હેડલાઈન :
- 22 એપ્રિલના રોજ કાશ્મીર ખીણના પહેલગામમા થયો હત આકંવાદી હુમલો
- પહેલગામ આતંકવાદીઓએ લોકોના ધર્મ પુછી-પુછીને હિન્દુ પુરુષોને માર્યા
- આતંકવાદીઓએ 26 પ્રવાસીઓ પર ગોળીઓ ચલાવી મૃત્યુ નિપજાવ્યા હતા
- પહેલગામ આતંકવાદી હુમલાબાદ સ્વજનોએ પીડા સાથે રોષ વ્યક્ત કર્યો
- કોઈ મૃતકના પત્ની,કોઈના ભાઈ સહિત સ્વજનોએ હુમલા બાદ રોષ ઠાલવ્યો
- બાદમા 7 મે ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ હતુ
- ભારતીય સેનાઓ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓને ઠેકાણા નષ્ટ કર્યા
- ભારતીય સેનાના પાકિસ્તાનમાં 9 જગ્યાએ આતંકી છાવણીઓ પર હવાઈ હુમલા
- ઓપરોશન સિંદૂરને લઈ દેશના સાધુ-સંતો એ પાકિસ્તાન પર આપી પ્રતિક્રિયા
પહેલગામ હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ભારતે હાથ ધરેલા’ ઓપરેશન સિંદૂર’ અંગે દેશના 12 અગ્રણી સંતો અને આધ્યાત્મિક ગુરૂઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.તેમણે ‘ઓપરેશન સિંદૂર’ને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી બતાવીને ભારતીય શસ્ત્ર દળોની વિરતાની પ્રશંસા કરી અને કહ્યું આ માતાઓ-બહેનાના સન્માનની સલામતીનું પ્રતિક છે.
– શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે,”સિંદૂર આપણું ગૌરવ છે.જ્યારે આપણી માતાઓ અને બહેનો તેને લગાવે છે,ત્યારે તેમનો મહિમા પ્રગટ થાય છે.તમે સિંદૂરનું અપમાન કર્યું છે…તમે સિંદૂર ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે.અમારી સરકારે આ સિંદૂરના નામે એક ઓપરેશન શરૂ કર્યું છે,અને હવે તમને ખબર પડશે કે તેમાં શું વીરતા છે.”
– શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ
શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ કહે છે,”પહલગામ ખાતેના હુમલામાં,જે લોકો તીર્થયાત્રા પર ગયા હતા તેમની ઓળખ ધર્મના આધારે કરવામાં આવી હતી;ફક્ત હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.જવાબમાં,આપણા સશસ્ત્ર દળોએ અજોડ બહાદુરી બતાવી છે.તેમણે પાકિસ્તાનમાં તમામ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો…”
– હું ત્રણેય સશસ્ત્ર દળોને સલામ કરું છું : દેવકીનંદન ઠાકુર
મથુરા, ઉત્તર પ્રદેશના આધ્યાત્મિક સંત દેવકીનંદન ઠાકુર કહે છે,”હું ત્રણેય સશસ્ત્ર દળોને સલામ કરું છું જેમણે આટલું મહાન કાર્ય પૂર્ણ કર્યું છે અને ભારતનું સન્માન વધાર્યું છે.તેમની મહેનતની પ્રશંસા કરવા માટે અમારી પાસે કોઈ શબ્દો નથી.સિંદૂરનું મહત્વ,ખાસ કરીને ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં,સમજણની બહાર છે. સિંદૂર ભારતમાં માતાઓ,બહેનો અને પુત્રીઓના સન્માન અને આદરનું પ્રતિનિધિત્વ કરે છે.પહેલગામ પરના હુમલા પછી,સિંદૂરનું ઋણ,જે દેશભરમાં અનુભવાયું હતું,તે હવે પાંચ પાંડવો દ્વારા ચૂકવવામાં આવ્યું છે…”
– સિદ્ધપીઠ હનુમાનગઢીના ઉત્તરાધિકારી સંજય દાસજી મહારાજ
ઉત્તર પ્રદેશના અયોધ્યા સિદ્ધપીઠ હનુમાનગઢીના ઉત્તરાધિકારી (ઉત્તરાખંડી) સંજય દાસજી મહારાજ કહે છે, “જે દિવસે પહેલગામમાં હુમલો થયો,ત્યારે માર્યા ગયેલા આપણી બહેનોના પતિઓ અને જેમને’મોદીને કહો’ કહેવાનું કહેવામાં આવ્યું હતું,મારો મતલબ એ છે કે આજે જે ઓપરેશન સિંદૂર થયું તે ખૂબ જ પ્રશંસનીય છે. આપણા દેશની સેના,ત્રણેય દળોએ યુદ્ધ કર્યું છે અને પાકિસ્તાનના POK પર હુમલો કર્યો છે, જે ખૂબ જ પ્રશંસનીય છે…”
– યોગ ગુરુ બાબા રામદેવજી
યોગ ગુરુ બાબા રામદેવજી કહે છે કે “તેમણે આપણા નિર્દોષ નાગરિકોની હત્યા કરી અને આપણી માતાઓ અને બહેનોના ‘સિંદૂર’નો નાશ કર્યો અને તેથી આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ તે આતંકવાદીઓને મારી નાખ્યા…”
#WATCH | Delhi | #PahalgamTerroristAttack | Yog guru Baba Ramdev says, "Nothing can be more cruel than the way people were killed in Pahalgam after asking about their religion. Muslims across the country and the world should condemn this attack if they want to separate themselves… pic.twitter.com/g0EyOaxMe3
— ANI (@ANI) April 25, 2025
– આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી શ્રી રવિશંકર
ગુરુ અને આધ્યાત્મિક માર્ગદર્શક શ્રી શ્રી રવિશંકર કહે છે કે આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો જ જોઇએ. જે લોકો વાતચીત દ્વારા સમજી શકતા નથી તેમને તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવાની અને પાઠ શીખવવાની જરૂર છે.
– બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના ઓપરેશન સિંદૂર બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.તેમણે કહ્યું,આ પાકિસ્તાન માટે પાઠ છે.જો તે આપણને પરેશાન કરશે તો આપણે તેને જવા દઈશું નહીં.આ સિંદૂર છે હજુ મંગળસૂત્ર બાકી છે.તેઓ ખોદશે તો આપણે નદીઓ વહેવડાવીશું.
जब शास्त्री जी इतना कॉन्फ़िडेंस से बोल रहे हैं कि उनकी शक्तियों की मदद ले लीजिए तो रक्षा मंत्री जी को उनकी बात मान लेनी चाहिए ।
चाहे जो करिए हमे इस बार उन आतंकवादियों के कटे हुए सर से फ़ुटबाल खेलना है बस । pic.twitter.com/HV7mDUn6yV
— खुरपेंच (@khurpenchh) April 27, 2025
– આધ્યાત્મિક ગુરુ પ્રમોદ કૃષ્ણમ
આધ્યાત્મિક ગુરુ પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે ભારતની સેનાઓએ સારી રીતે પાઠ ભણાવ્યો છે કે ભારતની દિકરીઓના સિંદૂરનો રંગ કેવો હોય છે,સિંદૂરની તાકાત શું છે અને સિંદૂરની વિરતા શું છે.આ અધર્મના મોઢા પર ધર્મનો તમાચો છે.આ ભારતનો વિજય છે અને ભારતમાં ખુશી જોવા મળે છે.પાકિસ્તાન જેવા અપવિત્ર દેશને સબક શિખવાડ્યો છે કે હવે તે સુધરી જાય નહિતર વિશ્વના નકશા પરથી તેનું અસ્તિત્વ ખતમ કરી દેવામાં આવશે.
#WATCH | Ghaziabad | On Pahalgam terror attack, Former Congress leader, Acharya Pramod Krishnam says, "It is a time to fight a decisive war against those who have done this. It is an act against humanity…This is an attack on India. For the unity of this country, I appeal that… pic.twitter.com/xYrwMgeG5L
— ANI (@ANI) April 23, 2025
– ગિરિરાજ મહારાજ આશ્રમના અનિરુદ્ધાચાર્યજી મહારાજ
ગિરિરાજ મહારાજ આશ્રમના અનિરુદ્ધાચાર્યજી મહારાજ કહે છે કે પાકિસ્તાન તમામ હદ વટાવી ચુક્યું છે માટે તેને તેની ભાષામાં સમજાવું એ ધર્મ છે.જેવા સાથે તેવા બનવું પડે.જે જેવી રીતે સમજે એમ તેને સમજાવો, જો પ્રેમથી સમજે તો પ્રેમથી સમજાવો અને મિસાઇલથી સમજે તો મિસાઇલથી સમજાવો. વડાપ્રધાન અને સેના દ્વારા પાકિસ્તાન સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ ખૂબ જ પ્રસંશનીય છે.
– ઇન્દ્રેશ ઉપાધ્યાયજી મહારાજ
ભાગવત કથા વાચક ઇન્દ્રેશ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો આજે રાત્રે નાશ કર્યો એ યોગ્ય પગલું છે.સમગ્ર વિશ્વમાં ભારત દેશ જ ભાગ્ય વિધાતા છે.જો ભારતીયો ન હોય તો એવા ઘણા દેશો છે જેમનું અસ્તિત્વ જ ન હોત. આપણે બધા નસિબદાર છીએ કે આવા ભારતમાં આપણે જન્મ લીધો છે.જો ભારતે યુદ્ધ કરવું પડે તો આપણે બધાએ તેને ટેકો આપવો જોઇએ.
– ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂ
ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરૂએ કહ્યું કે આપણા દળોની સલામતી અને સફળતા માટે શુભેચ્છા. આશીર્વાદ.
– સદગુરુ બ્રહ્મેશાનંદજી
સદગુરુ બ્રહ્મેશાનંદ ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવે છે.તેમણે ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક પાર પાડવા માટે ભારત સરકાર અને સેનાને બિરદાવીને કહ્યું કે આ આતંકવાદ સામે કડક સંદેશો છે.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને સેનાની બહાદુરીના વખાણ કરતાં કહ્યું કે આ ઓપરેશન ધર્મ અને ન્યાયની ભાવનાને સમર્થન આપે છે.