદીઓએ ફરવા આવેલા પર્યટકો જે રજાની મજા મણી રહ્યા હતા તેમના ઉત્સાહને ક્ષણવારમાં માતમમાં ફેરવી દીધો.આતંકવાદીઓએ ખાસ કરીને હિન્દુ પર્યટકોને ધર્મ પુછીને મૃત્યુને ઘાટ ઉતારવામાં આવ્યા.જ્યારે આતંકવાદીઓને આતંકવાદીઓનો હિન્દુપર્યટકોને તેમનો ધર્મ પુછ્યો અને તેમાં તેઓને સંદેહ થયો તો તેમને કલમા પઢવા તેમજ ખતના સાબિત કરવા માટે મજબૂર કર્યા.અને ત્યારબાદ આ ક્રૂર આતંકીઓને લાગ્યુ કે જે તે મુસ્લિમ નથી પણ હિન્દુ છે ત્યારે તેમને ગોળી મારી મોત નિપજાવ્યુ અને તેમા પણ એક બે નહી પરંતુ 25 હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા,એટલું જ નહી આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને જ ગોળીનો શિકાર બનાવ્યા કારણકે હિન્દુ મહિલાઓના સિંદૂર ઉજાડી દીધા કારણકે સિંદૂર એ એક હિન્દુ મહિલા પરણીતા માટે મઈળીાન,સન્માન અને ગૌરવ પૂર્ણ સૌભાગ્યવતીનું પ્રતિક છે.
– પહેલગામ આતંકી હુમલાથી દેશભમાં આક્રોશ ફેલાયો
આતંકવાદીઓની આ નાપક હરકતને લઈ સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો અને આવી કાયરતા પૂર્ણ ક્રૂરતા પૂર્ણ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.ત્યારે દેશભરમાં તમામ ધર્મ,સમાજના લોકો તેમજ પક્ષ-વિપક્ષ બધા જ એક સુરે સરકારને જણાવ્યુ કે આ ઘટનાનો બદલો કડક કાર્યવાહી રૂપે જેવો જ જોઈએ.વિશ્વના ઘણા દેશોએ પણ આ કાયરતા અને ક્રૂરતા ભરી ઘટનાને વખોડી ભારત પ્રત્યે સંવેદના સહ સહકારની ખાતરી આપી હતી.
– ન ભૂલી શકાય તેવી ગોઝારી આતંકી ઘટના
આ પ્રકારે 22 એપ્રિલની આતંકવાદી હુમલાની આ ગોઝારી ઘટના ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી ત્યારે આ પ્રસ્તુત અહેવાલમાં આપણે 22 એપ્રિલથી લઈ 28 એપ્રિલ સુધી પહેલગામ આતંકવાદી હુમલા બાદભ ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી સૈન્યકાર્યવાહી અને હુમલા સંબંધિત વિવિધ પ્રકારના પ્રદર્શનો અને પ્રતિબંધોની પ્રમુખ 14 ઘટના પર વિસ્તૃત રીતે વાંચીશું.
ઘટના – 1 – 22 એપ્રિલ 2025ન
– ધર્મની ઓળખ આધારે 26 હિન્દુઓની હત્યા
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ક્ષેત્રમાં 22 એપ્રિલ 2025 ના રોજ પાકિસ્તાન તરફથી આવેલા આતંકવાદીઓએ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યા એટલુ જ નહી પણ આતંકવાદીઓએ માત્રને માત્ર હિન્દુપ્રયટકોને જ ગોળીઓ ધરબી દીધી.અને એક બે નહી પણ 26 હિન્દુઓની ક્રૂર હત્યા કરવામાં આવી તો 17 જેયલા લોકોને ઘાયલ કર્યા હતા.તેમાં પણ માત્ર હિન્દુ પુરુષોના જ મોત નિપજાવી હિન્દુ મહિલાઓના સિંદૂર ઉજાડવામાં આવ્યા.આતંકવાદીઓએ અહીં લોકોને તોમનો ધર્મ પુછ્યો અને તેમા પણ સંદેહ થતા આતંકીઓએ લોકોને કલમા પઢવા તેમજ ખતના સાબિત કરવા મજબૂર કર્યા અને તે બાદ આતંકીઓને લાગ્યુ કે આ મુસ્લિમ નહી પણ હિન્દ છે ત્યારે તે વ્યક્તિને ગોળીઓ મારી મોત નિપજાવ્યુ આ પ્રકારે 26 હિન્દુઓની હત્યા એક સાથે આતંકીઓએ કરી હતી.
– સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં સિંદૂરનું મહત્વ
આપણી સત્ય સનાતન હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ પરણીતા માટે માથા પરનું સિંદૂર એ સૌભાગયનું પ્રતિક છે.અને પોતે અખંડસૌભાગ્યવતી બની રહે તે માટે હિન્દુ મહિલાઓ વ્રત-ઉપવાસ વગેરે કરતી હોય છે.અને કરવા ચતુર્થીએ આ પ્રકારનું જ એક આકરું વ્રત છે,ત્યારે સમજી આપણે સૌ સમજી શકીએ છીએ કે આતંકવાદીઓએ માત્ર હિન્દુ પુરુષોને જ કેમ મોતને ઘાટ ઉતાર્યા તેમની આ કાયરતાપૂર્ણ અને નિર્દયી હરકતથી દેશના 140 કરોડ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
– પહેલગામ આતંકી હુમલામાં IB અધિકારીનું મૃત્યુ
પહેલગામ આતંકવાદી હુમલામાં IB અધિકારીનું મોત,પત્ની અને બાળકોની સામે ગોળી મારી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં IB અધિકારી મનીષ રંજન મિશ્રાનું મોત થયું હતું.હૈદરાબાદમાં પોસ્ટેડ મનીષ રજાઓ દરમિયાન તેના પરિવાર સાથે કાશ્મીર ગયા હતા
22 એપ્રિલને મંગળવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો.આ હુમલામાં ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IB ના અધિકારી મનીષ રંજન મિશ્રાનું મોત થયું હતું.મનીષ રંજન મિશ્રા હૈદરાબાદમાં IB ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે પોસ્ટેડ હતા.તેઓ પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા કાશ્મીર આવ્યા હતા.પછી આ ક્રૂર હુમલો થયો જેમાં મનીષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
ઘટના – 2 – 22 એપ્રિલ 2025
– જમ્મુ-કાશ્મીર છાવણીમાં ફેરવાયુ
કાશ્મીર ખીણના પહેલગામ ક્ષેત્રમા આતંકવાદી હુમલાના સમાચાર મળતા જ ભારતીય સુરક્ષાદળોએ પહેલગામ ક્ષેત્રને ઘેરી લીધુ હતુ. અને આતંકવાદીઓની શોધળોળ અભિયાન હાથ ધર્યું હતું.CRPF ની ક્વિક રિએક્શન ટીમ તેમજ અન્ય સુરક્ષાદળો ઘટના સ્થળે પહોંચ્યા હતા.ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાકો પછી,સુરક્ષા દળોએ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું જે ત્યારથી દિવસ-રાત ચાલ્યુ હતુ.ભારતીય સેના,જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવ્યુ હતુ.
– અનુમાન લગાવ્યા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ થયું
બૈસરન ખીણ જ્યાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા,તે પહેલગામથી 2 કિમી દૂર છે.ત્યાં ફક્ત પ્રાણીઓના પરિવહન દ્વારા જ પહોંચી શકાય છે.પહેલગામમાં એક પોલીસ ચોકી છે અને અહીંથી લગભગ 2 કિમી દૂર પહેલગામના ઉત્તર-પશ્ચિમ બાજુએ CRPF બટાલિયનનું મુખ્ય મથક અને એક કંપની છે.ભારતીય સેનાનું COB એટલે કે કંપની ઓપરેટિંગ બેઝ અહીંથી લગભગ 5 કિમી દૂર લેદરુ ખાતે છે. હુમલા પછી આતંકવાદીઓ ભાગી જવા માટે કયા રસ્તાઓ અપનાવી શકે છે તેનો અંદાજ લગાવીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યવાહી ખૂબ મોટા વિસ્તારમાં કરવામાં આવી રહી છે કારણ કે આતંકવાદીઓ કેવી રીતે અને કઈ દિશામાં ભાગી ગયા તે જાણી શકાયું નથી.
– ગાઢ જંગલોથી લઈન વસ્તીવાળા વિસ્તારો સુધી શોધખોળ
બધી સુરક્ષા એજન્સીઓ પાસે જંગલનો નકશો હોય છે કારણ કે તેઓ સમયાંતરે વિસ્તાર વિશે નવી માહિતી મેળવવા માટે પેટ્રોલિંગ કરતા રહે છે.આ સમય દરમિયાન જોવામાં આવે છે કે જંગલમાં કોઈ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે કે નહીં અને તે ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યો છે.બહાર નીકળવાના તમામ શક્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.કોમ્બિંગ વિસ્તારમાં જ્યાં પણ વસ્તી છે ત્યાં સંયુક્ત ટીમ શોધખોળ કરી અને વિસ્તારને સેનિટાઇઝ કરતી વખતે આગળ વધી.લોકો સાથે વાત કરીને માહિતી મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા. સ્નિફર ડોગ્સ,ડ્રોન અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી.
ઘટના – 3 – 23.એપ્રિલ 2025
– પહેલગામ હુમલાની આતંકવાદી સંગઠન TRF એ લીધી જવાબદારી
કાશ્મીર ખીણના પહેલગામ ક્ષેત્રમાં એકાએક થયેલ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૌયબાથી જોડાયેલ આતંકી સંગઠન ધ રેજીસ્ટેંસ ફ્રંટ એટલે કે TRF એ લીધી હતી.
– ધ રેજીસ્ટેંસ ફ્રંટ : પહેલગામ આતંકવાદી હુમલા પાછળ પ્રતિબંધિત સંગઠન
કેન્દ્ર દ્વારા જમ્મુ અને કાશ્મીરનું વિભાજન અને કલમ 370 રદ કર્યાના મહિનાઓ પછી,ઓક્ટોબર 2019 માં રેઝિસ્ટન્સ ફ્રન્ટ અથવા TRF ની સ્થાપના કરવામાં આવી હતી.
લશ્કર-એ-તૈયબાની એક શાખા રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે, જેમાં 26 નાગરિકોના મોત થયા.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના એક જૂથ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો કહેવાય છે.
ઘટના – 4 – 23 એપ્રિલ 2025
– NIA એ આતંકવાદીઓની પહેલી તસવાર અને સ્ક્રેચ જાહેર કર્યા
ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સિ NIAએ પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરીને તેને આધાર પર ત્રણ
આતંકવાદીઓ જેમાં આસિફ ફુજી,સુલેમાન શાહ અને અબૂ તલ્હાના સ્ક્રેચ તૈયાર કરવામાં આવ્યા અને આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓના પ્રથમ તસવાર સામે આવી હતી.આ તસવારમાં ચાર આતંકવાદીઓ એક સાથે એક બીજાના ખભા પર હાથ રાખી ઉભેલા જોવા મળતા હતા.અને આ બંને તસવીરો સુરક્ષા એજન્સિઓએ સાર્વજનિક કરી હતી.
ઘટના – 5 – 23 એપ્રિલ 2025
– જમ્મુ-કાશ્મીર સરકારે પહેલગામ હુમલાના પીડિતોને 10 લાખની વળતર સહાય જાહેર કરી
જમ્મુ-કાશ્મીર સરકારે પહેલગામ હુમલામાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને રૂપિયા 10 લાખની આ્થિક સહાય આપવાની જોહેરાત કરાઈ હતી. તો વળી હુમલામાં ગેભાર રીતે ઈજાગ્રસ્ત થયેલ લોકોને બે લાખ રુપિયા તેમજ સામાન્ય રીતે ઘાયલ પરીવારને એક લાખની આર્થિક સહાય જાહેર કરી હતી.જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકી હુમલાને નિર્દયી અને નિંદનિય કૃત્ય ગણાવ્યુ હતુ.સાથે જ તેમણે પીડિત પરીવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
ઘટના – 6 – 24 એપ્રિલ 2025
– પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવા સરકારનો આદેશ થયો
જમ્મુ-કાશ્મીરના પહેલગામ આગંકવાદી હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો ત્યારે બીજી તરફ ભારત સરકાર પણ એક્શન મોડમાં જેવા મળી હતી.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય સુરક્ષા સમિતિ એટલે CCSની આપાતકાલીન બેઠક મળી હતી.જેમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પાંચ મહત્વના નિર્ણયો પાકિસ્તાન સામે લીધા હતા.
આ પાંચ નિર્ણયોમાં એક હતો કે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ 48 કાલાકમાં દેશ છોડી દેવા આદેશ કરવામાં આવ્યો હતો.જેમાં હિન્દુ લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા.આ આદેશ હેઠળ 25 થી 27 એપ્રિલ દરમિયાન અટારી ચેક પોસ્ટથી 537 પાકિસ્તાની નાગરિકોને ભારતથી બહાર કરવામાં આવ્યા હતા.મુખ્ય નિર્ણયોમાં એ પણ શામેલ છે કે હવે કોઈપણ પાકિસ્તાની નાગરિકને સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઘટના – 7 – 24 એપ્રિલ 2025
– ભારતે પાકિસ્તાન સામે લીધા આકરા નિર્ણયો
1. ભારતે પાકિસ્તાનના સૈન્ય સલાહકારોને દેશ નિકાલ કરવાનો આદેશ કરી સ્પષ્ટ સંદેશ આપતા આતંકી હુમલામાં પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યુ હતુ.
2. ભારતે સિંધુ જળ સંધિ સ્થિત કરવાનો નિર્ણય કર્યો જે બંને દેશો વચ્ચે પાણી વિભાજન માટેનો મહત્વનો કરાર હતો.
3. ભારતે અટારી-વાઘા બોર્ડર સરદહને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી,જેનાથી પાકિસ્તાનથી આવવા-જવાની ગતિવિધી પર અસર પડે.
4. ભારતે સુરક્ષાદળોને નિર્દેશ આપ્યો કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરે જેના પાકિસ્તાન સાથે સંબંધ હતો.
ઘટના – 8 – 25 એપ્રિલ 2025
– પહેલગામ આતંકવાદી હુ્મલાના ગુનેગારો પર ગાળીયો કસ્યો
કાશ્મીર ખીણના પહેલગામ હુમલા બાદ તુરત જ ભારતીય સેના,CRPF, અને જમ્મુ-કાશ્મીર પોલીસે રાજ્યમાં સઘન તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. જેમાં પાલીસે 1500 થી વધુ લોકોના પુછ પરછ કરી 15 સ્થાનિક ઓવરગ્રાઉન્ડ લોકની ઓળખ કરી જેઓએ આતંકવાદીઓને સહાયતા કરી હતી.જેમાં ત્રણ મુખ્ય સંદિગ્ધોની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય બે ની તપાસ શરૂ કરી હતી.
ઘટના – 9 – 23 એપ્રિલ 2025
– કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાદળો સાથે બેઠક કરી
પહેલગામ આતંકવાદી હુમલાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલીક ધોરણે શ્રીનગરની મુલાકાત લીધી હતી.જ્યાં સૌ પ્રથમ તો તેમણે સુરક્ષાદળોના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરિય બેઠક યોજી હતી.
તો વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિદેશ પ્રવાસ ટૂંકાવી સ્વદેશ પરત ફર્યા હતા.અને હમલામાં જવાબદારો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ હતુ. તો વળી ભારતના રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુએ આતંકવાદી ઘટનાને અક્ષમ્ય ગણાવી પિડિત પરીવારો પ્રત્યે સંવેદની વ્યક્ત કરી હતી.
ઘટના – 10 – 22 એપ્રિલ 2025
– જમ્મુ-કાશ્મીર હુમલા પર વિપક્ષની પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા પર રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ નાગરિકો પર સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો.તો ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ હુલાખોરો સામે કડક હાથે કામ લેવાની ખાતરી આપી હતી
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આતંકવાદી હુમલાને કાયરતા પૂર્ણ બતાવ્યો અને કેન્દ્ર સરકાર સમક્ષ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ઘટના – 11 – 26 એપ્રિલ 2025
– ગુજરાતના સુરત-અમદાવાદમાં એક હજારથી વધુ વિદેશીઓની અટકાયત કરવામાં આવી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેતા 26 એપ્રિલે વિદેશી નાગરિકોની અટકાયત કરવાનું શરૂ કર્યું જેમાં ગુજરાતના અને સુરતમાંથી એક હજારથી વધુ બાંગ્લાદેશી નાગરિકોની એક સાથે અટકાયત કરવામાં આવી હતી.એટલું જ નહી પણ શહેરમાં તેમનું ઝુલુસ પણ કાઢી ઓળખ પરેડ કરવામાં આવી હતી.
જેમાં અમદાવાદમાથી 890 અને સુરતમાંથી 134 એમ કુલ એક હજારથી વધુ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ તમામ લોકો સામે માનવ તસ્કરી,જાલસીજીશ,અને આતંકવાદી ગતીવિધિમાં સામેલ હોવાનો આરપ મુકવામાં આવ્યો હતો.
ઘટના – 12 – 27 એપ્રિલ 2025
– લશ્કરથી જોડાયેલ આતંકવાદીઓના ઘર તોડી પડાયા
જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્રએ આતંકાવીદઓ સામે સખત કાર્યવાહી કરતા બાંદીપોરા,પુલવામા,શોપિયા,અને કુલગામ જિલ્લામાં આતંકીઓના ઘર તોડવાની કાર્યવાહી કરવામાં આવી.આ કાર્યવાહી એ આતંકવાદીઓ સામે કરવામા આવી જે લોકો લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલા હતા.
જે આતંકવાદીઓના ઘર તોડવામાં આવ્યા તેમાં લશ્કર-એ-તૌયબાના આદિલ હુસૈન ઠોકર,જાકિર એહમદ ગનઈ,આમિર અહમદ ડાર,અહસાન ફલ હક આમિર,આસિફ શેખ,શાહિદ અહમદ કુટ્ટે તો વળી જૈશ-એ-મોહમ્મદના આમિર નજવી વાની,જમીલ અહમદ શેર ગોજારીનો સમાવેશ હતો.
ઘટના – 13 – 28 એપ્રિલ 2025
– ભારતનો ડિજીટલ સ્ટ્રાઈક-પાકના યૂટ્યુબ ચેનલ બેન કર્યા
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે વધુ એક કડક કાર્યવાહી કરતા ડિજીટલ સ્ટ્રાઈક કરી હતી.નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાનની કેટલીય યૂટ્યબ ચેનલોનું પ્સારણ ભારતમાં રોકાવી દીધુ હતુ.અને તેના પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યો હતો.આ કાર્ય સરકારે ગૃહ વિભાગની ભલામણ પર કર્યુ હતુ.
આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના ડોન ન્યૂઝ,જીઓ ટીવી,ARY ન્યૂઝ,SAMAA ટીવી,GNN સહિતની 16 યૂ ટ્યૂબ ચેનલોના ભારતમાં પ્રસારણ પર રોક લગાવી હતી.જેથી આ ચેનલો ભારતીય દર્શક યૂ ટ્યૂબ પર એક્સેસ નહી કરી શકે.ભારતે ડોન ન્યૂઝ,જીઓ ટીવી,ARY ન્યૂઝ,SAMAA ટીવી,GNN સહિત 16 ચેનલો પર પણ બેન લગાવી દીધો.જેમાં કેટલીય ન્યૂઝ ચેનલ છે અને કેટલીક પત્રકારોની પોતાની ચેનલો પણ છે.
ઘટના – 14 – 28 એપ્રિલ 2025
– પાકિસ્તાની નાગરિકો પર કાર્યવાહી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરુદ્ધ નીગરિકોના વિઝા તાત્કાલિક ધોરણે રદ્દ કરી દીધા.સુરક્ષા એજન્સિ ઈન્ટેલિજેન્સ બ્યૂરોએ દિલ્હીમાં રહેતા લગભગ પાંચ હજાર પાકિસ્તાની નાગરિકોની યાદી દિલ્હી પોલીસને સોંપી. જેથી તેમનો ભારતથી નિકાલ સુનિશ્ચિત કરવામાં આવે.સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સમયાવધીમાં ભારત ન છોડવનારની ધરપકડ કરી દંડ વસુલ કરવામાં આવશે.
આમ કાશ્મીર ખીણના પહેલગામ આતંકવાદી હુમલો અને તે માટે 22 થી 28 એપ્રિલ દરમિયાન જે પ્રકારની કાર્યવાહી થઈ તેના પણ આજે આપણે વિસ્તૃત રિપોર્ટ જોયો હવો વધુ જાણવા લાયક અહેવાલ પ્રસ્તુત થશે.