મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે”અંગદાન મહોત્સવ”નો અમદાવાદથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે કીડીને કણ,હાથીને મણ’ની આપણી સંસ્કૃતિ રહી એ જ રીતે અંગદાન થકી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનો ભાવ જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત એકમ અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત થઈ.જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ ઉપસ્થિત રહ્યા.અંગદાનથી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલું દેહદાન આપણે જાણીએ છીએ.આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે.ઉમેર્યુ કે અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે.