ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ.બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિભાગોની તૈયારીઓ અંગે સમીક્ષા કરી તો રાહત કમિશનરે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે IMDના અધિકારીએ જણાવ્યું કે,આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી મુજબ સરદાર સરોવર ડેમમાં 70 ટકા જળ સંગ્રહ થયો.સિંચાઇ વિભાગ અનુસાર રાજ્યના 207 જળાશય પૈકી 119 જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે.