ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડમાં જ સિઝનનો 78 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યના 146 તાલુકામાં 20 ઇંચથી પણ વધુ વરસાદ થયો.જુલાઈ માસમાં રાજ્યમાં સરેરાશ 18 ઇંચ વરસાદ થયો જેમાં કચ્છમાં સૌથી વધુ 135 ટકા વરસાદ તો વલસાડનું કપરાડા બન્યુ ચેરાપુંજી અહીં અત્યાર સુધીમાં 93 ઇંચ વરસાદ નોંધાયો છે.વરસાદને કારણે રાજ્યના 61 જળાશય ઓવરફ્લો થયા જેમાં સરેરાશ જળસ્તર 69.73 ટકા નોંધાયુ છે.આજના વરસાદના અનુમાનની વાત કરીએ તો આજે સોમવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.જેમાં બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા,અમદાવાદ,દાહોદ,મહિસાગર,દમણ,દાદરા નગર હવાલી,પોરબંદર,જૂનાગઢ,દ્વારકા,ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.