વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે તેઓ સૌથી પહેલા રાજકોટમાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કરાવાના છે.જ્યાં તેઓ રાજકોટવાસીઓને તેમજ સૌરાષ્ટ્રના લોકોને કેટલીક ભેટ પણ આપશે. ઉપરાંત રાજકોટમાં એક કાર્યક્રમ માં હાજરી આપશે. એરપોર્ટના ઉદ્ધઘાટન સિવાય રાજકોટના KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. તેમજ સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. જે બાદ રેસકોર્સ મેદાનમાં જંગી સભાને PM મોદી સંબોધન કરશે. આ ઉપરાંત એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ કાર્યક્રમ બાદ સાંજે 6 વાગે પીએમ મોદી અમદાવાદ પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. રાજભવન પર સાંજે વિવિધ પ્રોજેક્ટ પર પીએમ મોદી બેઠક કરી સમિક્ષા કરશે.
આવતીકાલે 28 જુલાઈના સવારે 10.30 કલાકે મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયાના કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યા સુધી પીએમ મોદી સેમિકોન ઈન્ડિયા કાર્યક્રમમાં હાજર રહેશે. બપોરે 1.30 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસ કાર્યક્રમમાં હાજર રહેશે. જેમાં પીએમ મોદી મંત્રીઓ, સાસંદો અને આગેવાનો સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ભોજન લેશે. બપોરે ત્રણ વાગે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી માટે જશે.